બિન લાદેનને જાણે છે અનેક લોકો, જાણો તે એન્જીનીયરમાંથી કેવી રીતે બન્યો આતંકવાદી

આંતકવાદ આખા વિશ્વમાં એક ચર્ચાનો વિષય બનેલો છે અમુક દેશોને બાદ કરતાં લગભગ બધા દેશો આંતકવાદની ઝપેટમા ફસાયેલા છે અને નવાઈની વાત તો એ છે કે આંતકવાદ ફેલાવનારા લોકોની સંખ્યા તો મુઠ્ઠીભર જ છે પણ તેણે આખા વિશ્વમાં આંતક ફેલાવી મુક્યો છે ” ઓસામા બિન લાદેનને ” આંતકવાદીયોમાં સૌથી કુખ્યાત નામ માનવામાં આવે છે

image source

ઓસામા બિન લાદેન એટલો ખતરનાક હતો કે તમને તેનો અંદાજો માત્ર આ વાત ઉપર થી જ આવી જશે કે વિશ્વની મહાસત્તા કહેવાતી અમેરિકામા પણ 9/11 ના હુમલા રૂપે લાદેને અમેરિકા પર કલંકની કાળી ટીલી લગાવી દીધી હતી

એક રસપ્રદ વાતતો એ છે કે ઓસામા બાળપણથી જ આવો ન હતો ઓસામા માત્ર એક સિવિલ એન્જીનીયર હતો તો સવાલ એ છે કે આખિર એવી તો કઈ મજબૂરી હતી કે જેણે ઓબામાને આંતકની દુનિયાનો મહારથી બનવા પર મજબૂર કરી દીધો હતો તો ચાલો જાણીએ ઓસામાના જીવન વિશે

image source

બાળપણમાં પિતા હતા ઓસામાના આદર્શ

ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચ 1957 ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમા થયો હતો લાદેનનું પુરુ નામ ઓસામા બિન મોહમ્મદ બિન અવાદ બિન લાદેન હતું તેના અંદર એવી કેટલીક ખાસિયતો હતી કે જે ઓસામાને બીજા થી અલગ બનાવતી હતી

image source

ઓસામાના જન્મની સાથે તેના માતા પિતા વચ્ચે ઝઘડાઓ વધી ગયા હતા આથી ઓસામાની મા એ મોહમદ અલઅટ્ટઆસ નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા આ કારણથી ઓસામાને પોતાના ચાર સોતેલા ભાઈ બહેનો સાથે રહેવું પડયું હતું

ઓસામા તેની મા સાથે તો રહેતો હતો પણ તે તેના ફેસલા થી ખુશ ન હતો આ કારણને લીધે ઓસામા તેની માંથી દૂર થતો જતો હતો અને પોતાનો મોટા ભાગનો સમય એકલા વિતાવવા લાગ્યો હતો

image source

ઓસામા જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને તેના પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા આ સમાચારને લીધે ઓસામાને ખૂબ જ આઘાત લાગ્યો હતો હકીકતમાં ઓસામા તેના પિતાને ખુબ જ પ્રેમ કરતો હતો અને તેના પિતાને પોતાના આદર્શ માનતો હતો

image source

પિતાના મૃત્યુના સમાચાર ઓસામા માટે આઘાત સમાન હતા પરંતુ તેની મા એ ઓસામાની પરવરીશમા કોઈ ખામી છોડી ન હતી ઓસામાની પરવરીશ બાળપણથી જ સુન્ની મુસલમાનની જેમ જ કરવામાં આવી હતી તે બાળપણ થી જ ખૂબ હોશીયાર હતો જેથી તેનું શિક્ષણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું શરૂઆતમા તેનું એડમિશન ” ઇલાઈટ – અલ – થગેર મોડલ ” મા કરવામાં આવ્યું હતું 1976 સુધી તે આ સ્કૂલનો જ હિસ્સો રહ્યો હતો

image source

શરૂઆતી શિક્ષણ બાદ 1979 મા તેણે સાઉદી અરેબીઆના જેદ્દા માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું ” કિંગ અબ્દુલ્લા ” નામની યુનિવર્સિટીમાંથી તેણે પોતાની એન્જીનયરિંગની ડીગ્રી પ્રાપ્ત કરી હતી કહેવામાં આવતું હતું કે અભ્યાસના સમયગાળા દરમીયામ તે ખુબજ ગંભીર રહેતો હતો ત્યાં તેને કટ્ટરતા પણ જોવા મળી હતી આમ ધીરે ધીરે તેનો ઝુકાવ કટ્ટરપંથ તરફ વધતો જતો હતો જે ઓસામાના આંતકી બનવાનો પહેલો તબક્કો માનવામાં આવે છે

ઇસ્લામથી જોડાયેલી બધી કિતાબો તેની સાથી બની ગઇ હતી તેનો મોટાભાગનો સમય આ કિતાબો વાંચવામાં જ જતો હતો કોલેજ પુરી કર્યા બાદ ઓસામા પાકિસ્તાન ચાલ્યો ગયો હતો ત્યાં તે અબ્દુલ્લા આઝમને જઈને મળ્યો હતો તેના થી પ્રેરિત થઈને ઓસામા સોવિયેત યુનિયન વિરુદ્ધ ચાલતા યુદ્ધમાં મુજાહિદ્દીનનો સાથી બની ગયો હતો અને હથિયારોની લે વેચનું કામ સંભાળવા લાગ્યો હતો

image source

જેમ જેમ તેનું નેર્ટવર્ક ફેલાયું તેમ તેમ તેના તાર આઈએસ આઈએસ સાથે જોડાવા લાગ્યા હતા ઓસામા એ તેના મિત્ર આઝમ સાથે મળીને આંતકની ફેકટરી ખોલી હતી જેનું નામ તેણે ” મકતબ – અલ – ખીદમત ” રાખ્યું હતું ઓસામા આ સંગઠન હેઠળ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સોવિયેતના શાસનને નાબૂદ કરવા માંગતો હતો આથી તેણે પાકિસ્તાનમાં આંતકની શાળાઓ ખોલી હતી અને ઠેર ઠેર કેમ્પો લગાવ્યા હતા

જોકે આ સંગઠન વધુ દિવસો સુધી ચાલ્યું ન હતું કારણકે ઓસામા અને તેનો મિત્ર આઝમ બંને અલગ થઇ ગયા હતા અને તેના અલગ થવાનું પણ એક કારણ હતું ઓસામા તેના સંગઠનમા આરબ છોકરાઓ રાખવા માંગતો હતો જે આઝમને મંજુર ન હતું

અલ – કાયદામા સક્રીયતા

image source

આઝમથી અલગ થયા બાદ ઓસામાએ 11 ઓગસ્ટ 1988 ના રોજ પોતાના સંગઠન અલ – કાયદાની સ્થાપના કરી હતી ધર્મને જીત અપાવવાના હેતુ થી ચાલુ કરવામાં આવેલા સંગઠનને મજબૂત કરવા માટે લાદેને ખુબજ મહેનત કરી હતી તેણે પાકિસ્તાની લોકોને આતંકવાદીની તાલીમ આપવાનું ચાલુ કર્યું અને હથિયારો બનાવવાની જાણકારી પણ શીખવવા લાગ્યો હતો

કહેવામાં આવે છે કે પશ્ચિમી દેશોના સમર્થનથી જ્યારે ઓસામાની તાકાત વધી ત્યારે 1989 ની અંદર સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવી લીધી હતી 1990 આવતા આવતા તો ઓસામા જેહાદી હીરોના રૂપમાં સાઉદી અરેબિયા પરત ફર્યો હતો

image source

સદામને જ્યારે ઓસામાની સાઉદી આવવાની ખબર મળી ત્યારે તેને પોતાની સત્તા ખોવાનો ડર સતાવવા લાગ્યો હતો ઓસામા પગ પેસણું કરે તે પહેલા સદામે ઓસામાને ચેતવણી મોકલી તો પણ ઓસામા માન્યો ન હતો આથી સદામે ઓસામા ને ખુલ્લી ધમકી આપી હતી માત્ર આટલું જ નહીં 1990 માં ઇરાકે જ્યારે કુવૈત પર હુમલો કર્યો હતો ત્યારે ઓસામાએ યુદ્ધમા પોતાના લોકો મોકલવાની ભલામણ કરી પરંતુ આ ઓફર સદામ હુસેને ઠુકરાવી દીધી હવે લાદેને વિચારી લીધું હતું કે તે અલ – કાયદાને સાઉદીમાં જ નહીં પરંતુ આખા વિશ્વભરમાં પ્રખ્યાત બનાવશે

9/11 નો માસ્ટર પ્લાન

image source

” અલ – કાયદા ” ને પ્રખ્યાત કરવામાં માટે ઓસામાના દિમાગમા કોઈક ખિચડી રંધાઈ રહી હતી તેના મગજમા કઈક ધમાકેદાર કરવાનો પ્લાન ચાલી રહ્યો હતો તેણે તેના મનસુબાને અંજામ આપવા માટે સુદાનનો રૂખ પકડ્યો ત્યાં તેણે એક બોમલાસ્ટ કર્યો જ્યા 2 ઑસ્ટ્રીયન નાગરિકોની મોત થઈ હતી અલ – કાયદાનો હુંમલાનો આ દોર કાયમ માટે ચાલુ જ રહ્યો અને ઓસામાએ આંતકની મદદ થી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું

આ બધા હુમલાઓને લિધે સુરક્ષા એજન્સીઓ લાદેનની પાછળ પડી ગઈ હતી ઓસામાએ હવે વિચાર્યુ કે તે જો સુદાનમાં રહેશે તો સુરક્ષા એજન્સીઓ તેને પકડી પાડશે આ ડર થી ઓસામાએ સુદાનથી અફઘાનિસ્તાનનો રસ્તો પકડ્યો હતો અને લાદેને ત્યાં રહીને જ અલ – કાયદા માટે ઘણા પ્લાન બનાવ્યા આમાંથી સૌથી મોટો હુમલો નાઇરોબી મા આવેલા અમેરિકી દુતાવાસ પર કરવામાં આવ્યો હતો જેમાં 213 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 4500 લોકો ઘાયલ થયા હતા 12 ઓક્ટોમ્બરના રોજ ઓસામા એ દારૂગોળો ભરેલી નાવ અમેરિકાના નેવીના બેઝ પર મોકલી હતી જેમાં 17 નાવિકોની મોત થઈ ગઈ હતી અને 34 જેટલા લોકો ઘાયલ થયા હતા આ હમલાની જવાબદારી ખુદ લાદેને જ લીધી હતી

image source

લાદેન હવે નાના હુમલાઓથી કંટાળી ગયો હતો તે હવે કૈક આંતરરાષ્ટ્રીય લેવલ પર કરવા માંગતો હતો તે માટે લાદેને અમેરીકાને ટાર્ગેટ બનાવ્યું અફઘાનિસ્તાનમા મુલ્લા ઉંમર ના શાસનને તે ઇસ્લામ માટે આદર્શ શાસન માનતો હતો જ્યારે અમેરિકા સહિત બધા પશ્ચિમી દેશોને તે ઇસ્લામ વિરોધી માનતો હતો આ માન્યતાને લીધે તેણે સાઉદી રેબિયાની નાગરિકતા પણ છોડી દીધી હતી 9/11 ના હુમલા બાદ તો લાદેનની સાથે સાથે અલ – કાયદા આખા વિશ્વમાં ચર્ચાવા લાગ્યું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ