નિતા અંબાણીનો પોતાની મોટી વહુ અને થનારી નાની વહુ વચ્ચેનો ગાઢ સંબંધ જુઓ આ વિડિયોમાં

અંબાણી કુટુંબના સભ્યોનો એકબીજા વચ્ચેનો ગાઢ સંબંધ ઉડીને આંખે વળગે તેવો હોય છે. જ્યારે પણ આ કુટુંબના સભ્યો એકબીજા સાથે બહાર જોવા મળે છે ત્યારે તેમની આંતરીક એકતા હંમેશા લોકોના હૃદય જીતી લે છે. પછી તે માતાપિતા અને બાળકો વચ્ચેનું બોન્ડીંગ હોય ભાઈ-બહેન વચ્ચેનું બોન્ડીંગ હોય કે પછી સાસુ-વહુ વચ્ચેનું બોન્ડીંગ હોય.

 

View this post on Instagram

 

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on


આજે આપણે સંયુક્ત કુટુંબના કોન્સેપ્ટને ભુલાવી રહ્યા છીએ અને ન્યુક્લિયર કુટુંબમાં ફેરવાતા જઈ રહ્યા છે ત્યારે તેવા સંજોગોમાં એશિયાના આ સૌથી ધનાડ્ય કુટુંબની એકતા તમને પણ તમારા કુટુંબ નજીક લઈ જાય છે. તેઓ હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે કોઈ પણ સંજોગોમાં તેમણે એકબીજા સાથે રહેવાનું છે પછી તે સુખ હોય કે દુઃખ.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


તાજેતરમાં જ નીતા અંબાણી પોતાની લાડકી વહુ શ્લોકા અને પોતાના નાના દીકરા અનંત અંબાણીની ભાવિ પત્ની રાધીકા મર્ચન્ટ સાથે એક ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. આ ત્રણેને જોતાં ક્યાંય એવું નહોતું લાગતું કે તેમની વચ્ચે સાસુ-વહુ કે પછી દેરાણી-જેઠાણીનો સંબંધ હોય. તેમણે આ સંબંધને એક નવા જ સ્તર પર મુકી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on


તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે નીતા અંબાણીએ ઇવેન્ટમાં એકધારો પોતાની વહુ શ્લોકાનો હાથ પકડી રાખ્યો છે. તેમણે છેકથી છેક પોતાની વહુનો હાથ પકડી રાખ્યો છે જાણે તેમની નાનકડી દીકરી હોય. તેવી જ રીતે શ્લોકા અને રાધીકાને તમે જોશો તો તે બન્ને દેરાણી-જેઠાણી નહીં પણ જાણે બે બહેનો હોય તેવું લાગશે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on


અહીં તેઓ એક આર્ટ એક્ઝીબીશનમાં આવ્યા હતા જેમાં નીતા અંબાણીએ સફેદ ટીશર્ટ અને ફ્લોરલ બેલ બોટમ પેન્ટ પહેર્યું હતું તે શ્લોકાએ તેનું ફેવરીટ ફ્લોરલ પ્રિન્ટ વાળુ સ્કર્ટ કોન્ટ્રાસ્ટ મેચીંગ સાથે પહેર્યું હતું. જ્યારે બીજી બાજુ રાધીકાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily) on


રાધિકા અને અનંત અંબાણીના લગ્નની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી અંબાણી કુટુંબ તરફથ કરવામાં આવી નથી. પણ સૂત્રો તો એવું જ જણાવે છે કે નજીકના ભવિષ્યમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની શહેનાઈઓ સાંભળવા મળશે.

ભલે અનંત અંબાણીએ પણ પોતાના રાધીકા મર્ચન્ટ સાથેના સંબંધ વિષે કંઈ કહ્યું ન હોય પણ આ બન્નેની જોડી સાચેજ સુંદર લાગે છે. અને તેમણે અવારનવાર જાહેરમાં સાથે દેખાઈને પોતાના આ સંબંધો પર મહોર તો મારી જ દીધી છે.


અનંત અંબાણી મુકેશ અંબાણીનો સૌથી નાનો દીકરો છે તો રાધીકા મર્ચન્ટ એન્કર હેલ્થકેરના વાઇસ ચેરમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે. રાધીકા અને અનંત છેલ્લા કેટલાક વર્ષથી મિત્રો છે. અને તેઓ અવારનવાર કૌટુંબિક પ્રસંગોમાં પણ સાથે જોવા મળ્યા છે.


આ ઉપરાંત ઇશા અંબાણીની સગાઈ વખતે બન્નેને હાથમાં હાથ પરોવીને ચાલતા જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના સંબંધો પર અંબાણી કુટુંબની મહોર મારતી એક તસ્વીરમાં સિદ્ધિવિનાયક મંદીરમાં નિતા અંબાણીએ રાધીકાનો હાથ પકડ્યો છે. જે પણ તેમન સંબંધો વિષે ઘણા ઇશારા કરી જાય છે. બની શકે કે થોડા જ સમયમાં તેમની લાડકી વહુમાં શ્વેતા ઉપરાંત રાધીકાનું નામ પણ ઉમેરાઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Merchant (@radhikamerchantambani) on


થોડા સમય પહેલાં જ નીતા અંબાણીએ પોતાની મોટી વહુ શ્લોકાના બર્થડે પર એક ફેરીટેલ વિડિયો બનાવડાવીને તેણીને સર્પ્રાઇઝ આપી હતી. જેમાં કુટુંબના બધા જ સભ્યોએ તેણીને બર્થડે વિશ કરી હતી જેમાં મુકેશ બાણી, નિતા અંબાણી, ઇશા અંબાણી, આનંદ પિરામલ, નિતા અંબાણીના માતા પુર્ણિમા દલાલ અને રાધીકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Mehta (@shlokamehta_) on


નીતા અંબાણી હંમેશા પોતાની બહુ તેમજ થનાર વહુ સાથે હળવી ફુલ જોવા મળે છે. તેણી જાણે તેમની કોઈ સહેલી હોય તેવા જ મિજાજમાં હોય છે. તમને યાદ હોય તો શ્લોકાનો જ્યારે ગૃહ પ્રવેશ કરવાનો હતો તે વખતે તેણીએ શ્લોકાના સ્વાગ માટે સુંદર કવિતા લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily) on


તેણી એક પ્રેમાળ માતા છે તેણે કુટુંબના દરેક બાળકો પછી તે તેમના પોતાના હોય કે પછી તેમની વહુ હોય કે જમાઈ હોય દરેકને મમતાથી ભરપૂર પ્રેમ આપ્યો છે. એક ઇન્ટર્વ્યુમાં તેણીએ જણાવ્યું હતું કે “લગ્નના થોડા વર્ષો બાદ મને ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું ક્યારેય માતા નહીં બનું. ત્યારે હું વિખરાઈ ગઈ હતી. પણ ડો. પિરુઝા પરિખ, કે જે આજે મારી ખુબ જ નજીકની મિત્ર છે તેમની મદદથી મને મારા જોડિયા બાળકો મળ્યા. અને થોડા વર્ષો બાદ મારો નાનો દીકરો આવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


નીતા અંબાણી એ અંબાણી કુટુંબનો અડીખમ પીલર છે તેણી સતત કુટુંબને સાથે રાખવાના પ્રયાસ કરે છે. અને ઘરના દરેક સભ્યોને અપાર પ્રેમ આપે છે જેની ઝલક આપણે અવારનવાર સોશિયલ મિડિયા થ્રુ જોઈ શકીએ છીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ