બજેટ ઓછુ છે અને સસ્તામાં સારું ફરવુ છે? તો ભારતના આ પ્લેસ પર મારી લો એક લટાર, મળશે માનસિક શાંતિ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હરવા ફરવાના શોખીન લોકો ફરવા જવાનો પ્લાન અને નવી નવી જગ્યાઓએ જવા વિશે વિચારતા હશે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ઘણા ખરા લોકો બહાર ફરવા નથી જઈ શક્યા. આ વર્ષે પણ ઘણા સ્થળોએ લોકડાઉન હોવાથી ફરવા જવાના પ્લાન અસ્ત વ્યસ્ત થઈ ગયા હતા. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે ભલે કોરોનાને કારણે વિદેશ યાત્રા ન કરી શકો પરંતુ દેશની અંદર જ આવેલા અમુક પ્રખ્યાત સ્થાનોએ જ્યારે ત્યાં લોકડાઉન સમાપ્ત થઈ જાય ત્યારે ફરવા જઈ શકો છો. ત્યારે આવા જ અમુક સ્થાનો વિશે જાણીએ.

તોષ

image source

હિમાચલ પ્રદેશ પહેલાથી જ તેની સુંદરતાને કારણે પ્રસિદ્ધ છે અને અહીં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં કોરોના મહામારીના વર્ષોને બાદ કરતાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. અહીંના કુલ્લુ જિલ્લામાં આવેલું એક ગામ છે તોષ. તોષ ગામ પાર્વતી ઘાટીના કસૌલથી સાવ નજીક સ્થિત છે. ચારે બાજુ ઊંચા ઊંચા બરફથી લથબથ પહાડોથી ઘેરાયેલી આ જગ્યા અહીં આવનારા પર્યટકોને આકર્ષિત કરે છે. અહીં લાજવાબ ઝરણાઓ પણ છે જેને પહાડ પરથી પડતા જોવા ન ભુલાય તેવો અનુભવ આપે છે.

માવલેનગોટ

image source

મેઘલય પણ એક પહાડી વિસ્તાર છે અને પોતાની સુંદરતા માટે તે પર્યટકોમાં પસંદગીનું રાજ્ય છે. મેઘલયમાં શીલોન્ગથી અંદાજે 42 કિલોમીટરના અંતરે માવલેનગોટ નામનું એક ગામ છે. આ ગામની સુંદરતા જોઈને પર્યટકોનું મન ભરાઈ જાય છે. અહીંની લીલીછમ પહાડીઓ અને શાંત વાતાવરણ પર્યટકોને તેની મુસાફરીનો થાક ઉતારી દે તેવો એહસાસ કરાવે છે. શહેરની ભાગમભાગ ભર્યા જીવનમાં આ ગામ માનસિક શાંતિ આપે છે.

શિમલા

image source

હિમાચલમાં આવેલ શિમલાની સુંદરતા વિશે તો શું કહેવું ? અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને અહીંની પ્રાકૃતિક સુંદરતાનો રૂબરૂ અનુભવ કરે છે. શિમલામાં ફરવા જેવા સ્થાનોની વાત કરીએ તો અહીં કૂફરી, નારકંડા, મોલ રોડ, ચૈલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સડ સ્ટડી, તાતા પાની વગેરે જેવી જગ્યાઓએ ફરી શકાય છે. અહીંનું વાતાવરણ પણ આહલાદક રહે છે જેથી બરફવર્ષાનો આનંદ લઈ શકો છો.

સાંચી

image source

મધ્ય પ્રદેશ રાજ્યમાં વસેલું છે સાંચી. આ નાનકડું ગામ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું બેતવા નદીના કિનારે આવેલું છે. અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને ભારતના વર્લ્ડ હેરીટેઝ સાઇટ પૈકી એક સાઇટ છે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. તમે પણ લોકડાઉન બાદ આ જગ્યાએ ફરવા આવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!