2 મહિના પછી પહેલી વાર ઘરની બહાર નીકળી પ્રિયંકા ચોપરા, ચહેરા પર માસ્ક પહેરેલો ફોટો કર્યો શેર
અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ ટ્વીટર પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં પ્રિયંકાએ ચહેરા પર માસ્ક લગાવેલું નજરે પડે છે. છેલ્લા 2 મહિનામાં આ પહેલીવાર હશે કે પ્રિયંકા ચોપરા ઘરની બહાર નીકળી છે.
કોરોના વાયરસથી બચવા માટે આખી દુનિયામાં લોકડાઉન ચાલી રહ્યું છે. બધા જ લોકો વધારે માં વધારે સમય પોતાના ઘરમાં જ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આમાંથી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ બાકાત નથી. પ્રિયંકા ચોપરા પણ કોરોના વાયરસને લઈને પોતે તો ઘણી સચેત છે જ પણ એની સાથે સાથે એ લોકોમાં પણ આ વાયરસ અંગેની જાગૃતિ ફેલાવી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ ઘરની બહાર પગ મૂક્યો છે. પ્રિયંકા ચોપરા પુરા 2 મહિના પછી ઘરની બહાર નીકળી હતી.આ સમયે પણ અભિનેત્રી માસ્ક પહેરવાનું નહોતી ભૂલી. પ્રિયંકાએ આ સમયના ફોટા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
Eyes are never quiet. #FirstDayOutIn2Months pic.twitter.com/kILgeOz8Ep
— PRIYANKA (@priyankachopra) May 11, 2020
પ્રિયંકા ચોપરા એ ટ્વીટર પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં પ્રિયંકા ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. સાથે સાથે પ્રિયંકા એ કેપ્સનમાં લખ્યું છે કે ” આખો ક્યારેય પણ શાંત નથી થતી. 2 મહિના પછી આજે પહેલી વાર ઘરની બહાર નીકળી.”. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા લોકડાઉનને લગતા નિયમોનો કડકાઈ થી અમલ કરી રહી છે. હવે જ્યારે એ 2 મહિના પછી પહેલીવાર ઘરની બહાર નીકળી છે તો પણ એ માસ્ક પહેરીને જ બહાર નીકળેલી જોવા મળી અને એને એનો માસ્ક પહેરેલો ફોટા પણ શેર કર્યો.
આ એમના ચાહકો માટે કોઈ સંદેશથી ઓછું નથી કે આ હાલતમાં જો કોઈ ઘરની બહાર નીકળે તો માસ્ક અચૂક પહેરે જ
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે યુનાઇટેડ સ્ટેટમાં રહે છે અને પરિવાર સાથે લોકડાઉનનો આ તબક્કો એન્જોય કરી રહી છે. પ્રિયંકા પોતાના તરફથી આ ઘાતક વાયરસથી બચવા માટે પોતાના ચાહકોમાં જાગૃતિ ફેલાવવાનો બનતો પ્રયત્ન કરી રહી છે. એ સિવાય પ્રિયંકા પોતાના રોજિંદા જીવન અંગે પણ સોશિયલ મીડિયા પર કઈક ને કઈક શેર કરી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
સ્કાય ઇસ પિંકથી પ્રિયંકા ફરી બોલીવુડમાં પરત
કામ વિશે વાત કરીએ તો પ્રિયંકા ચોપરાની છેલ્લી ફિલ્મ સ્કાય ઇસ પિંક હતી.આ ફિલ્મમાં અભિનેત્રી એ પોતાના લગ્ન પછી બોલીવુડમાં પોતાનું કમબેક કર્યું હતું. ફિલ્મને દર્શકોએ પસંદ પણ કરી હતી. ફિલ્મમાં ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત શ્રોફ મુખ્ય રોલમાં હતા..
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ