દુર્ઘટના: સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, જાણો કેટલા લોકોના થયા કરુણ મોત

સુરતમાં એક ઘટના બનવા પામી છે જેમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવ બનતી બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માટે ખોદકામ થઈ રહ્યું હતું. ત્યારે અચાનક જ માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાઇ ગયા હતાં.

નવા બનતા આ એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. આ સમગ્ર ઘટના બન્યા પછી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ટીમે પોતાની કામગીરી શરૂ કરી હતી. જેમાંથી બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બેના મોત નિપજ્યા છે.

અચાનક જ ધસી પડેલી આ દીવાલ વિશેની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી બાજુ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે.

ઘટના સ્થળે લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

આ સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરનાર વિપુલ કંથારીયાએ જણાવ્યું હતું કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી.

image soucre

આ ઘટના બની એ પછી ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહી છે. આ ઘટનાને જોવા માટે ઘટનાસ્થળે 400- 500 લોકોની ભીડ જમા થઈ ગઈ હતી જેના પરિણામે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના પરથી એટલો તર્ક તો લગાવી શકાય કે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી જ બેદરકારી રાખવામાં આવી રહી છે.કામ કરતા મજૂરો દિવાલમાં લગાવેલી માટી સાથે ધસી જવાથી નીચે દબાયા હતા.

image soucre

તમને જણાવી દઈએ કે મજૂરો જે માટીમાં ધસી પડ્યા છે એ ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.
ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે હાલ જે ભાગમાં દિવાલ છે ત્યાં આગળ રેસ્ક્યૂની કામગીરી કરવામાં ફાયર વિભાગની ટીમ પોતાનું કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ