શું તમારા સ્માર્ટફોનની બેટરી જલદી પૂરી થઇ જાય છે? તો આજે જ અપનાવો આ જોરદાર ટ્રિક

સ્માર્ટ ફોનનો ઉપયોગ આજે દુનિયાના મોટા ભાગના લોકો કરે છે, ભારતમાં સ્માર્ટફોનની સંખ્યા કરોડોમાં છે. સ્માર્ટ ફોનની બેટરી લો થવી કે ખતમ થવી એટલે માનો કે આપણી જ બેટરી લો થઈ ગઈ. આજે આપણે સ્માર્ટ ફોન પર એટલી હદે નભી રહ્યા છીએ કે તેના વગર જીવી પણ નથી શકતાં. આપણા કોન્ટેક્ટ્સથી માંડીને આપણું એન્ટરટેઇનમેન્ટ, આપણું કામકાજ બધું જ આ ફોન્સ પર આધાર રાખે છે.

image source

આ ઉપરાંત હવે તો મોટા ભાગના આપણા આર્થિક વ્યવહારો પણ આ ફોનમાં જ સમાયેલા હોય છે. અને ફોનની બેટરી બંધ થવી એટલે ફોન બંધ થવો અને ફોન બંધ થવો એટલે જાણે તમારી તીજોરી લોક થઈ ગઈ હોય તેવું લાગે છે. માટે જ તેની બેટરી લો ન થાય અને તે સાવ પુરી ન થઈ જાય તેનું આપણે સતત ધ્યાન રાખતા હોઈ છીએ અને હંમેશા તેને ચાર્જ કરી રાખીએ છીએ. પણ સ્માર્ટફોન નવો હોય ત્યારે તેની બેટરી લાઇફ લાંબી હોય છે પણ જેમ જેમ તે જૂનો થતો જાય તેમ તેમ તેની બેટરીને લગતી સમસ્યાઓ ઉભી થવા લાગે છે અને તેની બેટરી લાઇફ ઓછી થઈ જાય છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

image source

ઘણીવાર ખોટી રીતે ફોનનો ઉપયોગ કરવાથી પણ તમારા ફોનની બેટરી ઓછી થઈ જતી હોય છે. આજે અમે તમને એ જણાવી રહ્યા છીએ કે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન રાખવાથી તમે તમારા ફોનની બેટરી લાઇફ વધારી શકો છો.

ફોનને ક્યારે ચાર્જ કરવો જોઈએ

image source

તમારા ફોનને વારંવાર ચાર્જ ન કરવો જોઈએ. હંમેશા લોકો આ ખાસ ભૂલ કરતાં જોવા મળ્યા છે. લોકો 40-50 ટકા બેટરી થઈ જાય એટલે તરત જ ફોન ચાર્જ કરવા મુકી દે છે જે જરા પણ યોગ્ય નથી. જ્યારે બેટરી 20 ટકા જેટલી બચી હોય ત્યારે તમારે ફોનને ચાર્જ કરવા મુકવો જોઈએ. તમારે એ પણ ધ્યાન રાખવું કે તમારે તમારા ફોનને ક્યારેય પણ 100 ટકા ચાર્જ ન કરવો. તેને તમારે હંમેશા 90 ટકા ચાર્જ કરવો, આમ કરવાથી બેટરી લાઇફ વધે છે.

બ્રાઇટનેસનું ખાસ ધ્યાન રાખવું

image source

દરેક ફોનમાં ઓટો બ્રાઇટનેસ મોડ આપવામા આવ્યો હોય છે. જે પ્રકાશના હિસાબે બ્રાઇટનેસ નક્કી કરે છે, તેવામાં બેટરી વધારે વપરાય છે. માટે તમારે ડિસ્પ્લેની બ્રાઇટનેસને હંમેશા તમારી અનુકુળતા પ્રમાણે સેટ કરવી જોઈએ. તેનાથી બેટરીના વપરાશની ઘણી બધી બચત થાય છે.

નકલી ચાર્જરનો ઉપયોગ ક્યારેય ન કરવો

image source

હંમેશા ફોનને તે જ ચાર્જરથી ચાર્જ કરવું જે ફોનની સાથે આવ્યું હોય. કોઈ બીજા ફોનના ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરવાથી તમારી બેટરી ખરાબ થઈ શકે છે. એટલુ જ નહીં નકલી ચાર્જરનો ઉપયોગ પણ જોખમી સાબિત થઈ શકે છે.

બ્લૂટૂથ, વાઇફાઈ અને જીપીએસનો યોગ્ય ઉપયોગ

image source

તમારા ફોનમાં બ્લૂટૂથ, વાઇફાઈ અને જીપીએસનો ઉપયોગ જો તમે રોજ કરતા હોવ તો તેને સતત ચાલુ ન રહેવા દેવું જોઈએ. જ્યારે તમને એવું લાગે કે તેનો ઉપયોગ નથી થવાનો તો તેને બંધ કરી દેવું. સામાન્ય રીતે લોકો તેને બંધ કરવાનું ભુલી જતા હોય છે. જેના કારણે બેટરીનો વપરાશ વધારે થાય છે.

વાઇબ્રેશન મોડ

image source

જે લોકો પોતાના મોબાઈલ ફોનને હંમેશા વાઇબ્રેશન પર રાખતા હોય છે તેમના ફોનની બેટરી જલદી પુરી થઈ જાય છે. એટલું જ નહીં તે બેટરીની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. જો ફોનને ટચ કરવાથી સમયે કે તેનું કોઈ બટન દબાવતી વખતે તે વાઇબ્રેટ થાય છે તો તેને પણ બંધ કરી દેવું જોઈએ. તેનાથી પણ તમારી બેટરી ખરાબ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ