શું તમને પણ છે નસકોરાની સમસ્યા? તો આ સરળ ઉપાયો તમારા માટે છે સૌથી બેસ્ટ

સૂતી વખતે નસકોરા સામાન્ય સમસ્યા છે. સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જયારે તમે સુવો છો ત્યારે તમારા મોં અને નાકમાં હવાનું પ્રવાહ આંશિક રીતે અવરોધિત થાય છે અને એક વિચિત્ર અવાજ શરૂ થાય છે. જોકે જે વ્યક્તિ નસકોરા લે છે તેમને આ વિશે ખબર ન હોઇ શકે, પરંતુ જે વ્યક્તિ તેની સાથે ઊંઘે છે તેમને ખુબ જ તકલીફ પડે છે. તમારે જાણવું જોઈએ કે સૂતી વખતે નસકોરાનો અવાજ એ કુદરતી નથી. જો આ અવાજ ખૂબ વધી જાય છે અને આ અવાજને વધુ દિવસો સુધી અવગણવામાં આવે, તો તે જોખમી પણ હોઈ શકે છે. નસકોરાની સમસ્યા થવા પર તરત જ ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. નસકોરાનો સીધો સંબંધ તમારા હ્રદય સાથે છે, જે પછીથી હૃદય સંબંધિત અનેક રોગોનું કારણ બની શકે છે. પરંતુ જો તે તેના પ્રારંભિક સ્વરૂપમાં છે તો તે પછી કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તેને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ નસકોરાની સમસ્યા દૂર કરવા માટેના ઉપાય શું છે.

વજન ઓછું કરવું મહત્વપૂર્ણ છે

image source

નસકોરાનું કારણ સામાન્ય રીતે ગંભીર હોતું નથી, આ સમસ્યાને તમે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને દૂર કરી શકો છો. વધારે વજન હોવું એ નસકોરાનાં ઘણાં કારણોમાંથી એક હોઈ શકે છે. વધુ વજનવાળા લોકો નસકોરા થવાની સંભાવના વધારે છે. તમે જોયું હશે જેમ જાડાપણું વધુ હોય છે એવી રીતે એ લોકોના નસકોરાનો અવાજ વધુ આવે છે. જો તમે તમારા જીવનમાં તંદુરસ્ત ખોરાકની સાથે નિયમિત વર્કઆઉટ્સનો સમાવેશ કરો છો, તો તે વજન ઘટાડશે અને નસકોરાને રોકવામાં મદદ કરશે.

આદુ અને મધની ચા

image source

આદુ એક બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે જે નસકોરાની સમસ્યામાં રાહત આપે છે. આદુ એક સામાન્ય ઘરેલું સુપરફૂડ છે જે અપચો અને ઉધરસ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉપચાર કરી શકે છે. જો તમે નસકોરાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તેનાથી છૂટકારો મેળવવા માટે, દિવસમાં બે વખત આદુ અને મધની ચા પીવો. આ ચા નસકોરાની સમસ્યા તો દૂર કરશે જ સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

લસણ

image source

જો તમે નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો લસણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. લસણના સેવનથી નસકોરાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ માટે, દરરોજ સુતા પેહલા લસણની એક કે બે કળીઓ ખાઓ અને પાણી પીવો. આ ઉપાયથી નસકોરાથી તમને રાહત મળી શકે છે અને તમારા હૃદયને પણ મજબૂત બનાવે છે.

અનાનસ, કેળા અને નારંગી ખાઓ

image source

જો તમારા ઊંઘની ગુણવત્તા સુધરે છે, તો નસકોરાથી તરત જ રાહત મળી શકે છે. સારી ઊંઘ શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ વધારે છે. મેલાટોનિન ખરેખર એક હોર્મોન છે જે આપણને ઊંઘ યોગ્ય બનાવે છે. આવી સ્થિતિમાં, તમારે એવા ખોરાક ખાવા જોઈએ જેમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં હોય. મેલાટોનિન અનાનસ, કેળા અને નારંગીમાં પુષ્કળ પ્રમાણમાં છે. આ ફળનું સેવન કરવાથી નસકોરાની સમસ્યા રોકી શકાય છે.

એલચી

image source

એલચી શ્વસનતંત્ર ખોલવાનું કામ કરે છે. આ શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. નસકોરાની સમસ્યા દૂર કરવા માટે સુવાના સમય પહેલાં થોડા એલચીના દાણા નવશેકા પાણી સાથે ખાઓ. આ ઉપાય અપનાવવાથી તમને ઘણી રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત