સાવધાન ! ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેને માથું ઉચક્યું, 20 લોકોમાં જોવા મળ્યા લક્ષણો

બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સાવધ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનો પરનો પ્રતિબંધ 31 ડિસેમ્બર 2020 થી વધારીને 7 જાન્યુઆરી 2021 કરવાનું સરકારે નક્કી કર્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.

20 લોકોમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો

image source

અત્યાર સુધીમાં બ્રિટનથી પાછા ફરેલા 20 લોકોમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ બધા બ્રિટન વેરિએન્ટ જીનોમની ઝપેટમાં આવ્યા છે. તે બધાને આઈસોલેટ કરવામાં આવ્યા છે. મંગળવારે છ લોકો નવા સ્ટ્રેનના સંક્રમિત હોવાની વાત સામે આવી હતી. બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં

image source

નોંધનિય છે કે નવા સ્ટ્રેનના કેસ પ્રકાશમાં આવ્યા પછી કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું હતું કે 9થી 22 ડિસેમ્બરની વચ્ચે ભારત આવેલા ઈન્ટરનેશનલ પેસેન્જર્સ, જે સિમ્પ્ટોમેટિક કે સંક્રમિત મળ્યા છે. તેમનું જીનોમ સિક્વેન્સિંગ જરૂરી હશે. જ્યારે 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવેલી UKની ઉડાનોને આગળ પણ બંધ કરવામાં આવી શકે છે. યુનિયન એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું, મને લાગે છે કે અમારે તમામ UKની ફ્લાઈટ્સના સસ્પેન્શનને થોડું વધારવું પડી શકે છે. 25 નવેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી લગભગ 33 હજાર મુસાફરો ભારત આવ્યા છે. તેમાંથી અત્યારસુધીમાં 114 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટલાંક વધુ સેમ્પલ્સમાં નવા જીનોમ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પોઝિટિવ મળેલા દર્દીઓને રાજ્યોમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને અલગ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. નવા સંક્રમિતોના સંપર્કમાં આવેલા બીજા લોકોની પણ તપાસ કરાઈ રહી છે.

શું છે જીનોમ સિક્વેન્સિંગ ?

image source

જીનોમ સિક્વેન્સિંગ કોઈપણ વાઈરસની સંપૂર્ણ માહિતી છે, જેમાં વાઈરસનો સંપૂર્ણ ડેટા હોય છે. વાઈરસ કેવો હોય છે? કેવો દેખાય છે? એની માહિતી જીનોમમાં મળે છે. વાઈરસના મોટા ગ્રુપને જીનોમ કહેવામાં આવે છે. વાઈરસ વિશે જાણવાની પ્રોસેસને જીનોમ સિક્વેન્સિંગ કહેવામાં આવે છે. એના દ્વારા કોરોનાના નવા સ્ટ્રેન વિશે તપાસ કરાઈ રહી છે.

બચાવ માટે શું કરવુ ?

image source

વાયરસથી બચવા માટે, પહેલાની જેમ માસ્ક પહેરો. સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને 6 ફૂટનું અંતર જાળવો. ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળો. બસ, ટ્રેન અને વિમાનની મુસાફરી શક્ય તેટલી ઓછી કરો. તેનાથી બચવું શક્ય છે.

શું નવા સ્ટ્રેનના જુદા લક્ષણો પણ હોય છે?

image source

નવા સ્ટ્રેનમાં જૂના લક્ષણો જ છે. સીડીસીએ લોકોને 5 લક્ષણોને લઈને ચેતવણી આપી છે. જેમા શ્વાસની તકલીફ, મૂંઝારો આવવો, છાતીમાં દુખાવો, થાક લાગવો અથવા સુતા પછી ઉભા થવામાં મુશ્કેલી સહિત 5 લક્ષણો વિશે ચેતવણી આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ