ગરમીની ઋતુમાં તમે પણ ટ્રાય કરો આ ટ્રેન્ડી જમ્પસુટ, લૂક આવશે સુંદર અને આકર્ષક…

ઉનાળાની સિઝન આવે એટલે અનેક વસ્તુઓ એકસાથે આવે જેમકે, ગરમી, અકળામણ અને આ વર્ષે તો ગયા વર્ષ કરતાં પણ ડબલ ખતરનાક રીતે આ વર્ષે કોરોના પણ આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર જ મળતા રહેતા હોય છે. હવે સમય એવો આવી ગયો છે, કે આપણી આસપાસ, આપણાં સગાંસંબંધી જેને પણ કોલ કરીએ ત્યારે સમાચાર મળે કે તેમના ઘરમાંથી કોઇને કોરોના થઇ ગયો છે.

image source

મનુષ્યજાત આશાવાદી છે, આપણે જલદીથી હાર નથી માનતા અને હાર માનવી પણ ન જોઇએ. આપણે હાર માની જઈશું તો આ કોરોના જેવા રાક્ષસ બમણા જોરથી આપણાં પર એટેક કરશે. ખેર, બધા આ વાતને જાણે જ છે. સૌ કોઇ પોતપોતાની રીતે કોરોનાથી બચવાના ઘરેલુ ઉપાય કરતા જ હોય છે.

વસ્તુ માત્ર એટલી જ છે કે હાલના સંજોગોમાં પેનિક ન થવું, ખોટી અફવાઓથી સાવધાન રહેવું અને અફવા પણ ન ફેલાવવી તેમજ શરીરને કોરોના અને ઉનાળાની ગરમી તેમજ લૂથી બચાવવા હેલ્ધી ખોરાક લેવો. ખાસ કરીને પ્રવાહી લેતાં રહેવું. વિટામિન-સી ની માફક જ લિક્વિડ પણ ખૂબ મહત્વનું છે.

image source

આ તો બધી વાત આપણા શરીરને હેલ્ધી રાખવાની થઇ પરંતુ, ઉનાળામાં આપણે ગરમીથી રક્ષણ મેળવવા માટે પણ ઉપાય અજમાવવા જોઇએ, જેમ આગળ કહ્યું તે પ્રમાણે એવો ખોરાક લેવો અને લિક્વિડ તો પીવું જોઈએ. સાથે સાથે આપણા કપડાં બાબતે પણ આપણે સજાગ રહેવું. ઉનાળની ઋતુમાં ખૂલતાં અને સુતરાઉ કપડાં વધારે પ્રમાણમાં પહેરવાં જોઇએ. સુતરાઉ અને ખૂલતાં કપડાં પહેરવાથી ગરમી અને અકળામણ નથી થતી.

આ ઉનાળાની ઋતુમાં તમારે જો આખો દિવસ કોઇ એક જ જગ્યાએ રહીને કામ કરવાનું હોય તો તો ચોક્કસપણે સુતરાઉ કપડાં જ પહેરવાં જોઇએ. ઘરે રહેતી સ્ત્રીઓને વધારે ગરમી થાય તો તેઓ તરત કપડાં બદલાવી શકે છે, પણ ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓ માટે આ પોસિબલ નથી હોતું, તેથી તેમણે એવાં જ વસ્ત્રોની પસંદગી કરવી પડતી હોય છે. જે કપડા સુતરાઉ અને કમ્ફર્ટેબલ હોય.

image source

આપણે આપણા રોજિંદા જીવનમાં પહેરી શકાય એવાં કેટલાંય વસ્ત્રો વિશે વાત કરીશું, આજે આપણે કોટન ટ્રેન્ડી જમ્પસૂટ વિશે વાત કરવાની છે. કોટન મટીરિયલમાંથી બનેલાં જમ્પસૂટ પહેરવાની ખૂબ મજા આવે છે. આ ઉનાળાની ઋતુમાં બને ત્યાં સુધી તો લૂઝ જમ્પસૂટ બનાવડાવવા જેથી તેને પહેરાતાં તે કમ્ફર્ટેબલ બની રહે. એક ઊભી લાઇનિંગવાળો જમ્પસૂટ બતાવવામાં આવ્યો છે, તે તેવા જ પ્રકારનો છે.

image source

ઊભી લાઇનિંગવાળા લિનનના કાપડમાંથી બનેલા આ જમ્પસૂટને તમે ઓફિસવેર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. અહીં પાર્ટીવેર અને ફન્કી જમ્પસૂટ પણ આપવામાં આવ્યાં છે. ઓફ શોલ્ડર અને ગાઉન જેવા દેખાતાં જમ્પસૂટ પાર્ટીવેર તરીકે પણ ખૂબ સુંદર લાગશે. જો તમે સ્કિની જમ્પસૂટ પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો બ્લેક નેટમાંથી બનેલો સ્કિન જમ્પસૂટ પણ તમે ટ્રાય કરી શકો છો.

જો બ્લેક કલર ન પહેરવો હોય તો તેના ઓપ્શનમાં ડાર્ક મરુન કે બ્લૂ કલરની પસંદગી કરી શકાય. અલબત્ત જેને ડાર્ક કલર નથી ગમતા તેઓ પેસ્ટલ અને લાઇટ કલર જેમ કે, ન્યૂડ કલર, પિસ્તાં કલર, લાઇટ પિન્ક, બેબી પિન્ક, પરપલ, સ્કાય બ્લૂ વગેરે કલરની પણ પસંદગી કરી શકે છે. નેટ અને સ્કિન જમ્પસૂટ આ તમામ કલર્સમાં તે સુંદર લાગશે. એ સિવાય અહીં સંગીત કે કોઈ એવા નાના પ્રસંગમાં પહેરવા માટે સિલ્કના જમ્પસૂટનો ફોટો પણ આપવામાં આવ્યો છે.

image source

આજકાલ છોકરીઓ નાના નાના પ્રસંગોમાં આ પ્રકારનાં જમ્પસૂટ સાથે ટ્રેન્ડી જ્વેલરી પહેરવાનું વધુ પસંદ કરતી હોય છે. ખાસ કરીને ટીને જ ગર્લ્સને પ્રસંગોમાં સિલ્ક જમ્પસૂટ પહેરાતાં તે ખૂબ જ સુંદર લાગે છે. પહેલાં જમ્પસૂટ પેન્ટ સ્ટાઇલમાં જ આવતાં હતાં, પરંતુ હવે તે પ્લાઝો, સિગાર પેન્ટ, સ્કર્ટ વગેરે તમામ સ્ટાઇલમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!