પરણીને જતી જાન વચ્ચે નદી બની વિઘ્ન, તો વરરાજાએ કરી બતાવ્યું કારનામું, વીડિયો જોઈ ભારે મોજ આવશે

લગ્નનો હાલમાં સમય ચાલી રહ્યો છે અને એવામાં આવા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે, જેમાં વરરાજા જુદા જુદા અવતારમાં જોવા મળી રહ્યો હોય અને અલગ અલગ કારનામાં કરતો હોય છે. આવા પ્રસંગે, યુગલ નવી યુક્તિઓ અપનાવીને લોકોના હૃદયમાં કાયમી છાપ છોડવા માંગે છે. જો કે, કેટલીકવાર તેવું કરવું તેમના માટે ભારે થઈ જાય છે. જો કે એ બધાની વચ્ચે એક જોરદાર વીડિયો સામે આવ્યો છે અને જે હવે ભારે વાયરલ થઈ રહ્યો છે.

એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન બાદ દુલ્હન તેના સાસરાના ઘરે જઈ રહી છે, જ્યારે વરરાજા તેને વચ્ચેથી પડેલી નદીને પાર કરવા માટે તેના ખભા પર ઉપાડી લે છે. વાયરલ થયેલા વીડિયોમાં, જોઈ શકાય છે કે જ્યારે દુલ્હન નદીની નજીક પહોંચે છે, ત્યારે તે આગળ વધવામાં ડર લાગે છે. જેના કારણે વરરાજા તરત જ તેને તેના ખભા પર બેસાડીને નદી પાર કરવાનું શરૂ કરે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે આ વીડિયો બિહારના કિશનગંજમાં દિગલબંક બ્લોક વિસ્તારની સિંઘિમારી કનકાઇ નદીના પલસા ઘાટનો છે. વરરાજાએ તેની નવી દુલ્હનને તેના ખભા પર ઉપાડતાંની સાથે જ ત્યાં હાજર લોકો ખૂબ બૂમ પાડવા લાગ્યા. તેમાંથી કેટલાક લોકોએ આ દ્રશ્ય તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા.

જે બાદ આ વીડિયો દેશભરમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે આવા વીડિયો અવાર નવાર વાયરલ થતા રહે છે અને લોકો હસતા જોવા મળતા હોય છે.

આમ પણ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થાય છે જેમા કોઇ રમુજી હોય છે તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો હતો જે એક લગ્નનો છે આ વીડિયોમાં દુલ્હન અને વરરાજા એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા હતા.

પરંતુ અચાનક વરરાજાને એક મિત્ર ઉચકી લે છે તો દુલ્હનને પણ એક વ્યક્તિ ઉચકી લે છે પછી બન્ને એકબીજાને વરમાળા પહેરાવે છે તરત જ દુલ્હન તે વ્યક્તિને લાફો મારી દે છે. તો તે વ્યક્તિ અન્ય એક યુવતીને લાફો મારી દે છે. આ વીડિયો પણ ભારે વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong