નિષ્ણાંત ડોક્ટરોએ કરી થથરાવી મૂકે એવી આગાહી, આ કોઈ એક બે વર્ષનો ખેલ નથી, આટલા વર્ષો પહેરવું પડશે માસ્ક

કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતાં પણ વધારે ઘાતક સાબિત થઈ છે. વિશ્વભરમાં આ બીજી લહેર બદલાયેલા લક્ષણો સાથે જોવા મળી રહી છે જે ખુબ જ ચિંતાનો વિષય છે. ભારતમાં પણ નવા લક્ષણો સાથે બહોળી સંખ્યામાં નવા કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો નાખ્યો છે. હાલમાં કેસની સાથે મોતમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે જાણકારો એ તો ત્યાં સુધી કહ્યું છે કે હજુ તમારે માસ્ક ત્રણ વર્ષ સુધી પહેરવા પડી શકે છે. કોરોનાના નવા લક્ષણો સાથે પગ પસરો કરી રહ્યો છે જેથી લાગે છે કે આ એક લાંબુ યુદ્ધ છે અને આપણે આ સ્થતિ સામે સાવધાનીપૂર્વક જ લડવું પડશે.

image source

નિષ્ણાતોનું કહેવું છે કે માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશનનું પાલન પણ ખૂબ જરૂરી છે. આ સાથે આ વાત પર ભાર મૂકતી સિમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અનિશ ચંદારાણાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ક્લિપમાં કોરોના તેમજ તેની સામેની લડાઈ વિશે ડૉ. ચંદારાણાએ વાતચીત કરી હતી.

image source

લોકોના મનમાં કોરોના વિશે વારંવાર ઉઠતા પ્રશ્નોના જવાબ આપવાના હેતુસર અહીં આ વાતચીતના આ અંગે માહિતી આપવામાં આવી હતી. સવાલો થઈ રહ્યાં છે કે હાલમાં સાહેબ કેવી હાલત છે? જેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે બહુ ખરાબ હાલત છે . અત્યારે હાલમાં ખાટલા નહીં, વેન્ટિલેટર નહીં, રેમડેસિવિર પણ મળી રહી નથી જેથી હવે શું કરવું કંઈ ખબર પડતી નથી. તેમણે વધારે તત્કાલિન સ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે એક પેશન્ટ ઈમર્જન્સીમાં છે તેને વેન્ટિલેટરની જરૂર છે પણ વેન્ટિલેટર નથી એટલે અમારે હાથથી ફુગ્ગા ફુલાવીને હવા આપતા હોય તેમ અમારી ટીમ હવા આપે રાખે છે. તેમણે કહ્યું કે આવી હાલતમાં વેન્ટિલેટર ખાલી કેમ થાય, કોઈ સાજા થઈને ખાલી થાય તેવું બની જ નથી રહ્યું કે જેથી કોઈ વેન્ટિલેટર ખાલી થાય અને અમે બીજા કોઈ દર્દીને આપો શકીએ. જો કે પરાણે ખાલી થાય એમ બન્યું છે.

image soucre

તેમને બીજો સવાલ કરવામાં આવ્યો હતો કે લોકડાઉનની જરૂર છે ખરી? ત્યારે તેઓએ જવાબ આપતાં કહ્યું હતું કે લોકડાઉન કાયમી સોલ્યુશન નથી. કોવિડ તો હજી ત્રણ વર્ષ સુધી આવી રીતે આવતો જતો રહેશે. લોકડાઉનથી એક નેગેટિવ સાયકોલોજી અને શ્રમિક વર્ગ પર ભારે અસર પડી રહી છે. હાલમાં જોવા મળે છે કે શ્રમિકો પોતાના વતનમાં પાછા જવા રસ્તા પર ઉમટી પડ્યાં છે. તેમનાં કામ ધંધા બંધ થઈ જાય છે અને ઘણાં લોકો હેરાન થઈને મરી જાય છે એટલે લોકડાઉન તો લોકો માનશે જ નહીં એવું થશે. સમાચારો દ્વારા જોઈ શકાય છે કે ગુજરાતમાં બજારોમાં અત્યારે પણ ભીડ જોવા મળે છે.

આ પછી તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે આમાં તો જે સાચા પેશન્ટ છે ધારો કે કોઈ હાર્ટના પેશન્ટ છે કે કિડનીના પેશન્ટ છે બીજી કોઈ બિમારીના પેશન્ટ છે એને તો વેન્ટિલેટર મળે જ નહીં ને સાહેબ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે કાર્ડિયાર્કમાં સપોર્ટ માટે 55 વેન્ટિલેટર છે. તો એમાંથી 45 કે 48 જેટલા તો કોવિડ માટે ઉપયોગ લેવાઈ રહ્યાં છે. મારી પાસે હાલમાં આખાય કાર્ડિયાર્ક ICUમાં એક વચ્ચે બે વેન્ટિલેટર છે. ક્યાંય ગામમાં ભાડે પણ નથી મળતાં. અમે બે વેન્ટિલેટર રાતો રાત ખરીદીએ છીએ પણ એ 10 દિવસમાં અમને મળે નહીં. આ સાથે પરિસ્થિતિ એવી છે કે લોકો એ રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનો લગાવી દીધી છે.

image source

ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું હતું કે સાહેબ અત્યારે જે આપણી ગુજરાતની પરિસ્થિતિ છે. તમારે જે ઈન્જેક્શનમાં બે દિવસ પહેલા એક પેશન્ટને ઈન્જેક્શન લાવવા કહ્યું. પણ આ સીમ્સમાં અને બીજી હોસ્પિટલમાં અવેલેબલ નથી? ત્યારે તેમણે કહ્યું હતું કે સીમ્સમાં અમારે જે ઈન્ડોર પેશન્ટને ઈન્જેક્શન આપવા પડતાં હોય એ સીમ્સ જ આપે છે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તો બીજી હોસ્પિટલવાળા કેમ કહે છે કે તમે આ ઈન્જેક્શન લાવો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે હવે એની પાસે ના પણ હોય એવું પણ બને. માની લો કે અમારે સીમ્સમાં 100 પેશન્ટ અવેલેબલ છે. તો અમે 100 પેશન્ટને ધ્યાનમાં રાખીને સ્ટોક મેનેજ કર્યો હોય. જ્યારે બીજી હોસ્પિટલમાં વચ્ચે કોવિડ નહોતું ત્યારે પાંચ કે સાત પેશન્ટ જ એડમિટ હતાં.

image source

આવી પરિસ્થ્તિમા તેઓએ સ્ટોક ઓછો રાખ્યો હોય. હવે જયારે ફરી કોવિડ વધ્યો હોય અને 60 થી વધુ દર્દીઓ દાખલ થઈ ગયાં હોય તો ના પણ હોય એવું બની શકે. તેમણે કહ્યું હતું હજુ પણ લોકોમાં હજુ પણ કોરોનાને લઈને જાગૃતિ આવી નથી. તેમની સાથે આગળ વાતચીતમાં પૂછવામાં આવ્યું કે ક્યાં સુધી સ્થિતિ આવી રહેવાની? ત્યારે જાણવાં મળ્યું કે હજી આટલા તકલીફ વાળા દિવસો આપણે 30 એપ્રિલ સુધી જોઈ શકીશું. એપ્રિલ અંતમાં એમ થશે કે તમને થોડી રાહત દેખાશે.

તેમણે કહ્યુ કે મારુ એવું માનવું છે કે કોઈપણ એસ્ટાબ્લિશમેન્ટ હોય એ પછી બીજી હોસ્પિટલ હોય. કોઈ સંસ્થા આવી રમત કરે નહીં એવું મારુ માનવું છે. કારણ કે એ લોકોના પ્રિડિક્શન ખોટા પડ્યાં હોય. કોવિડનો જ્યારે પહેલો એપિસોડ આવ્યો ત્યારે મારે સિમ્સમાં 130 પેશન્ટ હતાં. પછી જ્યારે ડાઉન થયો ત્યારે અમે 19 બેડ પર આવી ગયાં હતાં. તો બીજા બધાં તો શૂન્ય પર આવી ગયાં હતાં. અમારુ લોકોનું માનવું હતું કે કોરોનાનો સેકન્ડ વેવ ગુજરાતમાં અને દેશમાં આવશે જ. એ પહેલા વેવ જેટલો જ ખતરનાક હશે. તો અમે શું કર્યું કે હ્યુમન રિસોર્સ, અમારો ફિઝિકલ સ્પેસ અને અમારી ઈન્વેન્ટરીને મેન્ટેઈન રાખી અને લોકો બીજાને ગાળો દે, લોકો માટે ગવર્મેન્ટને ગાળો દેવી સૌથી આસાન છે કે ગવર્મેન્ટે કોઈ તૈયારી ના કરી. પણ દરેક માણસ પોતાનું તો જોતો જ નથી કે મેં શું ભુલ કરી. પણ સીમ્સે એ ભુલ ના કરી.

image source

અમે કહ્યું કે 100થી વધુ બેડ ઓક્યુપાઈ થશે. એવો સેકન્ડ વેવ આવશે જ. જેથી અમે દરેક પ્રકારની તૈયારી રાખી. જેથી અમે બધુ સારી રીતે નિભાવી શક્યા. મળતી માહિતી મુજબ હાલમાં ગુજરાત ભરમાં સ્મશાનોમાં લાઈનો લાગી છે. આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પછી પૂછવામાં આવ્યું હતું કે કોરોનાના પેશન્ટ માટે આપનું શું કહેવું થાય છે? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે કોરોનાના પેશન્ટ માટે હું કહું તો જે લોકો વેક્સિન લેવા માટે યોગ્ય છે તે લોકોએ ઝડપથી વેક્સિન લેવી જ જોઈએ. એવું રખાય જ નહીં કે મારે નથી લેવી.

image source

તેમણે કહ્યું કે ઘણાને ડર છે કે વેક્સિનથી આડ અસર આવે એટલે નથી લેવી. અત્યારે લોકોએ સરકાર આપે છે તો વેક્સિન લેવી જ જોઈએ.માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને ડિસિપ્લીન હજી આવનારા ત્રણ વર્ષ સુધી પાળવું પડશે આ ત્રણ મહિનાનો ખેલ નથી,. આ એક લાંબુ યુદ્ધ છે એ માનીને ચાલવાનું છે. સરકારે જેટલું ઝડપથી વેક્સિનેશનની પ્રક્રિયા આગળ ધરશે એટલો આ બિમારી પર કંટ્રોલ આવશે. બીજો કોઈ જ રસ્તો નથી. ફરીવાર આવો જ સ્પાઈક આવશે. તેમણે લોકોને કહ્યું કે તમે યાદ કરો એપ્રિલ મેમાં આપણે હેરાન થયાં અને જુન જુલાઈમાં આ સ્પાઈક જશે અને લોકો ખુશ થઈને મજા કરશે અને ફરીવાર દિવાળીમાં તમે અને હું આજ વાત કરતા હોઈશું. જેથી સરકારે 18થી 60 વર્ષના લોકોને જે ફિલ્ડમાં કામ કરે છે. આ લોકોને ઝડપથી રસી આપવાનું કામ કરવું જોઈએ.

image soucre

આ સાથે જ ગામડાની ચિંતા કર્યા વિના શહેરોમાં 20થી 25 કરોડ લોકોને પકડીને વેક્સિન આપી દો. કારણ કે આ સંક્રમણ શહેરોમાંથી જ ગામડામાં જાય છે જેથી બધાએ પોતાની રીતે સમજીને જ આ પરિસ્થિતિ સામે લડવાની જરૂર છે. માત્ર આ ઉપાય જ હવે આપણા હાથમાં છે જેથી તેનાં વિશે જેટલા જલ્દી લોકો જાગૃત થઈ સ્થતિની ગંભીરતાને સમજાશે તેટલા જ જલ્દી આ આંકડાઓને કાબૂમાં કરવા આપણે કારગર થાશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!