લીલી ડુંગળી: કેન્સર જેવી ઘણી જટિલ બીમારી સામે મળશે રક્ષણ…

મિત્રો, લીલી ડુંગળી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે, તેને તમે કાચી ખાઈ શકો છો. આ ઉપરાંત તેને રાંધવા માટે પણ અનેકવિધ રીતો આવેલી છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા ઉચ્ચ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામા આવે છે. તેમા વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન બી-૨, વિટામિન-કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને ઉચ્ચ માત્રામા ફાઇબર પણ સમાવિષ્ટ હોય છે. તો ચાલો આજે આપણે લીલી ડુંગળીના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીએ.

રોગપ્રતિકારક શક્તિમા વૃદ્ધિ થાય છે :

image source

આ ડુંગળીનુ નિયમિત સેવન આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. સામાન્ય રીતે ઠંડીની ઋતુમા શરદી અને તાવ જેવી સમસ્યાઓ તમારા શરીરમા ઘર કરી જાય છે પરંતુ, જો તમે તમારા રોજીંદા ભોજનમા આ લીલી ડુંગળીનો સમાવેશ કરશો તો તે આ સમસ્યાઓને પણ તુરંત દૂર કરશે અને તમારી રોગપ્રતિકારક શકતી પણ મજબુત બનાવશે.

દમની સમસ્યામા રાહત મળે :

image source

જે લોકો અસ્થમાની સમસ્યાથી પીડાતા હોય તે લોકો માટે પણ ડુંગળીનુ સેવન ફાયદાકારક સાબિત થાય છે કારણ કે, એન્ટિહિસ્ટેમાઈન્સ જેવા પૌષ્ટિક તત્વો આ વસ્તુમા પુષ્કળ માત્રામા જોવા મળે છે. તે અસ્થમાની સમસ્યાને દૂર કરે છે અને ફેફસા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

શરદી અને ફ્લૂની સમસ્યા સામે રક્ષણ મળે :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે વાયરલ તાવ અને ફલૂ સામે લડવામા પણ અસરકારક સાબિત થઇ શકે છે અને સાથે-સાથે શરીરમા થતી કફની સમસ્યા સામે પણ તમને રક્ષણ આપે છે.

ડાયાબિટીઝ નિયંત્રણમા રહે :

image source

આ વસ્તુમા સમાવિષ્ટ ક્રોમિયમના કારણે આપણા શરીરમા બ્લડસુગરનુ સ્તર નિયંત્રિત કરે છે અને સાથે જ તે ગ્લુકોઝની માત્રામા પણ સુધારો કરે છે.

હૃદય માટે લાભદાયી :

image source

આ વસ્તુમા જોવા મળતુ વિટામિન-સી તમારા બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખવાનુ કામ કરે છે. તે હૃદયને લગતી બીમારીઓનુ જોખમ ઘટાડે છે તથા તેનો નિયમિત ઉપયોગ કરવાથી હ્રદય સાથે સંકળાયેલી બીમારીઓનુ જોખમ પણ ઓછુ થાય છે.

કેન્સરની પીડામા રાહત મળે :

image source

આ વસ્તુમા સલ્ફરની માત્રા ખુબ જ વધારે પડતી હોવાથી તે કેન્સરની સમસ્યા થવાનુ જોખમ ઘટાડે છે. આ ઉપરાંત તેમા પેક્ટીન નામનુ તત્વ સમાવિષ્ટ હોય છે, જે એક પ્રકારનુ પ્રવાહી કોલાઇડલ કાર્બોહાઇડ્રેટ છે અને પેટના કેન્સરને રોકવામા મદદરૂપ સાબિત થાય છે.

વિશેષ નોંધ : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. જો તમે કોઈપણ બીમારીથી પીડિત છો, તો આ ઉપચાર અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા તો કોઈ નિષ્ણાંતની સલાહ લો.