આજે કરો આ 7 નેચરલ ક્લીન્ઝરનો ઉપયોગ , તમારી સ્કિન કરશે જોરદાર ગ્લો

આ 7 ઘરેલું ઉપચારો જે તમારી ત્વચાને જીવંત બનાવશે દેશે અને તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દેશે.

જો તમે વ્યવસાયિક ઉત્પાદનોનો ઉપયોગ કરતા નથી, તો પછી તમે તમારા રસોડામાં રહેલી રોજિંદી વપરાતી સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. ત્વચાની સંભાળ માટે કુદરતનો આ સર્વશ્રેષ્ઠ ઉપહાર છે.

હંમેશાં એવું જોવા મળે છે કે લગભગ બધી સ્ત્રીઓ અને પુરુષો કે જે સૌંદર્ય પ્રત્યે જાગૃત હોય છે તે તેમની ત્વચાનો પ્રકાર કયો છે તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. તેથી એવી સ્થિતિમાં એ પણ શોધવું મુશ્કેલ છે કે બજારમાં મળતા હજારો ઉત્પાદનોમાંથી, જે તેમની ત્વચા માટે યોગ્ય હશે એ ઉત્પાદન કયું હશે?

image source

કોઈપણ ત્વચાની સંભાળની સારવાર અથવા ઘરેલું ઉપચાર કરવા જતાં પહેલાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે શુદ્ધિકરણ કરવું એ ત્વચાની સંભાળનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમારી ત્વચા ગમે તે પ્રકારની જ કેમ ન હોય, તે ધ્યાનમાં લીધા વિના, તમારે ત્વચાને શ્વાસ લેતી રાખવા માટે તેને નિયમિતપણે સાફ કરવી પડશે.

image source

જેટલી તમે આ ત્વચાની સંભાળની તકનીકીને અવગણશો તેટલી જ તમારી સમસ્યાઓ વધશે અને તમારી ત્વચા તેની ચમક અને સુંદરતા ગુમાવી દેશે.જો તમે વ્યવસાયિક ઉત્પાદનોનો ઉપયોગ કરતા નથી, તો પછી તમે તમારા રસોડામાં રહેલું રોજિંદી વપરાતી સામગ્રીનો ઉપયોગ કરી શકો છો.

image source

ત્વચાની સંભાળ માટે કુદરતનો આ શ્રેષ્ઠ ઉપહાર છે. અહીં અમે તમને સાત કુદરતી સફાઇ કરનાર ઉત્પાદકો જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને નરમ અને ચમકતી બનાવવામાં મદદ કરશે. તમે આ પદ્ધતિ ને ઘરેલું નુસખા અથવા ઘરેલું ઉપાય પણ કહી શકો છો.

7 કુદરતી ક્લીંઝર જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવશે:-

1. કુદરતી ક્લીનઝર દહીં:-

image source

તૈલી અને મિક્સ એમ બંને ત્વચાના સંયોજન માટે દહીં એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.રોજ દિવસના અંતે બે ચમચી દહીં લઈ હળવે હાથે માલિશ કરો અને તેને શુદ્ધ પાણીથી ધોઈ લો. આ તમારી ત્વચાને સાફ અને હેલ્ધી રાખશે. ઉપરાંત, તેને બગાડતા પણ અટકાવવામાં મદદ કરશે.

2. કુદરતી ક્લીનઝર ટામેટાં:-

image source

જ્યારે ત્વચાની સંભાળ માટેના કુદરતી ઘટકોની વાત આવે છે, તો ટામેટાંનો કુદરતી શુદ્ધિકરણ એ પ્રથમ પસંદ કરેલી સામગ્રી છે. ત્વચા પર માત્ર એક અડધા ટમેટાંને હળવેથી ઘસવું કે મસાજ કરવો એનાથી બીજો કોઈ સારો અને અતિ સરળ ઉપાય જ નથી. આ ફક્ત તમારી ત્વચાને શુદ્ધ જ નહીં કરે, પરંતુ તમારા રોમ છિદ્રોને પણ ખોલવામાં મદદ કરશે, ત્વચાને એકદમ લવચીક અને ચુસ્ત બનાવશે.

3.કુદરતી ક્લીનઝર મુલતાની માટી:-

image source

જો તમારી ત્વચા તૈલીય ત્વચા હોય, તો તમે સરળતાથી મુલતાની માટીથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરી શકો છો, જે એક કુદરતી માટી છે, જેનો ઉપયોગ ત્વચાને લાંબા સમયથી શુદ્ધ કરવા અને સ્વચ્છ કરવા માટે કરવામાં આવે છે. આયુર્વેદ ત્વચાની સંભાળ માટેના તેના ફાયદા પર પણ ભાર મૂકે છે.

image source

નાની ચમચી મુલતાની માટી લો અને તેમાં એક ચપટી કપૂર પાવડર નાખો. પાણી સાથે ભેળવી દો. ભીની ત્વચા પર આ પેસ્ટની હળવેથી માલિશ કરો અને ત્યારબાદ આ નેચરલ ક્લીનઝરને શુદ્ધ પાણીથી ધોઈ લો.

4.કુદરતી ક્લીનઝર પપૈયા:-

image source

જો તમારી ત્વચા કોમ્બિનેશન એટલે કે તૈલી અને શુષ્ક એમ બંનેનું મિશ્રણ છે, તો પછી ઓટમીલ અને થોડું દૂધ સાથે છૂંદેલા પપૈયા મિક્સ કરી ત્વચા પર હળવે હાથે ઘસવું. ચહેરા અને ગળા પર લગાવ્યા પછી તેને સારી રીતે શુદ્ધ પાણીથી ધોઈ લો. આ ફક્ત તમારી ત્વચાને શુદ્ધ જ નહીં કરે (પપૈયામાં શક્તિશાળી એવા સફાઇ કરનાર એન્ઝાઇમ્સ છે) પણ તે ટોનને દૂર કરવામાં, દાગ-ધબ્બા દૂર કરવામાં પણ મદદ કરે છે.

5.કુદરતી ક્લીનઝર સ્ટ્રોબેરી:-

image source

મિશ્રણ ત્વચા એટલે કે તૈલી અને શુષ્ક બંને પ્રકારની ત્વચા માટે છૂંદેલી સ્ટ્રોબેરી એ મારું પ્રિય વિકલ્પ છે.આ ઉપાય મારા મનની એકદમ સૌથી નજીકનો પ્રિય છે, એનું કારણ તે ખાવામાં તદ્દન સ્વાદિષ્ટ છે એવું પણ નથી. સ્ટ્રોબેરીમાં કુદરતી એન્ઝાઇમ છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

 

image source

ત્રણથી ચાર સ્ટ્રોબેરીને છૂંદી લો અને એને તમારી પર હળવેથી ઘસો અને તેને પાંચ મિનિટ એમ જ રહેવા દો. આ પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો. આ ફક્ત ત્વચાને નરમ જ નહીં કરે, પણ ત્વચાને ચમકદાર બનાવશે અને તેને બહારથી વિટામિન સી પણ પ્રદાન કરશે.

6.કુદરતી ક્લીનઝર લીંબુ અને નારંગીની છાલ:-

image source

જો તમારી ત્વચા શુષ્ક છે અને તમે તમારા કોમ છિદ્રોને સાફ કરવા માંગતા હો, તો તેમાંથી ગંદકી દૂર કરવા માંગતા હોય તો આ મિશ્રણ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. 10 ચમચી બદામ તેલ, દસ ચમચી ઓલિવ તેલ અને લીંબુનો રસ લો અને તેને બોટલમાં સ્ટોર કરી લો.

image source

તેનો ઉપયોગ કરવા માટે, એક જ વખતમાં એક ચમચી લો અને નારંગીની છાલ ઉમેરો. ત્વચા પર તેને હળવેથી ઘસવું. આંખોની નજીકના ભાગમાં પણ ઘસવું. આમ કરવાથી, જમીન કરવાથી ત્વચા પરની ગંદકી ધીમે ધીમે નીકળી જશે અને મૃત ત્વચા ધીમે ધીમે ઉપર આવશે.

7.કુદરતી ક્લીનઝર ચણાનો લોટ (બેશન):-

image source

પ્રાચીન કાળથી ચણાના લોટને ત્વચાના બધા પ્રકારોને સાફ કરવા માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આને દહીંમાં મિક્સ કરીને ત્વચા પર માલિશ કરો. તે તેલયુક્ત અને સંયોજનવાળી ત્વચા માટે સારું છે અને જો તમે તેને દૂધ સાથે મિક્સ કરીને મસાજ કરો છો તો તે શુષ્ક ત્વચાને સાફ કરીને ત્વચાની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.

image source

આમાંથી જે પણ તમે પસંદ કરો છો, તેનો ઉપયોગ થોડી સાવચેતીથી કરવો. આટલું જ નહીં, ત્વચા પર તદ્દન નવો જ નિખાર અને ચમક જોવા માટે, તેને યોગ્ય માત્રામાં મિક્સ કરો, જેથી તમારી ત્વચા કુદરતી રીતે સ્મિત કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ