સાચો ધનિક આને કહેવાય, સુરતના પરેશભાઈને લાખ લાખ વંદન

હાલમા આપણે સૌ એક એવા સમાજમાં જીવી રહ્યાં છીએ કે જ્યાં દિવ્યાંગો અને અનાથોને જોઈએ એટલા માન સન્માનથી બોલલાવામાં આવતા નથી. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આપણી સામે આવા ઘણા દાખલા આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં સુરતના એક દાદા ખુબ જ ચર્ચાઈ રહ્યા છે કારણ કે તેઓ દિવ્યાંગ અને અનાથ માટે ખુબ જ સરસ કામ કરી રહ્યા છએે અને હાલમાં આ કાકાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. તો આવો વિગતે જાણીએ કે આ કાકા શું સરસ કામ કરી રહ્યા છે. કુદરતના અન્યાયનો ભોગ બનેલી દિવ્યાંગ, અનાથ, મંદબુદ્ધિની વ્યક્તિઓએ જિંદગીમાં ભારે ઝઝૂમવું પડતું હોય છે, પરંતુ કુદરત આવા અન્યાયનો ભોગ બનેલાનો ન્યાય કરવા માટે એવી વ્યક્તિઓને પણ મોકલતી હોય છે, જેથી ભોગ બનેલાને પ્રેમ, હૂંફ અને લાગણી મળી રહે.

image source

ત્યારે સુરતમાં આવા જ અનાથ અને માનસિક દિવ્યાંગ લોકોની સેવા માટે ભગવાને 55 વર્ષના હીરા દલાલ પરેશભાઈ ડાખરાને નિમિત્ત બનાવ્યા છે. સગાં મા-બાપ ન કરી શકે એવી સેવા 31 વર્ષથી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 160 જેટલા અનાથ, મંદબુદ્ધિની સેવા-ચાકરી કરી ચૂક્યા છે. હાલ તેમના ઘરને જ બનાવેલા આશ્રમમાં 17 માતા-દીકરી અને 2 અનાથ બાળકોની સાર સંભાળ રાખી રહ્યા છે. જો વાત કરીએ પરેશભાઈની તો તેઓ મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના વતની પરેશભાઈ સવજીભાઈ ડાખરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, ખૂબ નાની ઉંમરમાં હીરાના વ્યવસાય માટે સુરત આવી ગયો હતો. હીરાનો વેપાર પણ સારો ચાલતો હતો, એટલે અવારનવાર સુરતથી મુંબઈ સહિતનાં શહેરોમાં જવાનું થતું હતું. નાની ઉંમરમાં સારી એવી કમાણી થતી હતી.

image source

પરેશભાઈ આગળ વાત કરતાં કહે છે કે મારુ નામ પણ નાનપણમાં જ સારું બની રહ્યું હતું. એવામાં એકવાર ટ્રેનમાં મુંબઈ જતાં એક મંદબુદ્ધિની દીકરી ટ્રેનમાં હતી. એ તેની મસ્તીમાં હતી. મેં તેને ફેરિયા પાસેથી અલગ અલગ વસ્તુઓ આપી, પણ એણે લેવાની ના પાડી દીધી. આખરે 10ની નોટ આપી તો એના પણ કટકા કરી નાખ્યા. પછી થયું કે સારાને તો સહુ બોલાવે, આ લોકોને સાચવવા જોઈએ તેવા સંતોના વિચાર બાળપણમાં મળ્યા હોવાથી માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું નક્કી કર્યું. માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું મેં નક્કી કર્યું એ અગાઉ મારા લગ્ન નક્કી થયાં હતાં. મારે સેવા કરવી હતી, એટલે લગ્નને હું ટાળતો હતો.

image source

પરેશભાઈ એવું પણ કહે છે કે, નાનાં ભાઈ-બહેનોનાં ધૂમધામથી લગ્ન કરાવી દીધાં. જો કે પરિવાર પાસે મેં એવી શરતો મૂકી જેને કારણે સેવા પણ કરી શકાય. આખરે હંસા સાથે લગ્ન થયા અને ત્યાર બાદ મેં જ્યાંથી માનસિક દિવ્યાંગો મળે તેને અલગ ઘરમાં રાખવાની સાથે સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં બધા વિરોધ કરતાં, પરંતુ બાદમાં તેમને સેવાનું મહત્ત્વ સમજાતાં સહકાર આપી રહ્યા છે. હાલમાં પરેશભાઈને ચાર સંતાન છે, જેમાં બે દીકરી અને બે દીકરા છે. બીજા નંબરની દીકરી માનસિક દિવ્યાંગ છે. માનસિક દિવ્યાંગ દીકરી જન્મ્યા બાદ તેમની સેવા કરતી વખતે પત્ની હંસાબેને જ સામેથી કહ્યું, હવેથી તમામ માનસિક દિવ્યાંગો અને અનાથ લોકો આપણી સાથે જ રહેશે, એટલે લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી ઘરના તમામ સભ્યો સાથે માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ અને પરિવારના સભ્યો સાથે રહે છે.

જો વધારે વાત કરીએ તો પરેશભાઈનો એક દીકરો વિદેશમાં રહે છે અને બીજો દીકરો પણ વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે. એક દીકરીનાં લગ્ન પણ કરાવી દીધાં છે. સામાન્ય રીતે જોવા જઈએ તો માનસિક દિવ્યાંગોને સાચવવા એ એક પડકારભરી જવાબદારી છે. માનસિક દિવ્યાંગો અંદોરઅંદર ઝઘડો ન કરી બેસે એ માટે પરેશભાઈ તેના વતન પણ શક્ય હોય ત્યાં સુધી જતા નથી. દિવસે ક્યાંય જાય તોપણ રાત્રિના સમયે તો તેમને ઘરે આવી જ જવું પડે છે.

પરેશભાઈ એક વાત જોરદાર કરે છે કે આજે રૂપિયા કમાવાની દોડમાં દરેક વ્યક્તિ છે, પરંતુ કોઈને એ નથી ખબર કે સંપત્તિને વાપરવાનો સાચો માર્ગ કયો છે. ત્યારે અમને સૂઝયો, અમે તેવા દિવ્યાંગોની સેવા કરવાના માર્ગે સંપત્તિ વાપરીએ છીએ. ભગવાન જે આપે છે એ માત્ર આપણા માટે નથી હોતું, તેમ ઉમેરતાં પરેશભાઈ કહે છે, એને વાપરવાનો સાચો માર્ગ કયો એ જાણવાની મથામણમાં આ માર્ગે થાય એટલી સેવા કરી રહ્યા છીએ.

image soucre

આ કામ વિશે વધારે વાત કરતાં પરેશભાઈએ કહ્યું, હવે હું મારા પરિવારના સભ્યોને છોડીને ક્યાંય જતો પણ નથી. છેલ્લા ઘણા સમયથી દલાલીનો ધંધો પણ બંધ કરી દીધો છે. જો કે માનસિક દિવ્યાંગ લોકો હોવા છતાં ક્યારેય અગવડ આવી નથી. માનસિક દિવ્યાંગોને સાચવવા માટે ખૂબ ધ્યાન રાખવું પડે છે. રોજ રોજ તેમના માટે અલગ અલગ રસોઈ બનાવવાની રહે છે. તેમને રોજ એક પ્રકારના શાક પણ આપતા નથી. વધારે પડતું તીખું-તળેલી રસોઈ પણ અપાતી નથી.

image source

આ સાથે જ સૌથી મોટી વાત કરતાં પરેશભાઈએ કહ્યું કે- સૌથી વધુ ધ્યાન રાત્રે રાખવું પડે છે. રાત્રે અમારા બન્નેમાંથી એકને જ જાગવું પડે છે. માનસિક દિવ્યાંગો માટે ધૂણી ધખાવીને બેઠેલા પરેશભાઈ કહે છે, અમને લોકોનો પણ ખૂબ સહયોગ મળે છે. રસ્તા પર દિવ્યાંગોને લઈને નીકળીએ ત્યારે લોકો સામેથી પોતાની શક્તિ પ્રમાણે આપી જાય છે. સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાનાથી અપાય તેટલું આપે છે. જો કે હા અમે ક્યારેય કોઈ પાસે માંગવા જતા નથી. હું છેલ્લા 3 દાયકાથી માનસિક દિવ્યાંગો સાથે રહું છું. એકપણ ખરાબ અનુભવ થયો નથી. અમે જેટલો પ્રેમ કરીએ એનાથી માનસિક દિવ્યાંગો અમને વધુ પ્રેમ કરે છે. અમારા વગર તેઓ જમતા પણ નથી. ઘણા લોકો સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે. ઘણા નવા સભ્યો પણ મળ્યા છે. આ રીતે પરેશભાઈ પોતાની સેવા આપી રહ્યા છે અને હવે લોકો પણ તેમના આ કામમાં જોડાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ