શું તમે જાણો છો પેટ્રોલ-ડિઝલના ભાવમાં વારંવાર કેમ થાય છે ભડકો? સાથે જાણો કેવી રીતે નક્કી થાય છે ભાવ પણ

કોરોનાકાળ( Covid-19 pandemic )માં વિશ્વ અટકી ગયું અને તમામ જગ્યાએ મંદીનો માહોલ ફેલાઈ ગયો પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોરોનામાં પણ દરેક પ્રકારના ટેક્સ કલેક્શન( Excise Duty collection )માં ભારે ઘટ જોવા મળી ત્યારે સેન્ટ્રલ એક્સાઈઝમાં ચાલુ વર્ષે 48 ટકાની ભારે વૃદ્ધી જોવા મળી આનું કારણ છે ડીઝલ અને પેટ્રોલ પરના ઉત્પાદનોના દરોમાં વધારો થાય છે.

image source

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક ફટકો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. 9 મહિનામાં પેટ્રોલ 14 ટકા અને ડીઝલ 12 ટકા મોંઘુ થયુ છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ 80 રૂપિયાને પાર છે જ્યારે આજનો ભાવ જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 82.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 81.14 રૂપિયા છે.

શું કહે છે રિપોર્ટ

image source

CAGના આંકડા પ્રમાણે એપ્રીલ નવેમ્બરમાં 2020માં એક્સાઈઝ ડ્યુટી વર્ષ 2019ની તુલનામાં ભારે વધારો જોવા મળ્યો છે. એક્સાઈઝ ડ્યુટી સંગ્રહ વર્ષ 2019માં 1 લાખ 32 હજાર 899 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2020માં વધીને 1 લાખ 96 હજાર 342 કરોડ રૂપિયા થયો. આશ્ચર્યની વાત તો એ છે કે, આઠ મહિનામાં ડીઝલના વેચાણમાં એક લાખ કરોડ ટનથી વધારેની ઘટ હોવા છતાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારો નોંધાયો છે.

પેટ્રોલની બેઝ પ્રાઈઝ ઘણી ઓછી હોય છે

image source

પેટ્રોલ અને ડીઝલ ( Petrol and Diesel Price )ના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભડકો થયો છે. અને તેનો ભાવ હાલ આકાશને આંબી રહ્યો છે. જેનો માર સામાન્ય માણસના ખીસ્સા પર પડી રહ્યો છે. જ્યારે તમે એક લિટર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરો છો ત્યારે તે એક્સાઇઝ ડ્યુટી ( excise duty ) , ડિલર કમિશન અને વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સામેલહોય છે. એટલે કે એક્સાઈઝ ડ્યુટી, ડિલર કમિશન, અને VATઉમેરીને પેટ્રોલના ભાવ નક્કી થાય છે.

પેટ્રોલ-ડીઝલ જીએસટી બહાર

image source

ડિઝલ ભારતમાં સૌથી વધુ વપરાતું ઈંધણ છે. પેટ્રોલિયમ દેખરેખ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ( Petroleum Planning and Analysis Cell ) ( PPAC )ના આંકડા મુજબ, એપ્રિલથી નવેમ્બર 2020 ના સમયગાળાનું ડિઝલનું વેચાણ તેના આગળના વર્ષે એટલે કે 2019માં 5.54 કરોડ ટન હતુ જે થી 4.49 કરોડ ટન પર પહોંચી ગયુ હતુ. પેટ્રોલમાં પણ આ જ સમયગાળામાં 2.04 કરોડ ટન વેચાણ હતુ જે ઘટીને 1.74 કરોડ થઈ ગયુ હતુ.પેટ્રોલિયમ ઉત્પાદનો અને નેચરલ ગેસને GSTના કાયદાથી પર રખાયા છે. દેશમાં જુલાઈ 2017થી GST કાયદો અમલમાં છે.

વર્ષમાં બે વખત વધારાઇ એક્સાઇઝ ડ્યૂટી

image source

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર બે વખત એક્સાઇઝ ડ્યૂટી વધારી

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લિટર વધારી

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 32.98 રૂપિયા પ્રતિ લિટર થઇ છે

ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે

નાણાકીય વર્ષ 2019-20માં એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન 2 લાખ 39 હજાર 599 કરોડ હતું

image source

કેવી રીતે વધે છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત બમણી થઈ જાય છે

કેન્દ્ર પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે

રાજ્ય સરકારો વેટ વસૂલ કરે છે

એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટ દૂર થાય તો રાહત મળે

એક્સાઇઝ ડ્યૂટ અને વેટ દૂર થાય તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા થઇ જાય

આવકનો મોટો હિસ્સો પેટ્રોલ-ડીઝલ જ છે

image source

કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈપણ કિંમતે ટેક્સ પાછો નથી ખેંચતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ