રેલ્વે સ્ટેશન પર બેભાન થઈ ગઈ માં, અને સાથે દુધ પીતુ બાળક પણ…તો 3 વર્ષની બાળકીએ આ આબાદ રીતે બચાવ્યો જીવ

બાળકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે. આપણે ઘણીવાર સોશિયલ મીડિયામાં વીડિયો જોતા હોઈએ છીએ કે બાળકો એવા એવા કામ કરે છે જેને જોઈને વડિલો પણ દંગ રહી જાય છે. આવી એક ઘટના સામે આવી છે મુરાદાબાદમાં. કે જ્યાં રેલ્વે સ્ટેશન પર બેહોશ થઈ ગયેલી માતાને મદદ કરવા માટે ત્રણ વર્ષની બાળકીએ મોટી સમજદારી બતાવી હતી. તબીબી સહાય આપવામાં અને બોલવામાં લાચાર આ પુત્રી થોડે દૂર ઉભેલી આરપીએફની લેડી કોન્સ્ટેબલ પાસે ગઈ, તેની આંગળી પકડીને તેની માતા પાસે લઈ ગઈ. આ મહિલા સાથે 6 મહિનાનું દૂધપીતુ બાળક પણ હતું. ત્યારબાદ લેડી કોન્સ્ટેબલે અન્ય પોલીસકર્મીઓની મદદથી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

બાળકીએ લેડી કોન્સ્ટેબલની આંગળી પકડી

હકિકતમાં યુપીના મુરાદાબાદ રેલ્વે સ્ટેશન પર એક મહિલા બેભાન થઈ ગઈ. તેની સાથે તેની ત્રણ વર્ષની પુત્રી પણ હતી. જ્યારે માતા જાગી નહીં ત્યારે બાળકી પહેલા ખૂબ રડી. બાદમાં તે થોડી દૂર ઉભેલી આરપીએફની લેડી કોન્સ્ટેબલ પાસે પહોંચી. આ બાળકીએ લેડી કોન્સ્ટેબલની આંગળી પકડી લીધી પરંતુ પહેલાં કોન્સ્ટેબલ કંઇ સમજી શકી નહીં. પરંતુ જ્યારે બાળકી તેને બાજુમાં લઈ જવા લાગી ત્યારે તે તેની સાથે ચાલવા લાગી. બાળકી મહિલા કોન્સ્ટેબલને તેની માતા પાસે લઈ ગઈ.
પ્લેટફોર્મ નંબર 5 પર મહિલાને બેભાન જોઇને કોન્સ્ટેબલ હેરાન થઈ ગઈ. કોન્સ્ટેબલે જોયું કે મહિલા બેભાન અવસ્થામાં પડી છે. એક દૂધ પીતુ બાળક પણ તેની સાથે સુતેલુ છે. લેડી કોન્સ્ટેબલને જીઆરપને બોલાવ્યા. જીઆરપીએ એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી.

હિલા કર્મીઓના હોંશ ઉડી ગયા

ચાલો તમને જણાવી દઈએ કે આ આખો મામલો રવિવારે સવારે આઠ વાગ્યાનો છે. મહિલાની ઉંમર આશરે 30 વર્ષની હશે, તેની ઓળખ હજી થઈ નથી. તેણી પાસે 6 મહિનાનુ બાળક અને એક 3 વર્ષની પુત્રી હતી. નિર્દોષ પુત્ર તેની માતાની ઉપર પડેલો હતો. મહિલાની બેગ પણ ખુલ્લી પડી હતી, જેને જોઇને આરપીએફ મહિલા કર્મીઓના હોંશ ઉડી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલે તુરંત જ જીઆરપીને જાણ કરી હતી. જીઆરપીએ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી.

સ્ત્રી હવે ખતરાથી બહાર

बेहोश पड़ी मां के साथ बच्ची और पुलिस
image source

ઇન્સ્પેક્ટર જીઆરપીનું કહેવું છે કે આ ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. મહિલા સીડી નજીક બેભાન અવસ્થામાં મળી આવી હતી. મહિલાની ઓળખ હજી થઈ નથી. બાળ સુરક્ષા ટીમને પણ જાણ કરવામાં આવી છે. હાલમાં જીઆરપી બાળકોની સંભાળ લઈ રહી છે. ડોક્ટરનું કહેવું છે કે મહિલાને હવે જોખમ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong