પત્નીના એક કિલોના સોનાના હાર માટે પતિએ કાઢવા પડ્યા પોલીસ સ્ટેશનના ચક્કર, જાણો શું છે આ ઘટના…?

મિત્રો, જ્યારથી સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ શરુ થયો છે ત્યારથી લોકો પોતાની આસપાસ બનતી નાનામા નાની ઘટનાથી પણ અજાણ રહેતા નથી. ભલે દેશની કહાબર હોય કે વિદેશની આજે લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરેબેઠા જ ગણતરીના ક્ષણોમા આ બધી જ ખબરો મેળવી શકે છે. કદાચ એટેલે જ ટેકનોલોજીને વિજ્ઞાનનો ચમત્કાર કહેવામા આવે છે ત્યારે હાલ, આજે આ લેખમા આપણે પણ સોશિયલ મીડિયા પર બનેલી એક વીશેષ ઘટના વિશે આજે આ લેખમા ચર્ચા કરીશુ.

image source

તાજેતરમા જ એક વીડિયો વાયરલ ખુબ જ વાઈરલ થયો હતો. જેમા એક મહિલા એક પારિવારિક કાર્યક્રમ દરમિયાન ઘૂંટણ સુધી ભારે હાર પહેરેલી જોવા મળી હતી. આ વીડિયો ફેસબુક અને વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોએ તો બધા જ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે, શું આ હાર અસલી સોનાનો બનેલો છે? જોકે, હવે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ હાર પાછળનુ વાસ્તવિક રહસ્ય જાણવા મળ્યુ છે.

વાસ્તવમા આ કલ્યાણના કોંગાઉનમાં રહેતો બાલુ કોળી આ વીડિયોમાં પત્ની સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવતો જોવા મળી રહ્યો છે. કેક કાપ્યા પછી તે તેની પત્ની માટે પણ ગાય છે પરંતુ, આ વીડિયોની ખાસિયત છે તેની પત્નીએ પહેરેલો ઘૂંટણ લાંબો હાર. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોપર પોલીસની નજર પડી ત્યારે તેણે કોળીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

કોંગઓનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગણપત પિંગલેના જણાવ્યા અનુસાર, “અમે વીડિયો જોયા બાદ સુરક્ષા કારણોસર પૂછપરછ માટે બાલુ કોળીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. તેણે સમજાવ્યું કે, તેની પત્નીએ વીડિયોમાં પહેરેલો હાર વાસ્તવિક સોનાનો નથી. અમે એ જ્વેલરને પણ સવાલ કર્યો કે, જેની પાસેથી તેણે કલ્યાણમાં હાર બનાવ્યો હતો.તેણે એમ પણ કહ્યું હતું કે, આ હાર અસલી સોનાનો નથી.

image source

જ્યારે બાલુ કોલીએ કહ્યું હતું કે, “મારી પત્નીએ વીડિયોમાં પહેરેલો હાર અસલી સોનાનો નથી. મારે મારી પત્નીને મોટો હાર આપવો પડ્યો હતો તેથી મેં ઘણા સમય પહેલા ૩૮,૦૦૦ રૂપિયામાં આ એક કિલોનકલી હાર બનાવ્યો હતો. મારી પત્નીએ તે અમારા લગ્નની વર્ષગાંઠના પ્રસંગે પહેર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ પોલીસે મને પૂછપરછ માટે બોલાવ્યો હતો. મેં તેમને તેના વિશે બધી માહિતી આપી છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!