85 લોકોને લઈને જતુ સેનાનું વિમાન ક્રેશ, 40 લોકોને બચવાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ફિલિપાઇન્સમાં સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 85 લોકો સવાર હતા. ફિલિપાઇન્સના સૈન્યના વડાએ કહ્યું કે સી -130 વિમાન સૈનિકો લઇને જતુ હતું. આ વિમાન દેશના દક્ષિણ ભાગમાં ક્રેશ થયું હતું. અત્યાર સુધી 40 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. ચીફ ઓફ સ્ટાફ જનરલ સિરીલિટો સોબેજાનાએ જણાવ્યું હતું કે રવિવારે બચાવવામાં આવેલા લોકોને સુલુ પ્રાંતના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, તેમણે આ ઘટનામાં થયેલી જાનહાની અંગે માહિતી આપી નથી.

image source

સુલુ પ્રાંતના જોલો આઇલેન્ડમાં આ અકસ્માત થયો હતો. સૈન્ય વિમાન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે દરમિયાન તે ક્રેશ થયું હતું. હાલમાં વિમાનના બળી રહેલા કાટમાળમાંથી ઓછામાં ઓછા 40 લોકોને બચાવવામાં આવ્યા છે. સિરિલોટો સોબેજાનાએ જણાવ્યું કે ટીમ મદદ માટે સ્થળ પર પહોંચી ગઈ છે. અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે શક્ય તેટલા લોકોનો જીવ બચાવી શકાય. હજી સુધી, આ અકસ્માતમાં થયેલી જાનહાનિની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા નથી. મુસાફરીમાં મોટાભાગના લોકો તાજેતરમાં જ સૈન્ય તાલીમમાંથી સ્નાતક થયા હતા અને મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રમાં આતંકવાદ સામે લડતા સંયુક્ત ટાસ્ક ફોર્સના ભાગ રૂપે મુશ્કેલીગ્રસ્ત ટાપુમાં ગોઠવવામાં આવ્યા હતા.

રન-વે પર ઉતરવામાં નિષ્ફળ થયા પછી વિમાન ફરી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું

image soucre

એવું કહેવામાં આવ્યું છે કે આ વિમાન પાટીકલ પર્વતીય શહેર નજીક આવેલા ગામમાં ક્રેશ થયું હતું. અકસ્માતની તસ્વીરોમાં, જોઇ શકાય છે કે વિમાનમાંથી જ્વાળાઓ બહાર આવી રહી છે. સિરીલિટો સોબેજાનાએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિમાન રનવે પર લેન્ડિંગ ચૂકી ગયું હતું અને ફરીથી લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ તે પહેલાં તે ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે સૈન્ય વિમાનમાં દક્ષિણ કાગૈન દ ઓરો શહેરના સૈનિકો સવાર હતા. ઓછામાં ઓછા 40 લોકો કે જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બાકીના લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.

ઉગ્રવાદી સંગઠન અબુ સય્યાફ સામે લડવા માટે સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા હતા

image source

દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે સૈન્ય હાજરી છે, આ પાછળનું કારણ આ ક્ષેત્રમાં ઉગ્રવાદી સંગઠનોની હાજરી છે. અબુ સૈયફ નામની એક સંસ્થા પણ છે, જે લોકોનું અપહરણ કરે છે અને ખંડણીની માંગ કરે છે. સુલુ પ્રાંતના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં સરકારી દળો દાયકાઓથી અબુ સૈયફના ઉગ્રવાદીઓ સામે લડી રહ્યા છે. આ દરમિયાન અહીં ઘણી વખત ઘર્ષણ પણ થાય છે. આ કારણોસર આ સૈનિકો અહીં તૈનાત કરવામાં આવી રહ્યા હતા.