ઓ બાપ રેે..અમદાવાદની નજીક અહીં કોરોનાના કેસમાં સતત વધારો થતા લોકોએ સ્વયંભૂ લોકડાઉન કર્યુ જાહેર, આંકડાઓ છે ચિંતાજનક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓના મેળા, રેલીઓ હાલ જનતાને ભારે પડી રહ્યો છે. વડોદરામાં કોરોના વાયરસે જબરદસ્ત ઉથલો માર્યો છે, જેથી લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના માંડવી વિસ્તારના સાત સોનીને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. હવે આજ સિલસિલામાં એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. વડોદરાના સેવાસીમાં કોરોના બ્લાસ્ટ થયો છે, જેથી લોકોમા ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરાને અડીને આવેલા સેવાસી જૂથ ગ્રામપંચાયતના ખાનપુરમાં ગામમાં કોરોનાનો કહેર વધતાં ગ્રામજનો દ્વારા આગામી તારીખ ૩૧મી સુધી સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ગામામાં ૪૭ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં એક વૃદ્ધનું ગઇકાલે મોત નિપજ્યુ હતુ.

image soucre

કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામના આગેવાનો દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એવા પટેલ ફળીયાને સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ હતી અને ડોર ટૂ ડોર સર્વે હાથ ધર્યો છે. લોકોને આરોગ્ય વિભાગ જરૂરી દવા આપીને સેનિટાઈઝર અને કોરોનાના નિયમો પાળવાનું જણાવી રહ્યું છે. ખાનપુર ગામમાં 31મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાની નોટિસ લગાવી દેવામાં આવી છે. ગામના અને બહાર ગામના લોકોને પણ કોરોનાની ગંભીરતા સમજાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર – જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૫ વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. જેના પગલે અત્યાર સુધી કોરોનાગ્રસ્તોનો કુલ આંક ૨૫૬૫૨ પર પહોચ્યો હતો.

image soucre

વડોદરાથી સિંધરોટ જવાના રોડ પર આવેલા નાનકડા ખાનપુર ગામમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ સપ્તાહમાં ખોબા જેવડા નાનકડાં ગામમાં ૪૭ કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ગામના પટેલ ફળિયામાં જ ૩૫થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને ૩૧મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.

image soucre

વડોદરાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના વિવિધ વિસ્તારમાંથી ૨૭૮૮ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૨૭૧૩ વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે ૭૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે તમામ શહેરના રાવપુરા, વાસણા રોડ, સવાદ ક્વાર્ટસ, શિયાબાગ, દાંડિયાબજાર, વિજયનગર, મંગલેશ્વર, હરણી રોડ, પિરામીતાર રોડ, લાલબાગ, નારાયણ વાડી, જૈન મંદિર ફળિયું, ઇન્દ્રપ્રસ્થ તથા પ્રતાપનગર ખાતેથી આવ્યા છે. જ્યારે જિલ્લામાં વરણામા, વલણ, રણોલી, સોખડા, પાદરા, કોયલી તથા આસોજ ખાતે પણ કેસ આવ્યા છે. વડોદરાના વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૪૮ દર્દીઓ પૈકીના ૫૦૦ની સ્થિતી સ્ટેબલ છે, જ્યારે ૧૦૧ને ઓક્સિજન પર તથા ૪૭ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન જેમની સ્થિતી સુધારાજનક જણાંતા ૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ

image source

અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને મેયરે અપીલ કરી છે. કોરોના મામલે અમદાવાદ મેયરની જનતાને અપીલ કરતા જણાવ્યુ છે કે, નાગરિકો બિનજરૂરી મેળાવડા ટાળે. તેમજ નાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે. આ સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.

સુરતમાં બહારના રાજ્યમાંથી આવતા લોકોને થવું પડશે હોમ ક્વોરોન્ટાઈન

image soucre

તો હવે અન્ય રાજ્યમાંથી સુરત આવનારને સાત દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. સુરત મહાનગર પાલિકાએ જાહેરનામામાં સુધારો કર્યો છે. આ મુજબ ગુજરાત બહારથી આવનારને હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. અગાઉ સુરત બહારથી આવનાર માટે આ પ્રકારે આદેશ કરવામાં આવ્યો હતો.

વડોદરાના માંડવી વિસ્તારમાં કોરોના ફેલાયો

વડોદરાના માંડવી વિસ્તારના સાત સોનીને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો છે. કોરોનાના નવા કેસમાં વધુ દર્દીઓનો ઉમેરો થયો હતો. આજે સરકારી ચોપડે કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 243 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસની પીડિત દર્દીઓનો કુલ આંકડો 25,577 થયો છે.

image soucre

શહેરમાં શહેરમાં છેલ્લાં 14 દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાર દરવાજાના માંડવી વિસ્તારમાં સાત સોનીને કોરોના પોઝિટિવ આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 2,743 સેમ્પલ લેવાયાં, જે પૈકી 73 દર્દીઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ અને 2670 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોરોના સામે લડત આપતા એક દર્દીનું આજે મોત થયું છે. આરોગ્ય વિભાગના સરકારી આંકડા મુજબ શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલ સહિત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કુલ 618 દર્દીઓ સારવાર હેઠળ છે. 618 પૈકી 479 દર્દીઓની હાલત સ્થિર, 95 દર્દીઓ ઓક્સિજન અને 44 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિત હોમ આઇસોલેશનમાંથી 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 24,716 પર પહોંચી છે. આજે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં કોર્પોરેશનના ચોપડે મૃત્યુઆંક 242 પર પહોંચ્યો છે.
શહેર-જિલ્લાના ક્યા વિસ્તારમાં કોરોનાના દર્દીઓ ?

શહેર: કારેલીબાગ, સમા, જ્યુબેલીબાગ, વારસીયા, ફતેપુરા, નવાયાર્ડ, નવીધરતી, કિશનવાડી, રામદેવ નગર, સવાદ, સુદામાપુરી.
ગ્રામ્ય: સાવલી, ડેસર, ડભોઈ, વાઘોડિયા, પાદરા, કોયલી, બાજવા, ટીંબી, પોર, કોલીયાદ.

પાલિકાએ 8.17 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપી

image soucre

કોરોના મહામારીમાં પાલિકાએ હેલ્થ સ્ટાફ, સેનેટરી વર્કસ, પોલીસ, એસઆરપી, પોઝિટિવ દર્દીઓના નિકટના અને હાઇરિસ્ક ગ્રૂપના વ્યક્તિઓને મળી કુલ 8,17,996 હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવા આપી હતી. આ ઉપરાંત દરેક ઝોનમાં હોમિયોપેથી દવા અને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ