જીવનમાં સફળતા મેળવવી હોય તો આ વસ્તુ પર કરો નિયંત્રણ

મિત્રો, આજના પ્રવર્તમાન યુગમા દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે અને પોતાના કાર્યક્ષેત્રમા સફળતા મેળવવા ઈચ્છે છે પરંતુ, દરેક વ્યક્તિના મનમા એક પ્રશ્ન અવશ્ય રહે છે કે, આ સફળતા મેળવવી કઈ રીતે? પોતાના જીવનને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે લોકો અનેકવિધ પ્રકારના પ્રયાસો કરતા હોય છે પરંતુ, કોઈ કારણોસર તેઓ સફળતા મેળવી શકતા નથી.

image source

ઘણીવાર સફળતા ના મળવા માટે લોકો પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે તો ઘણીવાર આ પરિણામને ભગવાનની ઈચ્છા માનીને પોતાનુ જીવન જીવવા લાગે છે પરંતુ, આજે અમે તમને શાસ્ત્રોમા સફળતા માટે દર્શાવવામા આવેલી અમુક વિશેષ બાબતોથી માહિતગાર કરશું, તો ચાલો જાણીએ.

image source

દરેક વ્યક્તિ ઇન્દ્રિયજન્ય હોય છે. ફક્ત જ્ઞાનેન્દ્રિયો પર જ તેમનુ નિયંત્રણ હોય છે. એવામા શું જોવુ? સાંભળવું? ખાવુ? સ્પર્શ ને નિયંત્રિત કરી શકો? જો તમે દરેક ક્ષેત્રમાં સફળ વ્યક્તિને જોશો તો તમને ખ્યાલ પડશે કે, તેમણે પોતાની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી છે. જેમકે, કોઈ ગાયક કલાકાર હોય તો તે પોતાની ખાણીપીણી અંગે વિશેષ સાવચેતી રાખે છે. જો તે ગમે તે ખાઈ લે છે તો તે યોગ્ય રીતે ગઈ શકતા નથી.

image source

આ રીતે તમારી દ્રષ્ટિની જ્ઞાનેન્દ્રિય પર નિયંત્રણ તમારા મનને નિયંત્રણમા રાખવા માટેની કળા શીખવે છે. કોઈપણ ચિત્ર-વિચિત્ર વસ્તુને જોવાનુ ટાળવુ અને તમારા વિચારોને નકામા બાહ્ય પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ કરો. સારા વિચારકો પોતાની વિચારધારાને આ પ્રકારના દુષિત વિચારોથી હમેંશા દૂર રાખે છે જેથી, આ વિચારો તેમના પર હાવી ના થાય. આવી જ રીતે જુદા-જુદા લોકો જુદા-જુદા પ્રયાસો દ્વારા પોતાની આ ઇન્દ્રિયને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

image source

આપણા જીવનમા સ્પર્શ જ્ઞાનેન્દ્રિયનુ વિશેષ મહત્વ છે. કામેન્દ્રીય પણ આ ઇન્દ્રિયની અંતર્ગત જ આવે છે. સ્પર્શથી આપણે કોઈપણ વ્યક્તિની લાગણીઓને શ્રેષ્ઠ રીતે સમજી શકીએ છીએ. આપણને જે વસ્તુ અંગે યોગ્ય માહિતી ના હોય તેવી અજાણી વસ્તુઓને સ્પર્શ કરવાનુ ટાળવુ જોઈએ. હાલ, કોરોના સમયકાળમા સ્પર્શની જ્ઞાનેન્દ્રિય પર વધુને વધુ નિયંત્રણ અત્યંત આવશ્યક બની ગયુ છે.

image source

જ્ઞાન પંચેન્દ્રિય ઘ્રાણ શક્તિ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. એક સ્નીફર કૂતરો પોતાની ધ્રાણ શકતી દ્વારા જે-તે સંબંધિત પદાર્થ અને તેની વ્યક્તિને શોધે છે. આજના વાયુ પ્રદૂષણમાં આપણી ધ્રાણ શક્તિ વધુને વધુ તેજીથી પ્રભાવિત થઈ રહી છે. તે આપણને વસ્તુઓનો સ્વાદ લેવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. તમે એક કહેવત તો સાંભળી જ હશે કે, “ખાના નાક સે ખાય જાતા હે.” તો જો તમે પણ સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો આ ટીપ્સ અવશ્ય અજમાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ