અહિં 10 રહસ્યમયી આકૃતિઓ દેખાતા કંઇક ‘આવું’ હોવાની આશંકા, વધુમાં જાણીને તમે પણ આશ્વર્યમાં પડી જશો

એલિયન્સ ને લઈને એક નવો દાવો કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (International Space Station) ની ઠીક નીચે ઓછામાં ઓછી દસ નાની કાળા રંગની વસ્તુઓને ઊડતી હાલતમાં કેપ્ચર કરવામાં આવી છે. જેને અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ એટલે કે UFO કહેવામાં આવી રહ્યુ છે. અમેરિકન સ્પેસ એજન્સી NASA ના લાઈવ ફીડમાં દક્ષિણી એટલાન્ટિક મહાસાગર (Southern Atlantic Ocean) ઉપર એક સર્કલમાં 10 UFO દેખાયા હતા.

image source

” ધ સન ” ના અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ અંતરિક્ષ સ્ટેશન એટલે કે International Space Station માંથી NASA ની લાઈવ સ્ટ્રીમ દરમિયાન કેપ્ચર કરવામાં આવેલી તસ્વીરમાં ઓર્બ જેવી વસ્તુઓ (Orb-Like Objects) નજરે પડી રહી છે. UFO હન્ટર ” Mr MBB333 ” એ સ્પેસ વોચર દ્વારા ત્રણ જુલાઈ એ લીધેલા સ્ક્રીન શોટ રજૂ કર્યા હતા. જેમાં અમુક નાની નાની વસ્તુઓ દેખાઈ રહી છે. આ વસ્તુઓને હાલ UFO કહેવામાં આવી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર ઉઠી ચર્ચા

image source

પોતાની ચોંકાવનારી પોસ્ટમાં UFO હન્ટરએ જણાવ્યું હતું કે ધરતી ઉપર સ્પેસ સ્ટેશન નજીક ઓછામાં ઓછી 10 અજ્ઞાત વસ્તુઓ નજરે પડી છે જે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ એટલે કે UFO હોઈ શકે છે. UFO હન્ટરના આ દાવા બાદ ફરી એક વખત એલિયન્સના અસ્તિત્વ બાબતે ચર્ચાઓ.શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં આ મુદ્દે પહેલા પણ અનેક વખત ચર્ચાઓ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે એલિયન્સ અને UFO ને લઈને અમેરિકામાં તાજેતરમાં જ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

US એ માન્યું કે તપાસ કરવી જરૂરી

image source

આ અહેવાલમાં સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું છે કે રક્ષા અને ગુપ્ત વિશ્લેષકો પાસે નવી પાયલટો દ્વારા જોવામાં આવેલી રહસ્યમયી અને ઊડતી હોય તેવી વસ્તુઓની પ્રકૃતિનું નિર્ધારણ કરવા માટે જરૂરી ડેટા નથી. જો કે સરકારે UFO ના દાવાને સંપૂર્ણ રીતે નકારી પણ નથી દીધો. અમેરિકન સરકારે પ્રથમ વખત એ માન્યું છે કે આ વિષય પર વિસ્તૃત તપાસ કરવાની જરૂર છે.

અત્યાર સુધીમાં લગભગ 114 ઘટનાઓ નોંધાઇ

image source

અમેરિકામાં અત્યાર સુધીમાં UFO દેખાયું હોવાની લગભગ 114 જેટલી ઘટનાઓની માહિતી મળી છે. તેના વિશે સરકારનું એમ કહેવું છે કે પર્યાપ્ત ડેટાના અભાવે આ બનાવો વિશે કઈં કહેવું મુશ્કેલ છે પરંતુ હકીકતની તપાસ કરવા પ્રયાસ કરવામાં આવશે. એલિયન્સના અસ્તિત્વ પર અલગથી એક આશંકા એવી પણ સેવાઇ રહી છે કે અમેરિકાથી દુશ્મની રાખતા દેશો રશિયા કે ચીન કોઈ એડવાન્સ ટેકનોલોજી દ્વારા આવો ભ્રમ ઉભો કરી રહ્યા છે. આ સંબંધે ઓન તાજેતરમાં જ રજૂ કરાયેલા અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong