આ 5 લક્ષણો દેખાય તો જરાય ઢીલ કર્યા વગર જતાં આવજો દવાખાને, નહીંતર જીવથી હાથ ધોઈ બેસશો!

દેશભરમાં કોરોનાના કેસોનાં આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. નવા સ્ટ્રેન સાથે કોરોનાએ કમબેક કર્યું છે. આ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાઓ વિશે વાત કરીએ તો 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. રેકોર્ડ બ્રેક આંકડાઓ સાથે દર્દીમાં જોવા મળતાં લક્ષણો પણ અલગ છે જે ચિંતાનો વિષય છે.

image source

અત્યાર સુધીનાં સમયની વાત કરીએ તો સામાન્ય રીતે કોરોનામાં પહેલાં શરદી-ખાંસી અને તાવનાં લક્ષણો જોવા મળતાં હતાં પરંતુ હવે કોરોનાનો સ્ટ્રેન પણ બદલાયો છે અને તેની સાથે એનાં લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. આ નવા સ્ટ્રેનનાં લક્ષણોથી જૂના વેરિયન્ટ કેટલા અલગ છે તે અંગે વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યાં છે જેમાં આ લક્ષણોની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે.

આમ તો આ નવા સ્ટ્રેનમાં ઘણાં ચિન્હો જોવા મળી રહ્યાં છે તેમાં દરેક વિશે વિગતે વાત કરીએ. આંખો લાલ થવી એ નવા સ્ટ્રેનનું લક્ષણ છે. આ અંગે ચીનમાં તાજેતરમાં થયેલા રિસર્ચ પ્રમાણે નવા સ્ટ્રેનને ફોકસ કરતાં અમુક ખાસ લક્ષણોની ઓળખ થઈ છે. વાયારસનું ઈન્ફેક્શન થતાં જ નવા વેરિયન્ટમાં માણસની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થઈ જાય છે અને માત્ર આટલું જ નહીં આંખોમાં લાલાશ આવવાની સાથે આંખોની આસપાસ સોજો ચડી જાય છે. આમાં ઘણાં દર્દીઓ આંખમાંથી પાણી નીકળવાની વાત પણ કહી રહ્યાં છે.

image source

આ પછી બીજું મોટા ભાગે જોવા મળતું લક્ષણ કાનમાં દુખાવો થવો છે. આ અંગે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોવિડ-19ના નવા સ્ટ્રેનથી કાન સાથે જોડાયેલી તકલીફ પણ થઈ શકે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે અંદાજે 56% લોકોમાં આ તકલીફ જોવા મળી છે. જો તમને પણ આવાં કોઈ લક્ષણનો અનુભવ થાય તો એ કોરોનાના નવા સ્ટ્રેનનો હોવાની શક્યતા છે.

image source

નવા સ્ટ્રેનમાં ઘણાં દર્દીઓ પેટ સાથે જોડાયેલી સમસ્યા હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. નવા સ્ટ્રેન સાથે જોડાયેલા રિસર્ચમાં ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ સાથે જોડાયેલી ફરિયાદની વાત પણ કરી છે. પહેલાંનાં લક્ષણો પ્રમાણે દર્દીને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી. હવે દર્દીને પેટ સાથે જોડાયેલી તકલીફો પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયરિયા, ઊલટી, પેટમાં દુખાવો અને પાચનક્રિયામાં મુશ્કેલીની હોવાની વાતો ડોકટરો અને વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવી રહી છે.

image socure

આ સાથે એક ચોકાવનારું લક્ષણ આંગળીઓમાં સોજો આવવો જોવા મળ્યું હતું. ગયા વર્ષે માર્ચમાં ઈટાલીના અમુક ડર્મોલોજિસ્ટે કોવિડ-19 પોઝિટિવ દર્દીઓના પગની આંગળીઓમાં સોજો આવવાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોરોના પોઝિટિવ થયા પછી તેમના સ્કીન કલરમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે. અમુક લોકોના સ્કીનમાં બ્લુ અથવા જાંબલી કલરના ધબ્બા જોવા પણ મળે છે.

image source

એક બીજી ગંભીર સમસ્યા નોંધાઈ રહી છે તે છે બ્રેન ફોગ. કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થનારા લોકોમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જોવા મળે છે. આ અંગે medRXivના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેતા લોકોમાં બ્રેન ફોગ અથવા મેન્ટલ કન્ફ્યુઝનની સમસ્યા સામે આવી રહી છે અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની અસર તેમની ઊંઘ અને મેમરી લોસ પર પણ પડી શકે છે.

image socure

આ સાથે બીજા એક લક્ષણ વિશે વાત કરીએ તો તે છે કે ઘણાં દર્દીઓ હાર્ટ બીટની સમસ્યા થઈ રહી હોવાનું કહી રહ્યાં છે. જો તમે થોડા દિવસથી હૃદયના ધબકારાની અસામાન્ય ગતિ અનુભવતા હોવ તો એ વાતને સહેજ પણ નજરઅંદાજ ના કરતા કારણ કે નવી કોરોના લહેર આ લક્ષણો સાથ લઈને આવ્યો છે. મેયો ક્લિનિક આ અંગે કે સ્ટડી રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનની ઝપટમાં આવ્યા પછી હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે. JAMAમાં પ્રકાશિત એક રિપોર્ટમાં રિકવર થઈ ચૂકેલા 78% લોકોએ કાર્ડિયાક સાથે જોડેલી સમસ્યાની વાત કરી હતી. જ્યારે 60% લોકોએ મેયોકાર્ડિયેલ ઈન્ફેક્શનની ફરિયાદ કરી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ બ્રાઝિલ-અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ મૃત્યુ નોંધાઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાની વિષય છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. વાત કરીએ આગળનાં આંકડાઓ વિશે તો ગત 24 કલાકમાં કોરોના વાયરસના 7.72 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 13,077 લોકોનાં મોત થયાં છે. છેલ્લા કેટલાક સમયથી આખી દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસો ભારતમાંથી મળી રહ્યા છે.

image source

આ અંગે શુક્રવારના આવેલા આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં 1.44 લાખ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દુનિયાના અન્ય દેશો પૈકી બ્રાઝિલમાં 89,090, અમેરિકામાં 83,458, તુર્કીમાં 55,791 અને ફ્રાન્સમાં 41,243 લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે. એક બાજુ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કોરોનાથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. આ વચ્ચે વેક્સિનની મદદથી થોડી ઘણી રાહત થઈ છે તેવું જાણકારોનું માનવું છે. તેમનાં છતાં આ બીજી લહેરમાં કેસોની સંખ્યા એટલી બધી વધારે છે કે તેની સામે આવી વેક્સિનનાં આંકડાઓ નાના દેખાઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!