કહાની કિન્નરની: પિતાએ ઘરમાંથી કાઢી મુક્યો, મકાન માલિકે ઘર ખાલી કરાવ્યું, સમાજના ધિક્કાર વચ્ચે હાલમાં નમકીનની દુકાન ચલાવીને કરે છે મહેનત

આપણે સૌ જાણીએ છીએ કે કહેવાતા સભ્ય સમાજમાં કિન્નરોને યોગ્ય માન સન્માન મળતું નથી. તેની હંમેશા ઉપેક્ષા જ કરવામાં આવે છે. તો બીજી તરફ કિન્નરની છાપ હંમેશા લોકોના મનમાં એવી પડી ગઈ છે કે તેઓ જોર જબરજસ્તીથી લોકો પાસે પૈસા ઉઘરાવે છે અને ઝઘડો પણ કરે છે. અને કદાચ આજ કારણે લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે અને તેમને જોઈ તેટલું માન સન્માન પણ મળતું નથી.

અડાજણ વિસ્તારમાં નમકીનની દુકાન શરુ કરી

image source

પરંતુ સમાજમાં એવા ઘણા કિન્નરો છે જેમણે પોતાની મહેનત અને આત્મવિશ્વાસન દમ પર લોકોની માન્યતાને બદલવા મજબૂર કર્યો છે અને મહેનત કરી પોતાનું પેટીયું રડી રહ્યા છે. આમ પણ કિન્નરોનું જીવન આસાન નથી હોતું એક તો પહેલાથી જ તેમને ઘરનો પ્રેમ જોઈ તેટલો મળતો નથી અને સમાજ પણ તેમને ધિક્કરે છે. આવી પરિસ્થિતિમાં ઘણા એવા કિન્નર છે જે પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.

આવા જ એક કિન્નર છે સુરતના રાજવી જાન, રાજવી જાને સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે અને તેમાંથી તે પોતાના માતા-પિતાનું ભરણપોષણ કરે છે. રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. તેના માતા-પિતાને જ્યારે ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છૂપાવી દીધી, શાળા અને કોલેજમાં તેણે છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો હતો, પણ પછી અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.

પિતાએ ઘરેથી કાઢી મુક્યો

image source

ત્યાર બાદ રાજવીએ પોતે જ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી ઓળખ બતાવવાનું શરુ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આવી પરિસ્થિતિમાં મોટા ભાગના કિસ્સામાં એવુ જ બને છે કે ઘરેથી કાઢી મુક્યા બાદ કિન્નર સમાજમાં તે ભળી જાય છે. પરંતુ રાજવીએ એવુ ન કર્યું પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી આત્મસન્માન સાથે જીવન પસાર કરી શકાય.

દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ છે

જીવન પસાર કરવા માટે પૈસાની જરૂર પડે. પરંતુ તે પૈસા માટે તેમણે લોકો પાસે ભીખ માંગવી પસંદ નહોતી. જેથી તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી. રાજવીએ બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો હતો. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. પરંતુ રાજવીએ હાર ન માની અને દુકાન શરુ કરી દીધી. આજે તે દુકાનમાંથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આ અંગે રાજવીએ જણાવ્યું હતું કે, દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ છે. મારી સામેને સામે જ જોયા કરે છે. પરંતુ મને વિશ્વાસ છે કે, એક દિવસ મારી દુકાન ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. નોંધનિય છે કે આપણા સમાજમાં હજુ પણ એ વાત સ્વિકારવામાં નથી આવતી કે કોઈ કિન્નર ભિખ માગ્યા સિવાય સામાન્ય લોકોની જેમ વેપાર ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે.

કિન્નર સાથે રહેવાથી કિન્નર બનાય તે વાત ખોટી

રાજવીની સંઘર્ષ ગાથા ઘમી લાંબી છે ક્યાં સુધી કે તેમના ઘર માલિકે તેનું ઘર પણ ખાલી કરાવી દીધું હતું. પરંતુ રાજવીએ હાર ના માની હતી. આ મામલે તેમણે જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી કરોના ગ્રસ્ત થવાય તે વાત સાચી પણ કિન્નર સાથે રહેવાથી કિન્નર બનાય તે વાત ખોટી છે. રાજવીનો આ સંઘર્ષ ઘણા કિન્નરો માટે પ્રેરણા દાયક છે. જે લોકો એમ માનતા હોય કે અમે કિન્નર છીએ તો કશું ના કરી શકીએ. અને સાથે સાથે સમાજની પણ જીમ્મેદારી છે કે રાજવી જેવા અન્ય કિન્નરમાં આવેલા આ બદલાવને લોકો સ્વિકારતા શીખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ