પોર્સની ગંદકી બગાડી દે છે તમારો ચહેરો, માત્ર 15 મિનિટમાં આ રીતે દૂર કરીને મેળવો ચહેરા પર મસ્ત ગ્લો

મિત્રો, ચહેરા પરની ગંદકી દૂર કરવા માટે તેની સાફ-સફાઈ કરવી અત્યંત આવશ્યક છે અને ચહેરાને સાફ અને સ્વચ્છ રાખવા માટે સ્કીન પર રહેલા છિદ્રની યોગ્ય રીતે સાફ-સફાઈ હોવી અત્યંત આવશ્યક છે. આ છિદ્રની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવા માટે ફેસ સ્ટીમનો ઉપયોગ કરવો એ સૌથી શ્રેષ્ઠ માનવામા આવે છે. દરેક બ્યૂટી પાર્લરમા આ વસ્તુને એક આવશ્યક ટુલની જેમ વાપરવામાં આવે છે.

image source

આ ટુલની સહાયતાથી તમે તમારી ત્વચાને ચમકદાર બનાવવામા અને હેલ્થી ગ્લો મેળવવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેના નિયમીત ઉપયોગથી તમારા ચહેરા પરના કાળા દાગ-ધબ્બા તુરંત દૂર થાય છે અને ખીલની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. આ સિવાય તેનો ઉપયોગ કરવા માટે પણ ફક્ત પાણીની આવશ્યકતા પડશે.

image soucre

આ વસ્તુ તમારા માટે ખુબ જ સુવિધાજનક છે. તે તમારા ચહેરાને કોઈપણ પ્રકારનુ નુકસાન પહોંચાડ્યા વિના સુંદર બનાવે છે. જો તમે તેને ખરીદવા અંગે વિચારી રહ્યા હોવ તો ચાલો તેના લાભ અંગે એક વખત જોઈ લઈએ. આ એક વસ્તુ તમારા છિદ્રને ખોલવા અને તમારી ત્વચામા હાજર બધા જ પ્રકારની ગંદકીને જડોથી કાઢવામા સહાયરૂપ સાબિત થશે.

image soucre

જેનો અર્થ એ થાય છે કે, જે ખીલ કરનારા બધા જ બેક્ટેરિયા તમારી ત્વચામાંથી બહાર નીકળી જશે અને બ્લેકહેડ્સ સપાટી પર આવી જશે. જેથી, તેને બહાર કાઢવામા ખુબ જ સરળતા રહેશે. તે ફસાયેલા સીબમને રીલિઝ કરે છે, જેનાથી બ્રેકઆઉટની સમસ્યા પણ થઈ શકે છે.

image soucre

ચહેરાને સ્ટીમ આપવાથી રક્તના પરીભ્રમણમા સુધારો થવામા ખુબ જ સહાયતા મળી રહે છે, જેનાથી તમારી ત્વચાની કોશિકાઓ સુધી ઓક્સીજન સરળતાથી પહોંચે છે અને તેનાથી ત્વચામા ચમક પણ આવે છે. આ વસ્તુ કોલેજન ઉત્પાદનને વધારામા મદદ કરે છે અને ત્વચામા ચમક પણ આવે છે. આ ઉપરાંત તેના નિયમિત પ્રયોગથી તમારા ચહેરા પરની કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે.

image source

આ ટુલ એ ફક્ત તમારી સ્કીનકેરની જરૂરીયાતનો ખ્યાલ રાખશે. તેમની કેટલીક મિનિટો સુધી નીકળનારી સ્ટીમથી તમારે શ્વાસ લેવાનો રહેશે. પહેલાના સમયમા જે સ્ટીમર ઉપયોગમા લેવામા આવતા હતા, તે સાઈઝમા ખુબ જ મોટા રહેતા હતા પરંતુ, હવે વેચાણ થનારા મોર્ડન-ડે ફેશિયલ સ્ટીમર પહેલાની સરખામણીએ વધારે કોમ્પેક્ટ અને સસ્તા આવે છે.

image source

પ્રવર્તમાન સમયના સ્ટીમરમા પાણીને ગરમ કરવાની ક્ષમતા પહેલા કરતા ખુબ જ વધારે છે. તમને તે ઓનલાઈન અલગ-અલગ કંપનીના આકારમા મળી રહેશે. આ સ્ટીમરને ફક્ત ૧૫ મિનિટ કે તેનાથી પણ ઓછા સમય માટે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અઠવાડિયામાં એક અથવા બે વાર પોતાના ચહેરા પર સ્ટીમ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત