સમયાંતરે બદલતા રહો તમારા બેડ અને અલમારી ની જગ્યા, થશે ધન મા વધારો, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

મિત્રો, ગતિશીલતા એ વિકાસ ની ચાવી છે. જો કોઈ વ્યક્તિ કે વસ્તુ એક જગ્યાએ સ્થિર થઇ જાય છે તો તેનો વિકાસ અટકી જાય છે. વાસ્તુશાસ્ત્રમા પણ સ્થિરતા ને સારી માનવામા આવતી નથી. શાસ્ત્રો મુજબ આપણે સમય-સમય પર જમણી અને ડાબી બાજુએ અથવા તો આગળ-પાછળ ફેરવતા રહેવુ જોઈએ કારણકે, ઘરમા ખુબ જ લાંબા સમય માટે એક જ જગ્યાએ રાખેલી વસ્તુઓ આપણા માટે અશુભ સાબિત થઇ શકે છે, તે આપણા ઘરમા નકારાત્મક ઉર્જા લાવે છે અને આપણુ જીવન દુ:ખ અને સમસ્યાઓથી ભરી દે છે.

image source

ઘરમા જો કોઈ વસ્તુ વધારે લાંબા સમય માટે એક જ જગ્યાએ રહેતી હોય તો તે છે બેડ. મકાનમા પાથરવામા આવેલો પલંગ એક જ જગ્યાએ કેટલા મહિનાઓ સુધી પડેલો રહે છે અને વાસ્તુ મુજબ તે અશુભ ગણાય છે. તેના કારણે ઘરમા પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થઇ શકે છે.

image source

એક જ જગ્યાએ બેડ પડ્યો રહેલો હોવાથી તેની નીચેથી યોગ્ય સાફ-સફાઈ થતી નથી અને પરિણામે ઘરમા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ નકારાત્મક ઉર્જા ઘરના સદસ્યો વચ્ચે મતભેદ કરાવે છે અને ઘરના વાતાવરણ ને અશાંત બનાવે છે. માટે આવુ કઈ ના બને તે માટે અમુક સમયના અંતરે ઘરના બેડ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો અને તેની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવાની આદત કેળવવી.

image source

આ ઉપરાંત બેડ ની અંદર પડી રહેલી ચીજવસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ગંભીર અસર કરે છે. શક્ય બને તો તમારા પલંગ ની અંદર લોખંડ અથવા સ્ટીલ ની કોઈપણ વસ્તુઓ રાખશો નહીં. તેના કારણે તમને પીઠ નો દુ:ખાવો , કરોડરજ્જુ ની સમસ્યા અને અનિંદ્રા વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

image source

આ સિવાય ઘરની અન્ય ભારે ચીજવસ્તુઓ જેમકે, તિજોરી અને અલમારી ને પણ અમુક સમયના અંતરે તેણી જગ્યાએથી ખસેડીને બીજી તરફ રાખવી જોઈએ. અલમારીમા આપણે કપડાની સાથે ઘરની અન્ય વસ્તુઓ જેમકે, સોના-ચાંદી ના આભૂષણ , જમીન કે મકાનના કાગળો વગેરે રાખતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે, લક્ષ્મી ચંચળ છે.

image source

જો તમે વધુ ને વધુ ધન મેળવવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારે તમારી લમારી બે માસના સમયકાળ ની અંદર એકથી બે ઇંચ જેટલી ખસેડવી જોઈએ. આ હલચલ તમારા ઘર પર ધન ની વર્ષા કરાવી શકે છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય ને માટે વરસતી રહેશે.

image source

રેફ્રિજરેટર , અનાજ ની ટાંકી અને સોફા પણ એક સમય પછી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનુ શરૂ કરે છે. અમુકવાર સોફા એટલા ભારે હોય છે કે, જગ્યા ના અભાવના કારણે ખસેડી શકાતા નથી. આ સ્થિતિમા સ્વચ્છતા ની યોગ્ય વ્યવસ્થા રાખો અને જો શક્ય હોય તો તેમા પ્રકાશ ની યોગ્ય વ્યવસ્થા કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ