ડોક્ટરે નર્સને બાઇક પાછળ બેસાડી, અને તરત જ લઇ ગયા નવજાત બાળકને બીજી જગ્યાએ સારવાર માટે, અને બચાવી લીધી જીંદગી

કોરોના વાયરસના કારણે જયારે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના અલીબાગમાં એક ડોક્ટર દ્વારા કરવામાં આવેલ અદ્દભુત કામગીરીની નોંધ લેવામાં આવી છે. આ ઘટના મુંબઈ નજીક અલીબાગની છે. જ્યાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી.

આ મહિલાની ઓપરેશન (સી-સેક્શન) કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો, પરંતુ જન્મ પછી બાળકનું સ્વાસ્થ્ય કથળતા હોસ્પીટલના ડોકટરે તે બાળકને એક નર્સ સાથે પોતાની બાઈક પર બેસાડીને નજીકની અન્ય હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા. આમ આ બાળકની જિંદગી બચાવવામાં સફળ રહ્યા ડોક્ટર.

image source

મુંબઈ નજીક અલીબાગ રહેતા શ્વેતા પાટીલને શુક્રવારના રોજ પ્રસુતિ ઉપડી હતી, ત્યારે તેમના પતિ કેતન પાટીલ પત્ની શ્વેતાને પાસેના નર્સિંગ હોમમાં લઈ જાય છે. કેતન પાટીલ ડોક્ટરને પત્ની શ્વેતા પાટીલની મેડીકલ હિસ્ટ્રી જણાવતા કહે છે કે, શ્વેતા એક ડાયાબીટીસ પેશન્ટ છે. તેમજ થોડાક સમયથી શ્વેતા પોતાનું સુગર લેવલ કંટ્રોલ કરવા માટે દવાનો સહારો લીધો હતો.

તેમજ આની અગાઉ શ્વેતાને પહેલી વાર યોગ્ય કાળજી રાખવા છતાં બાળક ગુમાવી દીધું હતું. શ્વેતા પાટીલની મેડીકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખતા નર્સિંગ હોમના ડોકટરે સ્થાનિક ગાયનેકોલોજીસ્ટ ડૉ.રાજેન્દ્ર ચંદોરકરને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી ડૉ.રાજેન્દ્ર ચંદોરકરની મદદથી ઓપરેશન કરીને બાળકને જન્મ આપવામાં આવ્યો.

image source

ડૉ.ચંદોરકરની જાણકારી મુજબ શ્વેતા પાટીલએ ૩.૧ કિલોગ્રામ વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. પરંતુ આ બાળકના જન્મ લેવાની સાથે જ બાળકમાં શ્વાસ લેવાની તકલીફ જોવા મળી હતી. ઉપરાંત બાળકનું મોઢું પણ લીલું પડવા લાગ્યું હતું. ડૉ.ચંદોરકરએ બાળકની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરવાનું કહ્યું પરંતુ નર્સિંગ હોમમાં આઈસીયુની સુવિધા ના હોવાથી તાત્કાલિક નિર્ણય લઈને એમ્બ્યુલન્સ કે પછી અન્ય મદદની રાહ જોયા વગર પોતાની બાઈક પર હોસ્પીટલની એક નર્સને બાળક હાથમાં લઈને બાઈક પર બેસાડીને નજીકની અન્ય હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં બાળકને તાત્કાલિક એનઆઈસીયુમાં એડમીટ કરાવી દે છે. તેમજ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોકટરે મદદની રાહ જોઈ નહી અને સમય સુચકતા દાખવીને આવો નિર્ણય લીધો હતો.

image source

લોકડાઉનની પરિસ્થિતિમાં ડૉ.ચંદોરકરએ વધારે સમય વ્યર્થ ના કરતા આ નિર્ણય લીધો. ડોકટરે પોતાની બાઈકની મદદથી નવજાત બાળકને નજીકની હોસ્પિટલ સુધી કે જ્યાં એનઆઈસીયુની સુવિધા ઉપલબ્ધ હોવાથી ત્યાં બાળકને પહોચાડવામાં સફળ રહ્યા. અન્ય હોસ્પીટલમાં એનઆઈસીયુની સારવારમાં રાખ્યા પછીના ૧૨ કલાક પછી બાળકના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો.

image source

ડૉકટર ચંદોરકર પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, મારા માટે આ સુંદર અનુભવ રહ્યો. અલીબાગમાં મોટાભાગની હોસ્પિટલોમાં હાલમાં વેન્ટીલેટરની અછત વર્તાય રહી છે. તેમજ ગંભીર દર્દીઓને અન્ય હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ