ગરમીથી પરેશાન થઈ ગયા હોવ તો આ લાજવાબ જગ્યાઓએ જજો ફરવા, સસ્તામાં આવશે ફરવાની બહુ મજા

ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. દેશમાંથી જ નહીં ઓન વિદેશમાંથી પણ પર્યટકો ભારતની યાત્રાએ આવે છે અને પોતાની સાથે યાદગાર સમયની યાદો લઈને પાછા ફરે છે. જો કે કોરોના વાયરસની બીજી લહેરને કારણે ભારતના ઘણા ખરા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેમાં હવે મહદઅંશે છૂટ આપી દેવામાં આવી છે. ત્યારે પર્યટકો પણ પોતાની ફેવરિટ જગ્યાઓએ ફરવા જઈ રહ્યા છે. બીજી બાજુ મોટાભાગના રાજ્યોમાં ગરમીનાં કારણે લોકો પરેશાન છે અને પોતાની રજાઓ ગાળવા માટે ક્યાં ફરવા જવું તે અસમંજસમાં છે. જો તમે પણ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોય અને ક્યાં જવું તેનો નિર્ણય ન લઇ શક્યા હોય તો અહીં અમે તમને કેરળની અમુક ખાસ જગ્યાઓ વિશે જણાવવાના છીએ જ્યાં તમે તમારા પરિવાર સાથે ફરવા માટે જઈ શકો છો. તો ચાલો જાણીએ કેરળની આ જગ્યાઓ વિશે.

ત્રીશૂર

image source

જો તમે એક પ્રકૃતિ પ્રેમી હોવ અને તમે એવી જગ્યાની શોધમાં હોય જ્યાં શાંતિ અને નિરાંતનો સમય વિતાવી શકાય અને જ્યાં શહેરી શોરબકોરથી દુર વિક્ષેપ ન પડે તેવો આરામ કરી શકાય તો તમે કેરળના ત્રીશૂર ખાતે ફરવા જઈ શકો છો. ગરમીનાં દિવસોમાં આ જગ્યા ફરવા માટે બિલ્કુલ ફિટ છે. અહીં તમને અનેક સમુદ્રી તટ, બંધ અને ઝરણાં વગેરે જોવા મળી શકશે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

થેક્કડી

image source

કેરળ રાજ્યમાં આવેલું થેક્કડી પોતાની ખુબસુરતી સિવાય પેરિયાર નેશનલ પાર્ક માટે ઓન જાણીતું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન પર્યટકોમાં ઘણું લોકપ્રિય છે. અહીં ઘણા જીવ જેમ કે હાથી, વાઘ, હરણ, વગેરે જોવા મળી શકે છે. એટલું જ નહીં અહીં તમને અનેક પ્રકારના એડવેન્ચરનો આનંદ પણ મળી શકશે. ટૂંકમાં વાત કરીએ તો ગરમીનાં દિવસોમાં ફરવા માટે આ જગ્યા સારો વિકલ્પ છે.

વર્કલા

image source

વર્કલામાં તમે તમારા મિત્રો, તમારા સ્નેહીજન અને તમારા પરિવાર સાથે ગરમીની રજાઓ ગાળવા માટે જઈ શકો છો. અહીં પહાડો સમુદ્ર તટની સાવ નજીક છે. એ સિવાય સુંદર બીચ પણ અહીં આવેલા છે. એ ઉપરાંત અહીં શહેર જેવી ભીડભાડ પણ નથી પરંતુ શહેરી શોરબકોરથી દુર શાંતિ છે જે લગભગ બધા પર્યટકો ઈચ્છે છે.

વાયનાડ

image source

વાયનાડમાં તમને સુંદર વનસ્પતિઓ, ગીચ જંગલો અને ઊંચી ઊંચી પહાડીઓ નજરે પડશે જે દરેક પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંની સુંદરતા તો વાત જ શું કરવી. અહીંનું વાતાવરણ પણ એકદમ આહલાદક હોય છે અને અહીં રોકાવું હોય તો તમને અહીં સારા રિસોર્ટ પણ મળી રહેશે જ્યાં તમને સારી એવી સુવિધાઓ પણ મળી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong