પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવાથી પૈસા થશે ડબલ, જાણો આ સ્કીમ વિશે A TO Z માહિતી

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ગ્લોબલ ઇકોનોમી (Global Economy) ડામાડોળ ચાલી રહી છે. એવામાં રોકાણકારો ઓછા જોખમ (Low Risk) ધરાવતા રોકાણના વિકલ્પોમાં પણ પૈસા રોકાણ કરતા અચકાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં જે વાતાવરણ છે તેમાં મોટાભાગના લોકો એવા માધ્યમોમાં રોકાણ કરવા ઈચ્છે છે જેમાં જોખમ ઓછું હોય અને નફો પણ સારો મળી જાય.

image source

જો આપ પણ આ જ ઇચ્છતા હોવ તો પોસ્ટ ઓફિસની સ્કીમ (Post Office Scheme) આપના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાના રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ માનવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં કેટલીક એવી સ્કીમ છે જેમાં કોઈ જોખમ વગર રકમ બે ગણી (Money Double) થઈ જાય છે.

image source

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના (Kisan Vikas Patr Scheme) આવી જ એક સ્કીમ છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ છે. આ ભારત સરકાર (Bharat Government) તરફથી લાગુ કરવામાં આવેલ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (One Time Investment Scheme) છે એટલે કે, આપ આ સ્કીમમાં દર મહિને, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે પછી વાર્ષિક રોકાણ નથી કરી શકતા.

image source

આ સ્કીમ દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકો (Banks) માં ઉપલબ્ધમાં છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને મેચ્યોરિટી પિરિયડ (Maturity Period) બાદ રોકાણ કરવામાં આવેલ રકમ બે ગણી પરત મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ઓછામાં ઓછા ૧ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમજ રોકાણ કરવાની રકમની કોઈ અધિકત્તમ મર્યાદા છે નહીં. આ સ્કીમ ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે. એમાં રોકાણ કરીને તેઓ લાંબાગાળાના આધારે પોતાના પૈસા બચાવી શકે છે.

કેવીપી સ્કીમની અવેજમાં ઓછા વ્યાજ દરે લઈ શકો છો લોન.

image source

પોસ્ટ ઓફિસની અધિકારિક વેબસાઈટમાં જણાવ્યા મુજબ, આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ ૧૨૪ મહિના એટલે કે, ૧૦ વર્ષ અને ૪ મહિના છે. બીજા શબ્દોમાં સમજીએ તો કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવાથી ૧૨૪ મહિનામાં આપના દ્વારા રોકાણ કરવામાં આવેલ રકમ બે ગણી થઈ જાય છે.

image source

જો આપ લૉન લેવાની ઈચ્છા ધરાવો છો તો ઘણી સરળ શરતોની સાથે આપને આ યોજનાની અવેજમાં લૉન (Loan Against KVPS) પણ મળી જાય છે. આ સાથે એમાં વ્યાજ પણ ઓછું (Low Interest Rate) લાગે છે. સરળ શબ્દોમાં સમજીએ તો જો આપ આર્થિક રીતે મુશ્કેલીમાં છો અને આપે આ સ્કીમમાં કર્યું છે તો આપને સરળતાથી લૉન મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ