ભારે કરી, PPE કીટ પહેરીને ચોરે જ્વેલરી શોરૂમમાંથી આ રીતે કરી કરોડોની ચોરી, જોઇ લો VIDEO નહિં તો તમારી શોપમાંથી પણ જતું રહેશે બધું

દિલ્હીના કાલકાજી પોલીસ સ્ટેશનની હદમાં સ્થિત અંજલિ શોરૂમમાંથી ગત 19 તારીખે કરોડો રૂપિયાના ઘરેણાં ચોરીને લઈ ગયા હોવાનો બનાવ બનવા પામ્યો હતો. શોરૂમની બહાર બંદૂકધારી સુરક્ષાકર્મીઓ શોરૂમની બહાર સુરક્ષા કરતા જ રહી ગયા હતા અને ચોર એક ફ્લોર પરથી બધી જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા. ગુરુવારે બનાવના 24 કલાક બાદ પોલીસે આ ગુન્હો ડિટેકટ કરી લીધાનો દાવો કર્યો હતો અને પોલીસે શોરૂમમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા એક યુવકની ધરપકડ પણ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 25 કિલો સોના અને ડાયમંડની જ્વેલરી કબ્જે કરી હતી. આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને તે પીપીઈ કીટ પહેરીને શોરૂમમાં પ્રવેશ્યો હતો.

image soucre

કહેવાય છે કે ચોર છત દ્વારા ત્રણ માળના શોરૂમમાં ઘૂસ્યો હતો. કાલકાજી પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કરી પોલીસ તપાસ શરૂ થઈ હતી જે દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. દક્ષિણ પૂર્વ જિલ્લાના સિનિયર પોલીસ અધિકારી પણ આખો દિવસ કાલકાજી પોલીસ મથકમાં હાજર રહ્યા હતા.

જિલ્લા ડીસીપી આરપી મીણાએ જણાવ્યું હતું કે ફરિયાદી જ્વેલર તથા તેના મેનેજરે બુધવાર મોડી રાત્રી સુધી એ નહોતું જણાવ્યું કે કેટલા રૂપિયાની ચોરી થઈ હતી. સ્થાનીય દુકાનદારોના કહેવા મુજબ ચોર કેટલાય કરોડ રૂપિયાની જ્વેલરી ચોરીને ફરાર થયો હતો.

દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કાલકાજીના એચ બ્લોકમાં દેશબંધુ કોલેજ પાસે મેઈન રોડ પર અંજલિ શોરૂમ સ્થિત છે. આ શોરૂમ ત્રણ માળનો છે અને શોરૂમની બહાર નિયમિત રીતે ચારથી પાંચ બંદૂકધારી સુરક્ષાકર્મીઓ હોય છે.

એટલું જ નહીં પણ શોરૂમ પાછળ ગલીમાં પણ સુરક્ષગાર્ડ તૈનાત રહે છે. બુધવારે સવારે લગભગ 11 વાગ્યે શોરૂમ ખુલ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ. શોરૂમના મેનેજરે આ બનાવની જાણ કાલકાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંદીપ ઘઈને ફોન દ્વારા કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ચોર છતના રસ્તે શોરૂમમાં ઘૂસ્યો હતો ને ટીનશેડ તથા બારીને કાપીને ત્યાંથી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા અને ત્યાંથી સોના તથા ડાયમંડની જ્વેલરી ચોરીને નાસી ગયા હતા.

image soucre

ચોર ચોરી કરીને છતના રસ્તે જ બહાર નીકળ્યા હતા. જ્યારે શોરૂમની બહાર સુરક્ષાકર્મીઓ પણ હતા પરંતુ તેમને ચોરીનો કોઈ અંદેશો જ અનુભવાયો અને તેઓ આ બાબતે સવાર સુધી અજાણ્યા જ રહ્યા. જિલ્લા ડીસીપી આરપી મીણાના કહેવા મુજબ ફરિયાદી જ્વેલર વિધિવત ફરિયાદ આપશે ત્યારબાદ જ નક્કી થશે કે શોરૂમમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે. જ્વેલરી શોરૂમમાં ચોરીના બનાવ બાદ આસપાસના વિસ્તારોમાં સોપો પડી ગયો હતો.

PPE કીટ પહેરેલા ચોર સીસીટીવીમાં નજરે પડ્યા

image soucre

જ્વેલરી શોરૂમમાં ચોરી કરવા માટે ઘુસેલ ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પરંતુ ચોરોએ PPE કીટ પહેરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ એક અથવા બે ચોર નકાબ પહેરેલા હોય તેવું સીસીટીવીમાં દેખાય છે. પોલીસે શોરૂમના અંદર અને બહારના સીસીટીવી ફુટેજને કબ્જે લીધી હતી એ સિવાય પોલીસને ઘટના સ્થળેથી અમુક ફિંગરપ્રિન્ટ પણ મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના વ્યક્તિનો છે શોરૂમ

દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ અંજલિ શોરૂમ પશ્ચિમ બંગાળના એક જ્વેલરનો શોરૂમ છે. તે ક્યારેક ક્યારેક આ શોરૂમમાં આવે છે. જ્યારે શોરૂમનું સંચાલન એક મેનેજર સંભાળે છે.

ચોથા બિલ્ડીંગની સીડીઓ બહારની બાજુએ છે

image soucre

શોરૂમની બિલ્ડીંગથી લગોલગ ચોથી બિલ્ડીંગની સીડીઓ બહારની બાજુએ બનેલી છે. સીડીએ ચડવાનો રસ્તો પણ હમેશા ખુલ્લો જ રહે છે. એટલે એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોર આ સીડીઓ પરથી થઈને જ શોરૂમની છત સુધી પહોંચ્યા હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ