રાત્રિ કરફ્યૂને કારણે મહિલાઓ બની રહી છે આ રોગનો ભોગ, સર્વેમાં જાણવા મળેલી હકીકત વાંચીને તમારી આંખો પણ ફાટી જશે

હાલમાં થોડા દિવસથી કોરોનાના કેસ ગુજરાતમાં ઘટી રહ્યા છે. રોજ એક હજારથી અગિયારસો આસપાસ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જો કે આ કેસ દિવાળી બાદ ટોચ પર હતા. દિવાળીની ખરીદી દરમિયાન લોકોએ દાખવેલી બેદરકારી ભારે પડી હતી અને રોજના પંદરસોથી સોળસો કેસ સામે આવતા હતા. જેને પરિણામે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી.

image source

જેમાં કોરોનાનો ડર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો. ત્યાં રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવ્યો જેના પરિણામે ફરીથી લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભય પેદા થયો છે એવું સરવેના તારણોમાંથી બહાર આવ્યું છે.

484 મહિલા પર ગૂગલ ફોર્મ દ્વારા એક સરવે કરાયો

image source

આ અંગે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ નિમિષા પડારિયા અને દાફડા નયનાએ રાત્રી કર્ફ્યૂ વિશે મહિલાઓ શું અનુભવે છે એ વિશે 484 મહિલા પર ગૂગલ ફોર્મ દ્વારા એક સરવે કર્યો. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. રાત્રી કર્ફ્યૂને કારણે સ્ત્રીઓમાં ભય વધી રહ્યો છે. કેમ કે, ઘર પરિવારના સભ્યો રાત્રે નવ વાગ્યા પછી અથવા નવ વાગ્યાની આસપાસ ઘરે ન આવ્યા હોવાથી ડર અને ચિંતાનો ભોગ બની રહી છે. કારણ કે, રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો બહાર હોવાથી સતત ચિંતિત રહે કે કઈ થયું નહિ હોય ને?, પોલીસે પકડ્યા તો નહીં હોઈને? આવા બધા કારણોથી પુરુષો કરતા સ્ત્રીઓમાં રાત્રી કર્ફ્યૂથી ભયનો માહોલ વધ્યો હોવાનું સરવે પરથી તારણ નીકળ્યું છે. આમ પણ સમગ્ર લોકડાઉન દરમિયાન લોકોના વેપાર ધંધા બંધ રહ્યા હતા. હજુ થોડા સમય પહેલા જ શરૂ થયા ત્યાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો જેના કારણે પણ વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.

પુરુષો કરતા સ્ત્રીઓમાં રાત્રી કર્ફ્યૂનો ભય વધારે

સવાલ: રાત્રી કર્ફ્યૂને કારણે અગત્યના કામો અટકી જાય છે કે ઉતાવળે પૂર્ણ કરવા પડે છે?

જવાબ: 75% મહિલાઓએ ‘હા’ અને 25% મહિલાઓએ ‘ના’ કહી હતી.

સવાલ: રાત્રી કર્ફ્યૂ રાખવાથી કોરોના કાબૂમાં આવશે?

જવાબ: 66.7% મહિલાઓએ ‘ના’ અને 33.3% મહિલાઓએ ‘હા’ કહી હતી.

image source

સવાલ: રાત્રી કર્ફ્યૂ સાથે તમે સહમત છો?
જવાબ: 61.9% મહિલાઓએ ‘અસહમતી દર્શાવી, 38.1% મહિલાઓએ સહમત હોવાનું કહ્યું.
સવાલ: મોડું થશે તો પોલીસ પકડશે એવો ભય લાગે છે?

જવાબ: 78.6% મહિલાઓએ ‘હા’ અને 21.4% મહિલાઓએ ‘ના’ કહી હતી.

સવાલ: રાત્રી કર્ફ્યૂથી તમારા પરિવારના વ્યવસાયમાં કોઈ આડ અસર થઈ છે?

જવાબ: 67.9% મહિલાઓએ ‘હા’ અને 32.1% મહિલાઓએ ‘ના’ કહી હતી.

સવાલ: રાત્રે નવ વાગ્યા પછી તમારા ઘરના સભ્યો બહાર હોય તો ભય લાગે છે?

જવાબ: 61.9% મહિલાઓએ ‘ના’ અને 38.1% મહિલાઓએ ‘હા’ જણાવી હતી.

image source

સવાલ: રાત્રી કર્ફ્યૂના કારણે તમારા ઘરના સભ્યો કોઈ કામથી બહાર ગયા હોય અને 9 વાગતા બેચેની થાય છે?

જવાબ: 73.8% મહિલાઓ બેચેની અનુભવે છે, 26.2% મહિલાઓ બેચેની અનુભવતી નથી.

સવાલ: ઉતાવળે ઘર પર જતાં અકસ્માતનો ભય લાગે છે?

જવાબ: 77.4% મહિલાઓને અકસ્માતનો ભય લાગે છે, 22.6%ને નથી લાગતો.

સવાલ: રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા ઈચ્છો છો?

જવાબ: 7.40% મહિલાઓએ કહ્યું, હાલનો જે સમય છે એ બરાબર છે. 19% મહિલાઓએ કહ્યું, રાત્રે 10થી સવારના 5 વાગ્યાનો હોવો જોઈએ. 20.2% મહિલાઓએ કહ્યું, રાત્રે 11 થી સવારના 5 વાગ્યાનો હોવો જોઈએ. 53.30% મહિલાઓએ કહ્યું, હવે રાત્રી કર્ફ્યૂ હટાવી લેવો જોઈએ.

રાત્રી કર્ફ્યૂથી સ્ત્રીઓમાં સૌથી વધુ ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડરનો ભોગ બની

image source

રાત્રી કર્ફ્યૂને કારણે મહિલાઓ શારીરિક અને માનસિક અસરનો પણ ભોગ બની રહી હોવાનું પણ સરવેમાંથી બહાર આવ્યું છે. જેમાં શારીરિક લક્ષણોમાં પરસેવો, શરીરમાં ધ્રુજારી, ગરમી કે ઠંડી, શ્વાસની તકલીફ, ગૂંગળામણ, હૃદયના ધબકારા અચાનક વધી જવા, ભૂખમાં ખલેલ વગેરે છે, જ્યારે માનસિક લક્ષણો નિયંત્રણ ગુમાવવાનો ભય, બેહોશ થવાનો ભય, ભયની લાગણી, મૃત્યુનો ભય, નુકસાન કે માંદગીનો ભય, અપરાધ ભાવ, મૂંઝવણ, ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલી, ક્રોધ, ચીડિયાપણું, મૂડમાં પરિવર્તન, ચિંતા અને ભય, વારંવાર ઘરના દરવાજા તરફ જોયા કરવું (જેને મનોવિજ્ઞાનમાં ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડર OCD) કહે છે. રાત્રી કર્ફ્યૂથી સ્ત્રીઓમાં સૌથી વધુ ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડરનો ભોગ બની છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1010 કેસ

image source

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1010 કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 4234 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 5 લોકોના મોત થયા છે. તો સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1190 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 35 હજાર 299 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 11 હજાર 940 એક્ટિવ કેસ છે. જ્યારે 61 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ