શું તમારે પણ વારંવાર ફોન ચાર્જ કરવો પડે છે?તો તમે પણ અપનાવો આ ટીપ્સ અને મેળવો છૂટકારો

જો તમે પણ તમારા સ્માર્ટફોનની બેટરી લાઇફને લઈને ચિંતિત છો, તો જાણો કેવી રીતે વધારશો તમારી મોબાઇલ બેટરી લાઇફ. બેટરીને સુરક્ષિત રાખવાની કેટલીક સરળ રીતો તમને આ લેખ દ્વારા જણાવામાં આવી છે. આજકાલ બધા લોકો કલાકો સુધી ફોન પર વાત કરે છે.

image source

ખાસ કરીને કોરોનામાં લોકો એકબીજાને મળવામાં અસમર્થ હોય છે, તેથી તેઓ ફોન પર વાત કરીને જ લોકો એકબીજાને ઓળખતા હોય છે. વળી, ઓફિસમાં લોકો કામના સંદર્ભમાં કલાકો સુધી વાતો કરે છે. લોકો મનોરંજન માટે પણ ફોનનો ઉપયોગ કરે છે.

image source

તેથી જ સૌથી વધુ દબાણ તમારા ફોનની બેટરી પર છે. તે ક્યાંક તમારા ફોનની બેટરી લાઇફ પણ ઘટાડે છે. તેને લીધે તમારે તમારો ફોન વારંવાર ચાર્જ કરવો પડે છે. કેટલીક વાર કલાકો સુધી ચાર્જ થયા પછી પણ ફોનની બેટરી ખૂબ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. એવામાં અમે તમને ફોનની બેટરી લાઇફ વધારવા માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

ઓરીજનલ ચાર્જીંગ નો જ ઉપયોગ કરવો :

image source

જો તમે ફોનની બેટરીને ખરાબ થવાથી બચવા માંગો છો, અને તેને લાંબા સમય સુધી ચલાવવા માંગો છો, તો હંમેશા તમારા સ્માર્ટ ફોનને ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો. જો તમે બીજા અથવા સ્થાનિક ચાર્જર માંથી ફોન ચાર્જ કરો છો, તો તે તમારા ફોનની બેટરી પર પ્રતિકૂળ અસર કરે છે. સતત આમ કરવાથી તમારા ફોનની બેટરીને પણ નુકસાન થઈ શકે છે. તો ફોન સાથે જે ચાર્જર આવે છે તેનો ઉપયોગ કરવો.

ચાર્જ કરતા પહેલા ફોનમાંથી કવર દૂર કરો :

image source

આપણા ફોનને નુકસાન ન થાય તે માટે બધા કવરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કવર કરીને ફોન ચાર્જ કરવાથી ફોન ઝડપથી ગરમ થઈ જાય છે. કેટલીક વાર ચાર્જિંગ પિન યોગ્ય રીતે બંધ બેસતી ન હોય તો ફોન ચાર્જ કરી શકતા નથી. તેથી ફોનને એક સાથે ફૂલ ચાર્જ કરવાનો પ્રયાસ કરો. ચાર્જ કરતી વખતે કવર ને દૂર કરીને જ ચાર્જ કરવું જોઈએ.

જ્યારે ૨૦ ટકા બેટરી થવા પર આવે ત્યારે ફોનને તાત્કાલિક ચાર્જ કરો :

image source

કેટલીક વાર આપણે ફોન ચાર્જ કરવામાં બેદરકાર રહીએ છીએ. જ્યાં સુધી ફોન તેની જાત જ સીવચ ઓફ ન થાય ત્યાં સુધી આપણને ચાર્જ નથી કરી શકતા. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી ફોનની બેટરી પર ઘણી અસર પડે છે. જો તમે તમારા ફોનની બેટરીને સારી રાખવા માંગો છો, તો તમારે હંમેશા ફોનને ચાર્જિંગમાં મૂકવો જોઈએ.

જો તમારી પાસે વીસ ટકા બેટરી બાકી હોય ત્યારે ફોન ચાર્જ માં મૂકી દેવો જોઈએ. જ્યારે બેટરી સાવ લો થાય તે પહેલા ચાર્જ કરવાથી તમે તેમાં આડ અસરોને ટાળી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તમારી સાથે સારી પાવર બેંકનો ઉપયોગ પણ કરી શકો છે. જેથી જયારે જરૂર પડે ત્યારે તમે તરત જ ફોનને ચાર્જિંગમાં મૂકી શકો છો.

ઝડપી ચાર્જિંગ એપ્લિકેશનોનો ઉપયોગ ન કરો :

image source

કેટલીક વાર આપણે ફોનની બેટરી બચાવવા માટે આવી ફાસ્ટ ચાર્જિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ. જે ફોનમાં સતત ચાલતી રહે છે. આ તમને ઝડપથી ચાર્જ કરી શકે છે, પરંતુ બેટરી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જાય છે. આ થર્ડ પાર્ટી બેટરી સેવિંગ એપ્લિકેશન્સ બેટરી પર વધુ દબાણ લાવે છે.

આખી રાત ચાર્જિંગમાં ફોન ન મૂકો :

image source

કેટલીક વાર અમે રાત્રે સૂતી વખતે અમારો ફોન ચાર્જિંગમાં મૂકીએ છીએ અને ફોન આખી રાત ચાર્જ થઈ રહ્યો હોય છે. પરંતુ આ બિલકુલ ન થવું જોઈએ. આ તમારા સ્માર્ટફોનની બેટરીને અસર કરે છે, અને ફોનની બેટરીને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારા ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગમાં ન રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!