કોઈપણ એલર્જીના કારણે થતી પગની બળતરા દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાયો અપનાવો

શું તમે વારંવાર તમારા પગમાં બળતરા થાય છે ? જો હા, તો આ વિવિધ કારણોસર થઈ શકે છે અને આ કારણે પગમાં ઘણી સમસ્યા પણ થઈ શકે છે. ક્યારેક તમારા પગ સુન્ન થઈ જાય છે. આ સામાન્ય સમસ્યા નથી, તેથી તેને અવગણવી ના જોઈએ. આવી સ્થિતિમાં તમારે તમારા ડોક્ટર સાથે વાત કરવાની અને આ સમસ્યાના કારણોને સમજવાની જરૂર છે. આ એક નાની સમસ્યા હોઈ શકે છે, પરંતુ પગમાં થતી બળતરા અવગણવી પએ છીથી એક ગંભીર સમસ્યા બની શકે છે. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે તમારા પગની નસને નુકસાન થયું છે અને તેનું નિદાન કરવાની જરૂર છે. શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાની સારવાર કરવી જરૂરી છે.

image source

ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, હાઈપોથાઇરોડિઝમ અથવા પોષણનો અભાવ અને કિડની રોગ જેવી આરોગ્ય સમસ્યાઓ તમારા પગમાં બળતરા પેદા કરી શકે છે. તેથી આ સમસ્યાની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સમસ્યા દૂર કરવા માટે ઘણીવાર તમારે દવાઓનું સેવન પણ કરવું પડે છે, ઘણીવાર એવું બને છે કે લોકો નિદાન કરાવીને થાકી જાય છે અને પીડા સહન કર્યા કરે છે. જો તમે પણ એવા વ્યક્તિમાં છો, તો પેહલા તમારે તમારા ડોક્ટર સાથે વાત કરીને અહીં જણાવેલા ઘરેલુ ઉપાય અપનાવવાની જરૂર છે. આ ઉપાયો અપનાવવાથી તમારા પગમાં થતી બળતરા તરત જ દૂર થશે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે.

ઠંડુ પાણી

image source

પગની બળતરા દૂર કરવા માટે ઠંડુ પાણી એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. ઠંડુ પાણી પગમાં કળતર, સુન્નતા અને સોજાથી પણ ઝડપી રાહત આપે છે. આ માટે ડોલમાં ઠંડુ પાણી ભરો. પછી તમારા પગને આ પાણીમાં થોડીવાર માટે પલાળી રાખો. તમારા પગને થોડો આરામ આપ્યા પછી, ફરીથી તે જ કરો. દિવસમાં આ ઉપાય 2 થી 3 વાર અપનાવવાથી તમારા પગમાં થતી બળતરા દૂર થશે.

એપલ સાઇડર વિનેગર

image source

એપલ સાઇડર વિનેગર તમારા પગના પીએચ સંતુલનને જાળવવામાં મદદ કરે છે અને પીડા ઘટાડવા અને અગવડતા દૂર કરવા માટે કામ કરે છે. પગની બળતરા દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એક ડોલમાં ગરમ ​​પાણી લેવું અને તેમાં એક કપ એપલ સાઇડર વિનેગર ઉમેરો. ત્યારબાદ તેમાં પગ પલાળો. આખા દિવસ દરમિયાન આ ઉપાય 2 વાર કરવાથી પગમાં થતી તીવ્ર બળતરા દૂર થશે. અથવા તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરીને પણ પી શકો છો. આ કરવાથી, પગમાં થતી બળતરા દૂર થશે.

હળદર

image source

હળદર તેના રોગનિવારક ગુણધર્મો માટે જાણીતી છે. હળદરમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ તમારા પગને આરામ કરવા તેમજ પીડાને દૂર કરવામાં મદદ કરે છે. તમે તમારા પગ પર હળદર અને તેલથી બનેલી પેસ્ટ લગાવી શકો છો અથવા તમે એક ગ્લાસ દૂધમાં હળદર અને ઘી ઉમેરીને પણ પી શકો છો. આ કરવાથી તમારા પગમાં થતી બળતરા દૂર થાય છે.

એપ્સોમ મીઠું

image source

આ મીઠું તમારા સ્નાયુઓને આરામ આપવા, તાણ અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ મીઠું દુખાવો અને બળતરા માટે પણ ખૂબ અસરકારક છે. ખરેખર, આ મીઠામાં મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ વધારે છે અને જ્યારે તમારી ત્વચા મેગ્નેશિયમ ગ્રહણ કરે છે ત્યારે તમારા પગમાં બળતરાની સમસ્યા ઓછી થવા લાગે છે. આ માટે એક મુઠ્ઠી એપ્સમ મીઠું ગરમ ​​પાણીની ડોલમાં નાંખો અને દિવસમાં ઓછામાં ઓછા બે વાર તે પાણીમાં પગ પલાળો. આ ઉપાય અપનાવવાથી તમને એક દિવસમાં જ રાહતનો અનુભવ થશે.

આદુ

image source

આદુ એવી દવા છે જે તેના રોગનિવારક ગુણધર્મો માટે જાણીતી છે અને ઘણી સમસ્યાઓના ઉપચારમાં મદદ કરે છે, જેમાંથી એક પગમાં થતી બળતરા છે. પગમાં થતી તીવ્ર બળતરા દૂર કરવા માટે, તમારે આદુના રસના એક ચમચીમાં ઓલિવ તેલ ઉમેરો અને આ તેલથી 20 મિનિટ સુધી પગની મસાજ કરો અથવા આ સમસ્યા દરમિયાન એક કપ આદુ ચા પણ ખૂબ અસરકારક છે, પરંતુ મસાજ હંમેશાં એક સારો વિકલ્પ માનવામાં આવે છે અને તે તમારા સ્નાયુઓને આરામ આપે છે અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે.

કરેલા

image source

ઘણા વર્ષોથી પગમાં થતી બળતરા દૂર કરવા માટે કરેલા ઔષધિ તરીકે વપરાય છે. જો તમને પગમાં બળતરાની તકલીફ હોય તો એક મુઠ્ઠી કારેલાના લીલા પાન લો અને તેમાં પાણી મિક્ષ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. આ ઉપાયથી તરત જ પગમાં થતી બળતરા ઓછી થવા લાગે છે.

વિટામિન બી 3

image source

વિટામિન બી -3 રક્ત પરિભ્રમણને સુધારે છે, નસોને કડક બનાવે છે અને દબાણને કારણે નસમાં થતો સ્ટ્રોક અટકાવે છે. પગમાં બળતરા થવાના મુખ્ય કારણોમાં વિટામિન બી 3 ની ઉણપ હોય છે. વિટામિન બી 3નું સેવન કરવાથી પગમાં થતી બળતરામાં રાહત મળે છે. તમારા શરીરમાં વિટામિન બી -3ની ઉણપ દૂર કરવા માટે તમારા આહારમાં ઘઉંના લોટથી બનેલી ચીજો, આખા અનાજ ઉત્પાદનો, દૂધ, દહીં, લીલા શાકભાજી, કઠોળ, વટાણા, મગફળી અને ઇંડાનો સમાવેશ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત