ભારતીય રેલ્વેની સાથે લિંક કરો તમારું આધાર કાર્ડ, સરળ પ્રોસેસથી મળશે વધુ લાભ

IRCTC Account માંથી એક મહિના દરમિયાન આપ વધુમાં વધુ ૬ ઓનલાઈન ટીકીટ બુક કરી શકો છો, પરંતુ હવે આપે પોતાના આધાર કાર્ડને પોતાના IRCTC એકાઉન્ટ સાથે લિંક કરીને એક મહિનાના સમયગાળા દરમિયાન ૬ ઓનલાઈન ટીકીટને બદલે ૧૨ ટીકીટ ઓનલાઈન બુક કરી શકો છો. IRCTC એકાઉન્ટની સાથે આધાર કાર્ડને લિંક કરવાનું સરળ છે.

image soucre

ઈન્ડીયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) ના માધ્યમથી રેલ્વે મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટીકીટ બુક કરે છે. આપ પોતાના આઈઆરસીટીસી એકાઉન્ટ (IRCTC Account)માંથી આપ વધુમાં વધુ ૬ ઓનલાઈન ટીકીટ બુક કરી શકો છો, પરંતુ હવે આપ પોતાના આધાર કાર્ડને પોતાના IRCTC એકાઉન્ટની સાથે લિંક કરીને એક મહિના દરમિયાન ૬ ટીકીટ ઓનલાઈન બુક કરવાને બદલે ૧૨ ટીકીટ ઓનલાઈન બુક કરી શકો છો. IRCTC એકાઉન્ટની સાથે આધાર કાર્ડને લિંક કરવાનું સરળ છે.

image soucre

હવે જાણીશું IRCTCને Aadhaar Card સાથે લિંક કરવાની સરળ રીત…

-સૌથી પહેલા IRCTCની ઓફિશિયલ ઈ- ટીકીટીંગ વેબસાઈટ irctc. Co. In પર જવું.

image soucre

-ત્યાર બાદ આપે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરી લેવું.

-ત્યાર બાદ હોમ પેજ પર આપને જોવા મળશે My Account Section પર જઈને Aadhaar KYC પર આપે ક્લિક કરવાનું રહેશે.

-ત્યાર બાદ આપે આગલા પેજ પર પોતાનો આધાર કાર્ડ નંબર નાખવો અને Send OTP પર ક્લિક કરી દેવું.

image soucre

-ત્યાર બાદ આપના આધાર કાર્ડની સાથે રજીસ્ટર્ડ કરવામાં આવેલ મોબાઈલ નંબર પર OTP આવી જશે. આપે આ OTP નો ઉપયોગ વેરીફીકેશન કરવા માટે કરવાનો રહેશે.

-આપના આધાર કાર્ડની સાથે સંબંધિત માહિતી જોઈ લીધા બાદ તેની નીચે લખવામાં આવેલ Verify પર ક્લિક કરવાનું છે.

-ત્યાર બાદ આપના મોબાઈલ પર મેસેજ આવી જશે કે, KYC ડીટેલને સફળતાપુર્વક અપડેટ કરી લેવામાં આવી છે.

image soucre

-ટીકીટ બુક કરવા માટે એક પેસેન્જરના પ્રોફાઈલના આધારે વેરીફાઈ થવું જરૂરી છે. માસ્ટર લિસ્ટ હેઠળ My Profile ટેબમાં જ ઉપલબ્ધ છે. ટીકીટ બુકિંગ કરતા પહેલા અહિયાં પેસેન્જરનું નામ અને આધાર કાર્ડની માહિતી આપીને માસ્ટર લિસ્ટને અપડેટ કરવાની રહેશે.

આપને જણાવી દઈએ કે, IRCTC એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન ટીકીટ બુક કરવાનું ખુબ જ સરળ છે. ટીકીટ બુક કરવા પર આઈઆર સીટીસી તરફથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજની સાથે મુસાફરનું નામ, ટીકીટ સ્ટેટ્સ અને ભાડા સહિત ટીકીટ કન્ફર્મ થયાની તમામ જાણકારી આપવામાં આવે છે.

image soucre

આધાર કાર્ડ (Aadhaar Card)ના માધ્યમથી કેટલીક સેવાઓ ઓનલાઈન મળે છે. આ જ કારણ છે કે, આધાર કાર્ડ ધરાવતી વ્યક્તિઓને ઘરે બેઠા જ તમામ સુવિધાઓ પણ મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong