PMAYની સ્કીમનો લાભ લેવા કરી લો આટલું કામ

વર્ષ 2020ને પૂરા થવાનો અંદાજ છે તો તમારા આ કામને માટે થોડા જ દિવસો બાકી છે. નવું વર્ષ 2021 આવનારું છે. કોરોના સંકટ ટળ્યું નથી તો પણ વેક્સીનની લોકો રાહ જોઈ રહ્યા છે. કોરોનાની માર સહન કરનારા દેશમાં લોકો સર્વેના આધારે 25000 રૂપિયાથી ઓછા કમાનારા 56.8 ટકા લોકોની પાસે પોતાનું મકાન નથી. જો તમે પણ હજુ સુધી પોતાનું મકાન કરી શક્યા નથી તો તમારા માટે બેંક હવે સસ્તી લોન આપી રહી છે અને આ સાથે મોદી સરકારની પીએમ આવાસ યોજના પણ તમારા સપનાને પૂરા કરી શકે છે. તો જાણો કઈ રીતે આ સ્કીમનો લાભ લઈ શકશો.

image source

પીએમ આવાસ યોજના ગ્રામીણ યોજનાના આધારે અરજી કરવા માટે સરકારે મોબાઈલ બેસ્ડ આવાસ એપ બનાવી છે. તેને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ પછી પોતાના મોબાઈલ નંબરની મદદથી તેમાં લોગ ઈન કરો. આ પછી આ એપ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી મોકલશે. તેની મદદથઈ લોગ ઈન કરીને જરૂરી જાણકારી પૂછાય તે ભરો.

અહીં પીએમએવાઈ-જીના આધારે ઘર મેળવવા માટે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓને પસંદ કરે છે. તેના આધારે લાભાર્થીઓની એક ફાઈનલ લિસ્ટ તૈયાર કરાય છે. જે પીએમએવાઈ-જીની વેબસાઈટ પર શએર કરવામાં આવે છે. તેની પર તમે તમારું નામ ચેક કરી શકો છો. હાલમાં એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે મહિને 25000 રૂપિયા કમાનારા 56.8 ટકા લોકો પાસે તેમનું પોતાનું મકાન નથી.

અરજી કર્યા બાદ આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ

image source

જો તમે પોતાનું ઘર કરવા ઈચ્છો છો તો રૂપિયાની તકલીફનો સામનો કરી રહ્યા હોવ તે શક્ય છે. તમે પીએમ આવાસ યોજનાની મદદ લઈ શકો છો. આજે જ તમારા સપનાનું ઘર બનાવવા માટે પીએમ આવાસ યોજના ગ્રામીણમાં હોમ લોનના માટે અરજી કરો અને સાથે પીએમએવાઈ ગ્રામીણના લાભાર્થીના લિસ્ટમાં તમારું નામ ચેક કરો. આ સાથે તમારે આ કામ માટે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમે ઓનલાઈન જ તમારું નામ ચેક કરી શકો છો. તો જાણી લો આ માટેના સિમ્પલ સ્ટેપ્સ.

image source

સૌ પહેલાં તો તમારે પીએમએવાઈની વેબસાઈટ પર જવાનું રહેશે. આ માટે તમારે http://pmaymis.gov.in/ પર ક્લિક કરવાનું રહે છે. આ પહેલાં તમારે પીએમએવાઈની સાઈટ પર જ ઉપર ટેબમાં સર્ચ બેનિફિશ્યરી ટેબ પર માઉસ લઈ જાઓ. અહીં નામથી લાભાર્થી શોધવાનુ ઓપ્શન મળશે. તેની પર ક્લિક કરો. આ પછી એક અન્ય પેજ ખુલે. તેમાં તમારું નામ લખો. આ પછી તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારા નામને દરેક લોકોના લિસ્ટમાંથી શોધો. અગીં તમે તમારા નામ પર ક્લિક કરીને તમામ જાણકારી મેળવી શકો છો.

પીએમએવાઈ-જીના લાભ

image source

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં તમે 6 લાખ રૂપિયાની લોન 6 ટકાના વ્યાજે લઈ શકો છો. ઘર બનાવવા માટે તેનાથી વધારે રૂપિયા જોઈએ તો તમે વધારે રકમ પર સામાન્ય વ્યાજથી લોન લઈ શકો છો. તમે હોમ લોનની રકમ અને વ્યાજના આધારે માસિક હપ્તાની ગણતરી કરી શકો છો. જો તમે સબ્સિડી રકમ કેલક્યુલેટર પેજ પર જવા ઈચ્છો છો તો તમે આ લિંક પર ક્લિક કરો. http://nhb.org,in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-schemes/ews-lig-new-loan-sanctioned-on-or-after-01-01-2017/ પર ક્લિકલકરો. અહીં તમને લોનની રકમ, લોનનો સમય, વ્યાજનો દર વગેરે નાંખવાથી સબ્સિડીની રકમની જાણકારી મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ