પાકેલા મીઠા અને લાલ તરબૂચ ખરીદવાની ૫ આસાન રીત, ઇન્જેશન આપેલ તરબૂચ ખરીદતા પહેલા રાખો આટલીતકેદારી …

ગરમી પોતાના ચરમ પર છે અને હાલના દિવસોમાં ઠંડુ અને લાલ તરબૂચ ખાવા મળી જાય તો શું કહેવુ. બજારમાં મળતા બધા તરબૂચ પાકેલા અને મીઠા હોઈ, તેની કોઈ ગેરેંટી નથી હોતી.

જો તમે તરબૂચ ખરીદ્યા બાદ પસ્તાવા નથી ઈચ્છતા, તો અમે તમને અમુક ટીપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમને એક સરસ તરબૂચ ખરીદવામાં મદદ મળી શકે છે.

સફેદ-પીળા ધાબ્બા

તરબૂચની ઉપર સફેદ, પીળા અને નારંગી કલરના ધાબ્બા મળી આવે છે. તરબૂચ પર આ ધાબ્બા એ જગ્યા એ હોઈ છે, જ્યાં તરબૂચ જમીન પર રાખેલુ હોઈ છે. આ ધાબ્બા વાળા તરબૂવ પાકેલા અને મીઠા હોઈ છે.

ધારિયા

તરબૂચ પર ધારિયા હોવા એ દર્શાવે છે કે તેને કેટલી મધમાખીઓએ અડક્યુ છે. તેનો અર્થ થયો કે જે તરબૂચ પર જેટલા ધારિયા હશે, તે એટલુ જ મીઠુ હશે.

તરબૂચના પણ જેંડર હોઈ છે. ‘બોય’ વાળુ તરબૂચ વધુ લાંબુ હોઈ છે અને ‘ગર્લ’ તરબૂચ ગોળ હોઈ છે. જાહેર છે ગર્લ તરબૂચ વધુ મીઠુ હોઈ છે.

સાઈઝ

જો તમે એવુ સમજો છો કે મોટા તરબૂચ વધુ મીઠા હોઈ છે તો તમે ખોટા છો. એટલે નાનુ તરબૂચ લો, તે વધુ મીઠા હોઈ છે.

પૂંછડી

તરબૂચની પૂંછડી દર્શાવે છે કે તે કેટલુ પાકેલુ છે. લીલી પૂંછડીનો અર્થ છે કે તરબૂચ જલ્દી પાકવાનુ છે. સુકી પૂંછડીનો અર્થ છે કે તે એકદમ રીતે પાકી ગયુ છે.

આમ તો આજકાલ તરબૂચ દરેક ઋતુમાં મળવા લાગ્યા છે પરંતુ ઉનાળામાં તેને ખાવાની અલગ જ મજા છે. તરબૂચ પાણીમાં નાખીને ઠંડુ કરીને કે તરબૂચના ટુકડા ફ્રિઝમાં રાખીને ઠંડુ કરીને ખાવામાં મજા આવે છે.

તેના સિવાય તરબૂચનો જ્યૂસ પણ પીવામાં તરાવટ દે છે. મોટાભાગના લોકો તેને બપોરે જમ્યા બાદ, સાંજ થયા પહેલા ખાવાનું પસંદ કરે છે, બજારમાં ઘણી પ્રજાતિનાં નાના મોટા તરબૂચ મળે છે.

ઘણીવાર થાય છે કે તરબૂચ ઘર લાવીને કાપવા પર કાચુ નિકળે છે કે મીઠુ નથી હોતુ. અમે તમને તરબૂચ ખરીદવાની ૪ ટીપ્સ જણાવીશું જેનાથી તમે પોતાના માટે એક મીઠુ અને સરસ તરબૂચ ખરીદી શકો.

તરબૂચનો રંગ

પાકેલુ તરબૂચ ઘાટા રંગનું અને જોવામાં વધુ ચમકીલુ નથી હોતુ, જ્યારે કાચા તરબૂચની છાલ ચમકદાર અને રંગ હળવો હોઈ છે.

તરબૂચનો વજન

તરબૂચને ઉપાડીને જુઓ. એક સારુ તરબૂચ પોતાના આકારના હિસાબે ભારે હોવુ જોઈએ. એક સાઈઝના બે તરબૂચમાં જે ભારે હોઇ તે જ સારુ હશે. વજનમાં ભારે હોવાનો અર્થ છે ફળ સરસ અને પરિપક્વ છે.

તરબૂચ પર પીળા નિશાન

દરેક તરબૂચનો એક ભાગ હળવો પીળા જેવો હોઈ છે. એ તે જગ્યા હોઈ છે જે ફળના વધતા સમયે જમીનથી અડેલી હોઈ છે. આ પીળા ભાગનો રંગ જેટલો ઘાટો હોઈ એટલુ સારુ છે. જો સફેદ કે હળવો હોઈ તો અર્થ તરબૂચ જલ્દી તોડી લેવામાં આવ્યુ અને આ ફળ કાચુ હોઈ શકે છે.

હળવેથી થપથપાવીને જુઓ.

અવારનવાર તમે જોયુ હશે કે તરબૂચ ખરીદતા સમયે લોકો તેને થપથપાવીને જુએ છે. આ એક ખાસ ટ્રીક છે, જેને તમે પણ શીખી શકો છો બસ થોડુ ધ્યાન આપવાની જરૂર છે.

તરબૂચને આંગળીના વેઢાથી હળવેથી ખટખટાવીને અવાજ સાંભળો. એક સારુ પાકેલુ તરબૂચ કાચા તરબૂચની તુલનામાં વધુ અવાજ પેદા કરે છે. જો અવાજ ધીમો કે દબાયેલો આવે તો મતલબ તરબૂચ કાચુ છે.

ઉનાળાના ફળના નામથી ઓળખાતા તરબૂચના ફાયદા

તરબૂચ ફક્ત સ્વાદ માટે જ નહિ પરંતુ સ્વાસ્થય અને તમારી સુંદરતા માટે પણ ખૂબ ઉપયોગી છે. તરબૂચના ફાયદાની વાત કરવામાં આવે તો તેમાં કેલ્શિયમ, ફાઇબર, પ્રોટિન, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો પૂરતી માત્રામાં મળી આવે છે. જે આપણને ઉનાળામાં લૂથી બચાવવા સિવાય ઘણી ગંભીર બિમારીઓથી બચાવવામાં કારગર છે. એટલે આજ અમે તમને સ્વાસ્થયના ગુણોથી ભરપૂર તરબૂચના ફાયદા જણાવી રહ્યા છીએ.

૧.જો ગરમી અને ધોમધખતા તડકાને કારણૈ શરીરમાં પાણીની કમી કે ડિહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો એવામાં તરબૂચનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોઈ છે. કારણ કે તરબૂચમાં વધુ માત્રામાં પાણી મળી આવે છે. જેનાથી શરીરમાં પાણીનું લેવલ સામાન્ય થઇ જાય છે.

૨.જો તમને આંખોથી જોડાયેલી બિમારી (મોતિયો, રતોડી, આંખોની રોશની ઓછી હોવી)થી હેરાન છો, તો એવામાં ગરમીઓમાં નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું ઉપયોગી રહે છે. કારણ કે તરબૂચમાં આંખોની બિમારીઓથી લડનાર લાઇકોપીન, બિટા કૈરોટિન નામક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.


૩.તરબૂચનું નિયમિત સેવન કરવાથી ગુર્દા એટલે કે કિડનીને સાફ કરવી, કિડનીના સોજામાં રાહત મળે છે, તેના સાથે જ તરબૂચમાં રહેલા પોષક તત્વ લોહીમાંથી યૂરિક એસિડને ઓછુ કરે છે. જેનાથી પેશાબ સબંધિત સમસ્યાઓમાં પણ આદામ મળે છે.

૪.તરબૂચમાં લાઈકોપિન, બિટા કૈરોટિન, વિટામીન સી, ફાઈબર, મેગ્નેશિયમ સિવાય પૂરતા પ્રમાણમાં એંટિઓક્સિડેંટ તત્વ મળી આવે છે. જેનાથી શરીરમાં કેન્સરની કોશિકાઓને નષ્ટ કરવામાં મદદ મળે છે. એવામાં જો તમે કેન્સરથી પિડિત છો, તો તરબૂચનું ઉનાળામાં નિયમિત રીતે સેવન કરો.


૫.તરબૂચ ચહેરા પર ઘસવાથી ચહેરાના ડાઘ ધાબ્બા (બ્લેક હેડ્સ) દૂર થાય છે. તેના સાથે જ વિટામીન સીને કારણે ચહેરાની રંગતમાં નિખાર આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ