અંતિમ સમયમાં દેશભક્તિના રંગમાં રંગાયા મસાલા કિંગ ધર્મપાલજી, જોઇ લો આ છેલ્લો વીડિયો તમે પણ

મસાલા રાજા ધર્મપાલજીનો છેલ્લો વિડીયો આવ્યો સામે, જે છેલ્લા સમયમાં પણ દેશ ભક્તિના રંગમાં રંગાયેલા હતા.

MDHના માંલિક અને મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમના મૃત્યુના ગણતરીના કેટલાક કલાક પછી તરત જ આ વીડિયો સામે આવ્યો હતો. જેમ કે વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ધર્મપાલજી પથારીમાં સુતા છે અને એમની આસપાસ ઉભેલા લોકો દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહાશય ધર્મપાલજી હે પ્રીત જહાં કી રીત સદા ગીત પર તાળીઓ પાડી રહ્યા છે. આ ગીતને ગાનાર વ્યક્તિનું નામ રાજેન્દ્રભાઇ છે અને આ વાયરલ વીડિયોમાં એમના મૃત્યુના ચાર કલાક પહેલાનો દાવો કરવામાં આવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે એમડીએચ ગ્રુપના માલિક મહાશય ધરમપાલ ગુલાટીનું ગઈકાલે એટલે કે 3 ડિસેમ્બરે સવારે 5:38ની આસપાસ નિધન થયું છે.98 વર્ષીય મહાશય ધરમપાલ ગુલાટી બીમારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી માતા ચાન્નાન હોસ્પિટલમાં દાખલ હતા. એમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો પણ કોરોનાથી એ સ્વસ્થ થઈ ચૂક્યા હતા પણ કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું છે.

image source

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ હતી. જેને તેમના પિતાએ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.

image source

ધર્મપાલ ગુલાટી એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) સેક્ટરમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ છે. એટલુ જ નહીં ગયા વર્ષ ગણતંત્ર દિવસના પ્રસંગે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

image source

ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.ધર્મપાલ ગુલાટી જાહેરાતની દુનિયામાં સૌથી ઉંમરલાયક સ્ટાર અને મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક છે. ક્યારેય ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવા મજૂબર આ વ્યક્તિ આજે 2000 કરોડ રૂપિયાના બિઝનેસ ગૃપનો માલિક હતો.

મસાલા કિંગ ધર્મપાલના નિધન પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક મહાશય ધર્મપાલજીના અવસાનથી મને દુખની અનુભૂતિ થઇ છે. નાના બિઝનેસથી શરૂઆત કરવા છતાં તેમણે વેપાર ક્ષેત્રમાં પોતાની એક ઓળખ બનાવી હતી. તે સામાજિક કાર્યોમાં પણ ઘણા સક્રિય હતાં અને અંતિમ સમય સુધી સક્રિય રહ્યાં હતા. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ