પ્રેમની વાતું પ્રેમીઓ જાણે, વરરાજા અંદર 7 ફેરા ફરી રહ્યો હતો અને ગર્લફ્રેન્ડ બહારથી બૂમ પાડતી હતી- ‘બાબુ એસા મત કરો

ભારતીય લગ્નોમાં ગમે ત્યારે નાટક જોવા મળતા હોય છે, અને એ પણ એવા નાટક કે તમે જોતા જ રહી જાવ. જો કે, ક્યારે નાટક થાય અને કેવા નાટક થાય તે અંગે કોઈને ખબર નથી. સંબંધીઓ, મિત્રો ઘણીવાર જોવા મળે છે, પરંતુ કેટલીક વાર પૂર્વ ગર્લફ્રેન્ડ્સ અથવા એક્સ બોયફ્રેન્ડ પણ ચાલુ લગ્નમાં આવી જાય અને હોબાળો થઈ જાય છે. આવી જ રીતે એક યુવતી મેરેજ હોલની બહાર બાબુ-બાબુની બૂમો પાડતી જોવા મળી હતી અને ઢોંગ કરવાનું શરૂ કરી દીધું ત્યારે એક વિચિત્ર ઘટના સામે આવી છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક યુવતી ચીસો પાડતી જોઇ શકાય છે. જ્યારે છોકરો બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો ત્યારે તેણી તેના એક્સ બોયફ્રેન્ડને મેરેજ હોલની બહાર બોલાવી રહી છે. આ ઘટના મધ્યપ્રદેશના હોશંગાબાદની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

છોકરીએ તેના બોયફ્રેન્ડને તેની સાથે વાત કરવાની ભીખ માંગી, સાથે જ ઘણી વાર ફોન કર્યો. તેણે મેરેજ હોલમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેને બહારથી અટકાવી દેવામાં આવી. એક અહેવાલ મુજબ કાનપુરની રહેવાસી મહિલાએ દાવો કર્યો હતો કે તે છેલ્લા ત્રણ વર્ષથી છોકરા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. આ કપલ ભોપાલની એક ખાનગી કંપનીમાં નોકરી કરતું હતું.

યુતવીને હોલના ગેટની બહાર રોકી દેવામાં આવી હતી અને સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. જો કે ત્યાં સુધી પોલીસ ત્યાં સુધી પહોંચી ન હતી અને ત્યાં સુધી તે બૂમો પાડતી રહી. તે છોકરાને પણ મળી શકી નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નેટીઝ લોકોએ દિલ તૂટેલી યુવતી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ જો વાત કરીએ તો પાંચ દિવસ પહેલા એક લૂંટેરી દુલ્હનનો કેસ સામે આવ્યો હતો. સુરતમાં ફાઇનાન્સનો વ્યવસાય કરતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મહારાષ્ટ્રના અહમદનગરની મહિલાના ગાઢ પરિચયમાં આવેલા યુવકે કથિત વિધવા મહિલા સાથે લગ્ન કર્યા બાદ તેણે પોત પ્રકાશ્યું હતું.

આ ચોંકાવનારા કેસમાં મહિલા સોનાના દાગીના તથા રૂ. 3.50 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા બાદ દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકીઓ આપી લાખ્ખો રૂપિયાની માગણી કરી એક માસ અગાઉ તેના 15 જેટલા સાગરીત દેશોતર આવી યુવકને માર મારવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી હતી. ત્યારે લોકો એક સવાલ કરી રહ્યા છે કે ક્યાં આ લૂંટેરી દુલ્હન અને ક્યાં આ યુવતી કે જે હજુ પણ તેના બોયફ્રેન્ડને ચાહી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong