ખોવાઇ ગયો છે તમારો સ્માર્ટફોન? તો મોડુ કર્યા વગર જલદી કરો આ સ્ટેપ્સ ફોલો

ગેજેટ ડેસ્ક: Android સ્માર્ટફોન ચોરાઇ જાય અથવા ખોવાઈ જાય છે ત્યારે લોકો ગભરાઇ જાય છે અને હવે શું કરવું તે વિચારવાનું શરૂ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે ગૂગલ, પોતાના Android વપરાશકર્તાઓ માટે એક સહેલો રસ્તો પૂરો પાડી રહી છે, જેના દ્વારા તમે તમારા ખોવાયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સરળતાથી શોધી શકો છો અને તેને લોક કરી શકો છો અને તેના સિવાય, તમારો ડેટા પણ ફરીથી મેળવી શકો છો.

image soucre

જો તમે તમારો Android ફોન શોધવા માંગતા હો, તેના માટે તમારો ફોન ઓન હોવો જોઈએ , તમારા Google એકાઉન્ટ સાથે સાઇન ઇન કરવું, મોબાઇલ ડેટા અથવા નેટવર્કથી કનેક્ટ કરવું આવશ્યક છે, તેમજ લોકેશન અને ફાઇન્ડ માય ડિવાઇસ સુવિધા ઓન રહેવી જરૂરી છે. જો તમારો ફોન ગુમ થઇ ગયા પહેલાં આ બધી વસ્તુઓ ઓન કરવામાં આવી હતી, તો પછી તમે કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા Android સ્માર્ટફોનને શોધી શકો છો.

1. ફોનને શોધવા માટે, સૌપ્રથમ https://www.google.com/android/find લિંક ઓપન કરો અને તમારા Google એકાઉન્ટથી સાઇન ઇન કરો.

image soucre

2. એકવાર તમે સાઇન ઇન થઈ ગયા પછી, તમારો ફોનના ડાબા ખૂણે ઉપરના ભાગમાં બતાવવાનું શરૂ કરશે. તેને પસંદ કર્યા પછી, તમારા ફોનની બેટરીની જાણકારી અને તે ક્યારે છેલ્લી વાર ક્યારે ઓનલાઇન થયો હતો તેના વિશે તમને બધી માહિતી મળી જશે .

image soucre

3. અહીં તમે તમારા ફોનને લોક કરી શકો છો અને તેનો ડેટા પણ રીમુવ કરી શકો છો. આની સાથે, ફોનનો તમામ ડેટા કાયમ માટે ડીલેટ કરી નાખવામાં આવશે અને કોઈ તમારા ફોન અને ડેટાથી રમી શકશે નહીં. વધુ માહિતી માટે, તમને

image source

4. આ સિવાય, ફોનનું લોકેશન તમને બતાવશે કે તમારો ફોન ક્યાં છે. જો તમને ફોન ન મળે, તો પછી તમને છેલ્લી લોકેશન બતાવશે.

5. તમે એ જગ્યાએ જઈને તમારા ફોન પર રિંગ કરી શકો છો. આ કર્યા પછી, તમારા ફોન પર નોન સ્ટોપ 5 મિનિટ સુધી રિંગ વાગશે.

image source

6. જો તમારા ફોનની લોકેશન કોઈ અજાણ્યા સ્થાને બતાવી રહ્યું છે, તો પછી એકલા ફોન શોધવાનો પ્રયાસ કરશો નહીં, આવી સ્થિતિમાં હંમેશા પોલીસની મદદ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ