પુરૂષો માટે વરદાન ગણાય છે સફેદ ડૂંગળી, આ રીતે ઉપયોગથી શીઘ્રપતનની સમસ્યામાંથી મળે છે છૂટકારો

ડુંગળી એ ભારતીય રસોઈનો એક અતૂટ ભાગ છે. સંશોધન મુજબ સફેદ ડુંગળીએ ખૂબ આરોગ્યપ્રદ છે, જેમાં વિટામિન સી ફ્લેવોનોઇડ્સ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે. ડુંગળીમાં મળતા ફ્લેવોનોઈડ્સ પાર્કિસન, સ્ટ્રોક અને રક્તવાહિની રોગો જેવા વિવિધ રોગોનું જોખમ ઘટાડે છે. આ સિવાય ડુંગળીમાં ફાઈબર, ફોલિક એસિડ, એન્ટીઓક્સિડેન્સ અને એન્ટીબેક્ટેરિયલ એજન્ટ પણ હોય છે. કોઈપણ રૂપમાં સફેદ ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે.

image source

એવું કહેવાય છે કે ડુંગળીની ખેતી 5000 વર્ષથી કરવામાં આવે છે. સોળમી સદીના ડોકટરો પણ સ્ત્રીઓમાં જોવા મળતી વંધ્યત્વ જેવા અનેક રોગો માટે ડુંગળી ખાવાની ભલામણ કરતા હતા. ઘણા અભ્યાસોમાં એ જોવા મળ્યું છે કે ડુંગળીમાં બ્લજ સુગર લેવલ સંતુલિત કરવાની શક્તિ હોય છે. દવામાં ઉપયોગની સાથે, સફેદ ડુંગળી સ્વાદિષ્ટ પણ હોય છે અને વિશ્વભરમાં ઘણી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. આજે અમે તમને સફેદ ડુંગળીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા વિશે જણાવીશું.

પુરૂષો માટે રામબાણ

image source

સફેદ ડુંગળીનો ઉપયોગ વીર્ય વૃદ્ધિ માટે પણ થઈ શકે છે. જો તેને મધ સાથે લેવામાં આવે તો મોટો ફાયદો થાય છે. ડુંગળીમાં એન્ટીઓકિસડન્ટો હોય છે, જે કુદરતી રીતે વીર્ય વધારવાનું કામ કરે છે. યૌન શક્તિ વધારવા અને શીઘ્રપતનની સમસ્યામાંથી છૂટકારો મેળવવા સફેદ ડૂંગળી રામબાણ ઈલાજ ગણાય છે. નપુંસકતા દૂર કરવા માટે સફેદ ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ઘીનું મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી નપુંસકતા દૂર થઈ જાય છે. ડુંગળીમાં એંટી-ઑક્સીડંટહોય છે કે જે પ્રાકૃતિક રીતે સ્પર્મ વધારવાનું કાર્ય કરે છે. અહીં સુધી કે જો આપ ડુંગળી અને આદુનો રસ મેળવીને સેવન કરશો, તો આપની યૌન શક્તિ પણ વધશે. 1 ટી સ્પૂન ડુંગળીનો રસ અને 1 ટી સ્પૂન આદુનો રસ પીવાથી સેક્સ ડ્રાઇવ વધે છે.

શરીરની ઇમ્યુનિટી વધે છે

image source

સફેદ ડુંગળીમાં ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને કંપાઉંડ જોવા મળે છે જે સોજામાં રાહત આપે છે અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સનું સ્તર ઘટાડે છે, જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે જે હૃદયને સુરક્ષિત કરવામાં ખૂબ અસરકારક છે. સફેદ ડુંગળીના નિયમિત સેવનથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને નબળાઈ તેમજ થાક દૂર થાય છે.

કેન્સર સામે લડવામાં ઉપયોગી

image source

સફેદ ડુંગળી ફાઇબર અને પ્રિબાયોટિક્સનો વિપુલ શ્રોત છે જે તમારા પેટના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ડુંગળીમાં પ્રીબાયોટિક ઇન્યુલિન અને ફ્રુક્ટો ઓલિગોસાકેરાઇડ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અને તેના નિયમિત ઉપયોગથી તમારા પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ ઉપરાંત કેન્સર સામે લડવાની ક્ષમતા પણ હોય છે. ડુંગળીમાં સલ્ફર અને ક્યુરસિટીન ક્વોર્સિટિન ફ્લેવોનોયડ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે જે ગાંઠની વૃદ્ધિને અટકાવે છે.

લોહીને પાતળું કરે છે

image source

સફેદ ડુંગળીની ઘણી લાક્ષણિકતાઓમાંની એક છે લોહી પાતળું કરવું. તેમાં કેટલાક એવા એજન્ટ હોય છે જેવા કે ફ્લેવનોઇડ્સ અને સલ્ફર હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. લોહી પાતળું કરનાર એજન્ટ અથવા બ્લડ થિનર તમારી નસો (ધમનીઓ અને શિરાઓ) માં લોહીના પ્રવાહને સરળતાથી પસાર કરવામાં મદદ કરે છે. અગાઉ જણાવ્યા મુજબ, સફેદ ડુંગળીમાં જોવા મળતા સેલેનિયમ એ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટે ખૂબ જ સારી શાકભાજી છે. સેલિયમ વાયરલ અને એલર્જીના મેનેજમેન્ટમાં પણ એક સારી ભૂમિકા ભજવે છે.

વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે

image source

સફેદ ડુંગળીમાં જોવા મળતા ઘટકો જેવા કે ક્રોમિયમ અને સલ્ફર બ્લડ સુગરને ઘટાડે છે અને નિયંત્રિત કરે છે. અધ્યયન સૂચવે છે કે સફેદ ડુંગળીનો નિયમિત અને નિયંત્રિત વપરાશ તેમના માટે ખૂબ ફાયદાકારક છે જેમને ક્યાં ડાયાબિટીસ છે અથવા ડાયાબિટીઝ થવાની શક્યતા છે. વાળ ખરવાની સમસ્યા માટે સફેદ ડુંગળીનો રસ ખૂબ જ જાણીતો ઘરેલું ઉપાય છે. આ રસથી વાળની ચમક પણ પાછી આવી જાય છે અને ડેન્ડ્રફ અને અકાળે વાળ સફેદ થવાનું પણ બંધ થઈ જાય છે.

સફેદ ડૂંગળી અને લાલ ડૂંગળીમાં શું અતર હોય છે

image source

સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ન્યૂટ્રીશનલ પ્રોફાઇલ લગભગ એક સમાન હોય છે. બંનેમાં લગભગ સમાન માત્રામાં ફાઇબર અને અન્ય પોષક તત્વો જેમ કે ફ્લેવોનોઇડ્સ, વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ