બદામનો શીરો – શિયાળું સ્પેશિયલ તેમજ બ્રેન બુસ્ટર બદામનો શીરો બનાવવાની પરફેક્ટ રીત

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ તેમજ બ્રેન બુસ્ટર બદામનો શીરો” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાધા પછી પણ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો શીરો એક વખત બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • બદામ
  • દૂધ
  • ઘી
  • ઈલાયચી પાવડર
  • ખાંડ

રીત-

1- સૌથી પહેલા આપણે બદામ ને ક્રશ કરી લઈશું. હવે કડાઈ માં બે મોટી ચમચી ઘી લઈશું. હવે ઘી થોડું ગરમ થઇ ગયું છે. હવે તેમાં બદામ નો ભૂકો એડ કરીશું.અને થોડું શેકી લઈશું.

2- હવે તેને ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું બે જ મિનિટ તેને શેકી લઈશું. તમે જોઈ શકો છો કે આ એકદમ હેલ્દી અને પોષ્ટીક રેસીપી છે.તે થોડું ફૂલસે અને થોડી સુગંધ આવે એટલે તેનો મતલબ એમ કે તે શેકાઈ ગયું છે.

3- હવે તેમાં આપણે દૂધ નાખીશું. આમાં બહુ દુધની જરુર નથી પડતી. તેમાં જરૂર પ્રમાણે ધીમે ધીમે દૂધ નાખતા જઈશું.અને હલાવતા રહીશું. હવે ઘી છૂટુ પડી ગયું છે. હવે તેમાં એક મોટી ચમચી ખાંડ નાખી શું.

4- હવે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘી, ખાંડ, બદામ અને દૂધ કેટલું પોષ્ટીક છે. આ પ્રેગનેટ વુમન માટે આ ખૂબ લાભદાયી છે.હવે આ તૈયાર થઈ ગયું છે.

5- બદામનો શીરો કેટલું જલ્દીથી બની ગયો છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે તેમાં અડધી નાની ચમચી ઈલાયચી નો પાવડર નાખીશું. ચાલો હવે તેને સર્વે કરીશું.

6- હવે ગરમાગરમ બદામનો શીરો તૈયાર થઈ ગયો છે. જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.