પોસ્ટ ઓફીસની આ માલામાલ સ્કીમનો તમે પણ લો લાભ, કરો 1 લાખનું રોકાણ અને મેળવો સીધા આટલા લાખ, જાણો વધુમાં

મિત્રો, પોસ્ટ ઓફિસ તરફથી હાલ તાજેતરમા એક ખુબજ આકર્ષક સ્કીમ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા તમે અમુક સમયગાળાની અંદર જ તમારા પૈસા ડબલ કરી શકો છો. આ સ્કીમમા રિસ્કનો ભાગ ઓછો હોવાની સાથે-સાથે તમે પૈસાની પણ સારી એવી બચત કરી શકો છો.

image source

તમને જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસ તરફથી ગ્રાહકો માટે રોજબરોજ ઘણી નવી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમમા પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર પણ એક સારી એવી સ્કીમ છે. આ સ્કીમ હેઠશ તમે તમારા પૈસાને ૧૨૪ મહિનાઓમા બે ગણા કરી શકો છો.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. આ સ્કીમ હેઠળ એક નિશ્ચિત સમય મર્યાદાની અંદર તમારા પૈસા બે ગણા થઈ જશે. તમે તેને દેશના કોઈપણ પોસ્ટ ઓફિસ અને સરકારી બેન્કોમાંથી લઈ શકો છો.

image source

કે.વી.પી. માટે નાણાકીય વર્ષ ૨૦૨૧ ના પહેલા ત્રણ મહિનામા વ્યાજનો દર ૬.૯ ટકા નિશ્ચિત કરવામાં આવ્યું છે. જ્યાં તમારા રોકાણ કરેલા નાણા ૧૨૪ મહિનાની અંદર ડબલ થઈ જશે. જો તમે એક લાખ રૂપિયાનુ રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી સમયે બે લાખ રૂપિયા મળશે.

image source

આ સ્કીમ હેઠળ તમારે કમ સે કમ હજાર રૂપિયા રોકાણ કરવુ પડે છે. અહી રોકાણ માટે કોઈ મર્યાદા નથી. આ રોકાણની સ્લીપ તમને એક સર્ટિફિકેટની રીતે આપવામાં આવે છે. જેમાં ૧૦૦૦, ૨૦૦૦, ૫૦૦૦, ૧૦,૦૦૦ અને ૫૦,૦૦૦ રૂપિયા સુધીના સર્ટિફિકેટ આપવામાં આવે છે.

image source

આ સ્કીમ અંતર્ગત કોઈપણ વ્યક્તિ ખાતુ ખોલાવી શકે છે. વધુમા વધુ ત્રણ વયસ્ક લોકો મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ કિસાન વિકાસ પત્ર સ્કીમ માટે તમારે એકવાર પોસ્ટ ઓફિસની મુલાકાતે જવું પડે છે. અરજી કરનાર વ્યક્તિ પાસે ઓળખપત્ર જેમકે, આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ હોવા અત્યંત આવશ્યક છે. આ સ્કીમ અંતર્ગત સિંગલ અને જોઈન્ટિ બંને પ્રકારના ખાતા ખોલાવી શકો છો.

image source

આમ, જો તમે પણ તમારા નાણાને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા ઈચ્છતા હોવ તો આજે જ પોસ્ટઓફિસની મુલાકાત લઈને આ યોજના વિશે વધુમા વધુ માહિતી મેળવો અને તેમા પોતાના નાણાનુ રોકાણ કરીને યોગ્ય વળતર મેળવો. આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong