PF અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા સમયે આ વાતનું ખાસ રાખજો ધ્યાન, નહિંતર…પાછળથી પસ્તાવુ ના હોય તો આજે જ જાણી લો તમામ માહિતી

નોકરીયાત લોકોની બચતનો મોટો ભાગ પીએફ અકાઉન્ટ જ હોય છે જેમાં તેઓના પગારનો અમુક ભાગ જમા થતો રહે છે. પીએફમાં કર્મચારીની સેલેરીનો એક ભાગ કપાય છે અને એક ભાગ નિયોકતા એટલે કે તમારી કંપની તરફથી જમા કરાવવામાં આવે છે. જ્યારે તમે કોઈ કંપની બદલાવો છો તો એક યુએએન હોવા છતાં અનેક અકાઉન્ટ ખાતામાં જનરેટ થઈ જાય છે. જ્યારે તમારે તમારા પીએફ અકાઉન્ટમાંથી પૈસા કાઢવાની જરૂર પડે છે ત્યારે બધા પીએફ ખાતામાંથી પૈસા એક ખાતામાં મર્જ કરાવવાનું રહે છે.

image source

અલગ અલગ અકાઉન્ટમાંથી એક જ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના પણ ખાસ નિયમો છે. પરંતુ જ્યારે પૈસા ટ્રાન્સફર પણ કરી લેવામાં આવે તો બધા પૈસા અકાઉન્ટમાં ટ્રાન્સફર નથી થતા. તેનો અમુક ભાગ એ અલગ અલગ અકાઉન્ટમાં જ રહે છે. આવી સ્થિતિમાં તે પૈસાને લઈને શું નિયમ છે અને પૈસા ટ્રાન્સફર કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? તે પણ જાણવું જરૂરી છે.

કઈ રીતે થાય છે પૈસા ટ્રાન્સફર ?

image source

બધા અકાઉન્ટના પૈસા એક જ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમારે બધા અકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવાની રહેશે જેથી EPFO ને જાણ થઈ જાય કે તમે નોકરી છોડી દીધી છે. તમે EPFO ની વેબસાઈટમાં Manage વિકલ્પમાં જઈને Mark Exit ના વિકલ્પ પર જઈને વર્તમાન કંપની છોડી બધી કંપનીઓમાં એક્ઝિટ ડેટ મેંશન કરી દો. ત્યારબાદ હોમ પેજમાં Online Service ના વિકલ્પમાં જઈને One Member- One EPF Account (Transfer Request) પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી લો.

કેટલા પૈસા થાય છે ટ્રાન્સફર ?

image source

જ્યારે તમે અલગ અલગ અકાઉન્ટના પૈસા એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો તો માત્ર EPF ના પૈસા જ ટ્રાન્સફર થાય છે. તમારા પેંશન ફંડના પૈસા ટ્રાન્સફર નથી થતા. જ્યારે તમે પેંશન ફંડના પૈસા કાઢવા માટે એપ્લાય કરો છો તો તે સમયે આ માટે એક અલગ વ્યવસ્થા હોય છે. ઉલ્લેખનીય છે કે PF માં પૈસા બે કટકે જમા થાય છે. એક કટકામાં EPF અને બીજા કટકામાં પેંશન ફંડ જમા થાય છે. ત્યારે જ્યારે પણ તમે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો તો એ ધ્યાન રાખવું કે તમારા પેંશનના પૈસા અકાઉન્ટમાં જમા નથી થયા.

પૈસા ટ્રાન્સફર થવામાં કેટલો સમય લાગે છે ?

image source

તમારા PF માં ફંડ ટ્રાન્સફર કરવામાં 7 થી 30 દિવસ સુધીનો સમય લાગે છે. તેમાં પહેલા પ્રઝેન્ટ કંપની તેને એપ્રુવ કરશે અને બાદમાં PF અકાઉન્ટ તેની આગળ પ્રોસેસ કરશે. ત્યારબાદ 7 દિવસથી 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong