લોકડાઉનનો કંટાળો દૂર કરવા આ જૂન – જુલાઈમાં ફરવા જાવો આ બેસ્ટ ટ્રાવેલ પ્લેસ પર, આવશે જોરદાર મજ્જા

ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. જો કે આ વખતે વરસાદ પડી ગયો હોવાથી વચ્ચે વાતાવરણ થોડા અંશે ઠંડુ થયું હતું. પરંતુ ગરમીનાં દિવસો એટલા માટે પણ વધુ ચર્ચાસ્પદ છે કે આ સીઝનમાં જ લોકો હરવા ફરવા જવાનો પ્લાન કરે છે. કોઈ તેમના મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન કરે છે તો કોઈ તેના સગા સંબંધીઓ સાથે અને કોઈ પોતાના પરિવારના સભ્યો સાથે ફરવા જવાનો પ્લાન બનાવે છે. ગરમીનાં આ દિવસોમાં ખાસ કરીને લોકો એવી જગ્યાઓએ જવાનું વધુ પસંદ કરે છે જ્યાંનું વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય અને ત્યાં રજાઓ ગાળવી સારી લાગે.

image source

પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે લોકો છેલ્લા લગભગ બે વર્ષથી પોતપોતાના ઘરો અને શહેરોમાં જ રહે છે. જેથી કોરોના વાયરસની ચેન તોડી શકાય. જો કે હાલના સમયે કોરોનાનો પ્રભાવ ઓછો થતા અનેક શહેરોમાં લોકડાઉન પણ ખુલવા લાગ્યું છે. ધીમે ધીમે કોરોનાનો પ્રભાવ ઓછો થાય તે મુજબ ધીમે ધીમે દેશની ગાડી પાટે ચડતી જશે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે. અને છૂટછાટને પગલે અમુક શહેરોમાં ગાડી પાટે ચડવા પણ લાગી છે અને તમે ભારતના તે શહેરોમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. બસ તમારે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ત્યારે ભારતના એવા ક્યા સ્થાનો છે જ્યાં ફરવા જઈ શકાય ચાલો જાણીએ.

અલ્મોડા

image source

અલ્મોડા ઉત્તરાખંડનો એક જિલ્લો છે જ્યાં પ્રકૃતિનો એક અલગ જ અંદાજ અને અલગ જ અનુભવ માણવા મળે છે. દિલ્હીથી અહીં પહોંચવા માટે તમારે લગભગ 350 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અહીં ગરમીની સીઝનમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે અને બહુ ઓછા પૈસા ખર્ચીને ટ્રીપનો પૂરેપૂરો આનંદ માણે છે. અહીં અનેક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.

ઋષિકેશ

image source

પહાડો વચ્ચે વસેલું ઋષિકેશ ધાર્મિક અને એડવેન્ચર એમ બન્ને રીતે પર્યટકોમાં જાણીતું છે. દિલ્હીથી ઋષિકેશનું અંતર લગભગ 244 કિલોમીટર થાય છે. ગરમીનાં દિવસોમાં તમે અહીં તમારા મિત્રો, સગા સંબંધીઓ કે પરિવારના સભ્યો સાથે ફરવા આવી શકો છો. અહીં તમે ધાર્મિક સ્થાનો સિવાય ટ્રેકિંગ, રિવર રાફટિંગ, ક્લિમ્બિનગ, અને બંજી જમ્પિંગ જેવા અદભુત અને યાદગાર રહી જાય તેવા એડવેન્ચર અનુભવ લઈ શકો છો.

શિમલા

image source

હિમાચલ પ્રદેશમાં આવેલું શિમલા શહેર પોતાની સુંદરતાને કારણે ફક્ત ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે નામ ધરાવે છે. અહીંનું વાતાવરણ અન્ય શહેરોની સરખામણીએ ઘણું ઠંડુ હોય છે. અહીં તમે મોલ રોડ, કૂફરી, ચૈલ, નાલકંડા, તાતાપાની જેવા સ્થાનોએ ફરવા જઇ શકો છો. અહીં ઓન દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

લેંસડાઉન

image source

જો તમને પ્રકૃતિમાં રસ છે અને તમે એક પ્રકૃતિપ્રેમી છો અને પ્રાકૃતિક જગ્યાએ જવા ઇચ્છો છો તો તમારે શહેરી દેકારાથી દુર અને કુદરતી શાંતિનો અનુભવ કરાવતા લેંસડાઉન જવું જોઈએ. ઉત્તરાખંડમાં વસેલ લેંસડાઉન આ વિષય સંબંધે શ્રેષ્ઠ સ્થાન છે. અહીંની સુંદર પહાડીઓ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એ સિવાય અહીં અનેક પ્રાચીન ઇમારતો પણ આવેલી છે અને લાજવાબ કુદરતી દ્રશ્યો પણ છે જેને જોઈને તમે અભિભૂત થઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!