શું તમે જાણો છો ? પ્રિયંકાને પ્રપોઝ કરતાં પહેલાં જ નિક જોનાસે ખરીદ્યો હતો પ્રિયંકા માટે 45 કરોડનો બંગલો

પ્રિયંકા ચોપરા પોતાના 38માં વર્ષમાં પગ મુકી રહી છે. આટલી નાની ઉંમરમાં તેણીએ આપ મહેનતે ખુબજ નામના મેળવી લીધી છે. તેણી જ્યારે વર્ષ 2000માં મિસવર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યારથી તે અત્યાર સુધી તેણીએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. રસ્તામાં આવતા બધા જ અવરોધોને હડસેલીને તેણી સફળતાની ચીડીઓ તે સડસડાટ ચડતી ગઈ અને આજે એક બ્રાન્ડ બની ગઈ છે.


2017માં જ્યારે પ્રિયંકા ચોપરા અને હોલીવૂડ પોપ સિંગર નિક જોનાસના સંબંધોની વાતો ઉડી ત્યારે તેમના ફેન્સમાં ભારે ઉત્સુકતા સર્જાઈ હતી. અને કંઈ કેટલીએ અટકળો ચલાવવામાં આવી હતી. પણ લોકોની ધારણા બહાર એક દિવસ અચાનક પ્રિયંકા-નિકે પોતાના લગ્નની જાહેરાત કરી દીધી અને લોકોને સ્તબ્ધ કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


આ મામલે પ્રિયંકાને ઇન્ટરનેશનલ મિડિયા દ્વારા ગોલ્ડ ડીગર પણ કહેવામાં આવી હતી. જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ગોલ્ડ ડીગર એટલે ધનાડ્ય કુટુંબના છોકરા-છોકરીને ફસાવીને લગ્ન કરનાર. ઇન્ટરનેશનલ મિડિયાના આ ટોણાને પ્રિયંકા તેમજ તેના ફેન્સે નક્કર જવાબ આપી તેમનું મોઢું બંધ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જ્યારે પ્રિયંકા ચોપરાએ બોલીવૂડથી હોલીવૂડ ભણી પગલા માંડ્યા ત્યારે તેણી પહેલેથી જ એક સ્થાપિત અને સફળ અભિનેત્રી હતી અને એક સેલ્ફમેડ સ્ત્રી પણ. અને અત્યાર સુધીની તેની હોલીવૂડની જર્ની પરથી કહી શકાય કે તેણી ત્યાં પણ કંઈ નિષ્ફળ નથી ગઈ. તેણીની પાસે આજે પણ હોલીવૂડના કેટલાક પ્રોજેક્ટ્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka&Nick (@choprajonas) on


પણ આપણે વાત કરી રહ્યા હતા પ્રિયંકા અને નિક જોનાસના પ્રેમની. બન્ને વચ્ચે પ્રેમ હતો તે તો જગજાહેર હતું પણ તેઓ આટલા જલદી લગ્ન કરી લેશે તેની કલ્પના કોઈએ નહોતી કરી. પણ એક દિવસ નીકે પ્રિયંકાને પ્રપોઝ કરી જ દીધું અને આ પ્રપોઝલ પહેલાં તેણે પ્રિયંકા માટે હોલીવૂડના બેવર્લી હિલ્સ ખાતે એક ભવ્ય મકાન ખરીદી લીધું હતું. આ બંગલાને જ્યારે ખરીદવામાં આવ્યો ત્યારે તેની કીંમત 43 કરોડ હતી જ્યારે તેની આજની કીંમત છે 100 કરોડ રૂપિયા. તમને જણાવી દઈએ કે હોલીવૂડનો બેવર્લી હિલ વિસ્તાર હોલીવૂડ સેલિબ્રિટીઝના ભવ્યાતિભવ્ય મકાનો માટે જાણીતો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


અને આજે અમે તમારા માટે આ બંગલાની કેટલીક તસ્વીરો લઈને આવ્યા છીએ. આ બંગલામાં 5 બેડરૂમ છે, ચાર બાથરૂમ છે એક સુંદર મજાનો પૂલ છે જ્યાં તમે હરિયાળી ટેકરીઓનો નજારો લઈ શકો છો. આ બંગલો લગભગ 4129 સ્ક્વેર ફીટનો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


ગયા વર્ષના ઓગસ્ટમાં પ્રિયંકા અને નિકે હિન્દુ પરંપરાગત વિધિથી મુંબઈમાં સગાઈ કરી લીધી હતી. અને ત્યાર બાદ તે બન્નેએ પોતાની એંગેજમેન્ટની જાહેરાત પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કરી હતી. અને ત્યાર બાદની તેમની રાજસ્થાનના જોધપૂર ખાતેના તાજ ઉમે ભવન પેલેસ ખાતેની મેરેજ સેરેમનીએ તેમના ફેન્સને ઘેલા કરી મુક્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકા-નિકના લગ્ન હિંદુ અને ક્રિશ્ચ્યન બન્ને વિધિથી કરવામાં આવ્યા હતા અને બન્ને વિધિ ઉદયપુરના મહેલમાં જ પૂર્ણ કરવામાં આવી હતી. પહેલાં હિંદુ વિધિથી મહેંદી, સંગીત, અને લગ્ન કરવામાં આવ્યા હતા. સંગીત તેમજ મહેંદીના સુંદર મજાના ફોટોઝ પ્રિયંકાએ પોતાના સોશિયલ મિડિયા પર શેયર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


લગ્નમાં મુકેશ અંબાણીના કુટુંબે પણ હાજરી આપી હતી. અને ત્યાર બાદ મુંબઈમાં રાખવામાં આવેલા રિસેપ્શનમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉમટી પડી હતી. અને દિલ્લી ખાતેના રિસેપ્શનમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપીને ચારચાંદ લગાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જ્યારે લગ્નની હિંદુ સેરેમની પૂર્ણ થયા બાદ તે બન્નેએ ક્રીશ્ચયન સેરેમનીથી પણ લગ્ન કર્યા હતા. જેમાં પ્રિયંકાના લગ્નના વ્હાઇટ ગાઉનની લાંબી વેઇલે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કોઈક ઇન્ટર્વ્યુમાં પ્રિયંકાએ પોતાની આ વેઇલ બાબતે જણાવ્યું હતું કે તેણીને પહેલેથી જ ઇચ્છા હતી કે તેણીની વેઈલ ખુબ જ લાંબી હોય.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકા યુ.એસ.એના જીવનમાં હળી મળી ગઈ છે. સાથે સાથે તેણી નીકના કુટુંબ સાથે પણ ખુબ જ કન્ફર્ટેબલ રહે છે. તેણી અવારનવાર નિકના ફેમિલી સાથે ક્રીસ્મસ કે પછી ઇસ્ટર જેવા ક્રીશ્ચિયન તહેવારોમાં સાથે ઉજવણી કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on


આજે પ્રિયંકાના બર્થડે નિમિતે બોલીવૂડ ખાતેની તેની સહ અભિનેત્રીઓએ પણ તેણીને વિશ કરવાનો અવસર નથી ચૂકયો. સોશિયલ મિડિયા થ્રુ કેટરીના અને દિપીકા પદુકોણે પ્રિયંકાને બર્થડે વિશ કરી છે. અને તેની કઝીન સીસ્ટરે પણ પોતાની મીમી દીદી એટલે કે પ્રિયંકા ચોપરાને સ્વીટ બર્થડે વિશ કરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ