રડી પડાય એવો વીડિયો વાયરલ, ભીખ માંગતી બાળકીએ જણાવી પોતાની મજબુરી, એવા ધારદાર શબ્દો કહ્યાં કે-….

ગરીબી એ માણસની સૌથી મોટી નબળાઇ છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે ક્યારેય મહેનત કરવાનું કોઈ ચૂકતું નથી. કેટલીકવાર આવી મજબૂરી પણ આવે છે, જ્યારે ગરીબ પરિવારના કેટલાક સભ્યોને ભીખ માંગવાની ફરજ પડે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે, જ્યારે એક ગરીબ બાળકીએ કેમેરાની સામે પોતાની લાચારી જણાવી હતી. તેના શબ્દો સાંભળ્યા પછી કોઈની પણ આંખમાં આંસુ આવી જશે એ વાતની પાક્કી ગેરંટી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી કેવી રીતે ભીખ માંગવાની મજબૂરી જણાવી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે પૈસા કેમ માગો છો, ત્યારે તેણે ખૂબ નિર્દોષતાથી કહ્યું કે ભાઈ અમારી પણ મજબૂરી હશે. માગવું અમારા લોકોની મજબૂરી છે. જ્યારે કોઈ એવું કહે છે કે અમારી અંદર કોઈ ફિલિંગ નથી હોતી. કોઈ એવું કહે છે કે ભાગી જાઓ નહીં તો ચપ્પલ ઉતારીને મારીશ.

બાળકીએ આગળ કહ્યું, ‘જો કોઈ તમને આવું કહેશે તો તમને ખરાબ નહીં લાગે? તમે રડશો નહીં? ક્યારેક મને ગુસ્સો પણ આવે છે. પરંતુ શું કરવું, હું ભગવાન તો નથી કે સારું કરી લઉં. ભગવાન બધું જુએ છે. એવું કહેવામાં આવે છે કે તમે મૃત્યુથી ગમે તેટલા ભાગો પરંતુ મૃત્યુ આવે જ છે. તેથી અમને ક્યારેય મૃત્યુથી ડર નથી લાગતો. આ વીડિયોને સ્ટ્રોલર પ્રયાગરાજે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને હજારો લોકો તેને પસંદ કરી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, ‘આ નાનકડા દેવદૂતએ જે વ્યક્ત કર્યું છે, તેમાં સમજાવ્યું કે માનવતાનો અંત આવી રહ્યો છે.’

જો કે આ પહેલા એક શખ્સની સરક કહાની વાયરલ થઈ હતી કે ભીખ માંગવાવાળા 90 બાળકોને એકલો ભણાવતો જવાન ખુબ ચર્ચામાં આવ્યો હતો. કહેવાય છે કે શિક્ષણ દરેક માટે જરૂરી છે, પણ ગરીબીને કારણે ઘણા બાળકો તેનાથી વંચિત રહી જાય છે.

પણ દેશમાં ઘણા બધા એવા સમાજ સેવક પણ છે, જે ગરીબ બાળકોના શિક્ષણ માટે પોતે પ્રયત્ન કરે છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં એક રેલવે પોલીસ (GRP) કોન્સ્ટેબલ પોતાના દમ પર બાળકો માટે સ્કૂલ ચલાવી રહ્યા છે. તેમનું નામ છે રોહિત કુમાર યાદવ જે ગરીબ બાળકોને મફત ભણાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong