ફોન થઇ ગયો છે ચોરી અને અગત્યનો ડેટા કરવો છે ડિલીટ? તો અપનાવો આ જોરદાર ટ્રિક

આજકાલ આપણા જીવનનો સૌથી કિંમતી અને જરૂરી સામાન એટલે આપણો સ્માર્ટફોન. ત્યારે જો થોડી વાર માટે પણ આપણો સ્માર્ટફોન ક્યાંક ગમ થઈ જાય તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ. તેના પાછળનું એક કારણ આપણા સ્માર્ટફોનમાં રહેલો ડેટા પણ છે. ક્યારેક કામના સ્થળોએથી નીકળવા સમયે કે કોઈ ભીડભાડ વાળી જગ્યાએ જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમારે તેમાં રહેલા ડેટા બાબતે ચિંતા કરવાની જરૂર નથી.

image source

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એવા અનેક ફીચર્સ હોય છે જેનાથી તમે તમારો ફોન લોકેટ કરી શકો છો. અને તેમાં રહેલા તમારા ડેટાને પણ ડીલીટ કરી શકો છો. ગુગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફાઇન્ડ માય ફોન ફીચર્સ આપે છે જેનાથી ચોરી થયેલા ફોનનો ડેટા પણ ડીલીટ કરી શકાય છે. આ ફીચર્સ દ્વારા તમે ખોવાયેલા ફોનને લોકેટ પણ કરી શકો છો. ઉપરાંત તમે ફોનને પીન, પાસકોડ કે પેટર્ન દ્વારા લોક પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તે ખોવાયેલા ફોનની સ્ક્રીનમાં એક મેસેજ પણ રાખી શકો છો જેથી જો કોઈ ઈમાનદાર માણસને તમારો ફોન મળ્યો હોય તો એ તમારો કોન્ટેકટ કરી શકે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે આ ફીચર્સ વિશે વધુ માહિતી મેળવીએ અને આપના સ્માર્ટફોનમાં એ ફીચર્સ ઈનેબલ કરવા શું કરવું જોઈએ તે પણ જાણીએ.

ખોવાઈ ગયેલા ફોનને આ રીતે શોધો

image source

જો તમારો સ્માર્ટફોન ખોવાઈ ગયો હોય અને તમે તે ફોનનું લોકેશન જાણવા માંગતા હોય કે તેને લોક અથવા તેમાં રહેલો તમારો ડેટા ડીલીટ કરવા માંગતા હોય તો આ મુજબના મુદ્દા જાણવા જરૂરી છે.

  • 1- સૌથી પહેલી વાત કે તમારો ચોરી થયેલ કે ખોવાયેલ ફોન સ્વીચ ઓન હોવો જોઈએ.
  • 2- તમારા જે તે ફોનમાં ગુગલ અકાઉન્ટ સાઈન ઇન હોવું જોઈએ.
  • 3- તે ફોનનો ડેટા અથવા વાઈફાઈ સાથે કનેક્ટ હોવો જોઈએ.
  • 4- તમારો ફોન ગૂગલ પ્લે પર દેખાવો અને તેનું લોકેશન સેટિંગ ઓન હોવું જરૂરી છે.
  • 5- તમારા ફોનમાં ફાઇન્ડ માય ડિવાઇસ સેટિંગમાં ઓન હોવું જરૂરી છે.

જો ઉપરોક્ત બાબતે તમારો ખોવાયેલો સ્માર્ટફોનમાં સેટિંગ કરેલ હોય તો નીચે દર્શાવેલ સ્ટેપ ફોલો કરી શકાય છે.

– ફોન શોધવા માટે સૌ પ્રથમ android.com/find પર જઈને તમારા ગુગલ અકાઉન્ટથી લોગીન કરો. (આ ગૂગલ અકાઉન્ટ તમારા ખોવાયેલા ફોનનું ગૂગલ અકાઉન્ટ જ હોવું જોઈએ.) સાઈન ઇન કર્યા બાદ તમને ફોનમાં ઉપર ડાબી બાજુએ તમારો ફોન દેખાશે જેમાં આખરે ક્યારે ફોન ઓનલાઇન થયો હતો અને હાલ કેટલી બેટરી છે તેના વિશેની માહિતી મળશે.

image soucre

– હવે તમને ગૂગલ મેપમાં તમારા ફોનની અનુમાનીત લોકેશન જાણવા મળશે. જો તમારા ફોનનું પ્રેઝન્ટ લોકેશન નથી મળી રહ્યું તો તેનું છેલ્લું લોકેશન તો ખબર પડી જ જશે.

– હવે તમે એ જગ્યાએ જાવ જ્યાં ફોનનું લોકેશન મળ્યું હોય અને અહીં જઈને પ્લે સાઉન્ડ વિકલ્પ પસંદ કરો જેનાથી ફોનમાં સાયલન્ટ હોવા છતાં 5 મિનિટ માટે રિંગ વાગશે.

image source

– જો તમારો ફોન કોઈ અજાણી જગ્યાએ લોકેટ થયો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. પોલીસ ફોનના IMEI કોડ દ્વારા ફોનને ટ્રેસ કરી શકે છે.

– ખોવાયેલા ફોનની સ્ક્રીનને જો તમે લોક કરવા ઈચ્છો તો સિક્યોર ડિવાઇસના વિકલ્પને સિલેક્ટ કરો. તેનાથી તમારો ફોન લોક થઈ જશે અને તમે ગુગલ અકાઉન્ટને સાઈન આઉટ પણ કરી શકો છો.

image soucre

– જો તમે ઈચ્છો તો તમે તમારા નંબર સાથે ખોવાયેલા ફોનની સ્ક્રીન પર એક મેસેજ પણ મૂકી શકો છો જેથી કોઈને ફોન મળે તો તે આપેલા નંબર દ્વારા તમારો સંપર્ક કરી શકે.

– એ ઉપરાંત જો તમે ઇચ્છો તો તમારા જે તે ખોવાયેલા ફોનમાં રહેલા ડેટાને ડીલીટ પણ કરો શકો છો. જો કે એ વાતનું ધ્યાન રાખવું કે એ ડેટા એક વખત ડીલીટ થયા બાદ ફરીથી મેળવી નહિ શકાય. ડેટા ડીલીટ થયા બાદ ફાઇન્ડ માય ડિવાઇસ પણ કામ નહીં કરે.

image soucre

– જો તમારો ખોવાયેલો ફોન ઓફલાઇન હોય તો તે ઓનલાઇન થયા બાદ જ જે તે ડેટા ડીલીટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ