નશામાં ધૂત વ્યક્તિ કંઇ પણ કરી શકે….જ્યારે સંજય દત્ત નશામાં ધૂત થઈને ઘુસી ગયા હતા શ્રીદેવીના રૂમમાં અને પછી શ્રીદેવીએ સાથે…

સંજય દત્તની ગણતરી ભલે બોલિવુડના સારા એક્ટર્સમાં થતી હોય, ભલે આજે પણ એમની જબરદસ્ત ફેન ફોલોઇંગ હોય પણ એ પણ સત્ય છે કે એમની લાઈફ સાથે જોડાયેલા વિવાદ કઈ ઓછા નથી. કદાચ એટલે એમને બોલિવુડના બેડબોય કહેવામાં આવે છે. સંજય દત્તની આવી જ એક કોન્ટ્રોવર્સી શ્રીદેવી સાથે પણ જોડાયેલી છે જેમની સાથે નશાની હાલતમાં સંજય દત્ત એવી હરકત કરી બેઠા હતા કે શ્રીદેવીએ એમની સાથે કામ ન કરવાની કસમ ખાઈ લીધી હતી. શુ હતો આખો મુદ્દો ચાલો જાણી લઈએ.

image source

વાત જાણે એમ છે કે આ કિસ્સો 80ના દાયકાનો છે. સંજય દત્ત ત્યારે રોકી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. સુનિલ દત્ત અને નરગિસના દીકરા હોવાના કારણે સંજય દત્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાના લાડકા તો હતા, રોકીની સક્સેસે એમને સ્ટાર બનાવી દીધા. તો શ્રીદેવી એ દરમિયાન નંબર 1 એક્ટ્રેસ હતી. એ દરમિયાન 1983માં સંજય દત્ત શ્રીદેવી સાથે એવી હરકત કરી બેઠા કે શ્રીદેવી એટલી ડરી ગઈ કે પછી સંજય સાથે એમના સંબંધ સામાન્ય ન થઈ શક્યા. શ્રીદેવી સંજુ બાબાથી એ હદે ડરવા લાગી કે એમને એમની સાથે ક્યારેય કામ ન કરવાની કસમ ખાઈ લીધી હતી. અને આ બધો તમાશો થયો હતો

સંજય દત્તની નશાની આદતને કારણે.

image source

આ કિસ્સો છે વર્ષ 1983નો. ત્યારે શ્રીદેવી બોલીવુડમાં રાજ કરતી હતી. એમના ફેન્સ હજારોમાં નહિ લાખોમાં હતા અને એ ફેન્સમાંથી એક સંજય દત્ત પણ હતા. રોકીની સફળતા પછી સંજય સ્ટાર તો બની ગયા હતા પણ એમની નશાની આદતને કારણે ઘણા બદનામ પણ હતા. એક દિવસ સંજયને ક્યાંકથી ખબર પડી કે શ્રીદેવી ફિલ્મ હિમ્મતવાલાનું શૂટિંગ મુંબઈમાં કરી રહી છે. સંજય દત્ત એ દિવસે નશામાં ધૂત હતા અને એમની ઈચ્છા પોતાની ફેવરિટ એક્ટ્રેસ શ્રીદેવીને મળવાની હતી.

image source

સંજય દત્તે નક્કી કરી લીધું કે ભલે જે થાય એ, એ શ્રીદેવીને મળવા જશે. એ નશાની હાલતમાં જ ફિલ્મના સેટ પર પહોંચ્યા તો એમને શ્રીદેવી ત્યાં ન દેખાય. પણ નશામાં ધૂત સંજય દત્ત પર શ્રીદેવીને મળવાનું ભૂત એ હદે સવાર હતું કે એમને શોધતા એ એમના રૂમમાં ઘુસી ગયા. શ્રીદેવીને અંદાજો પણ નહોતો કે કોઈ એમના રૂમમાં ઘુસી જશે. સંજય દત્તને નશાની હાલતમાં જોઈ એ ખૂબ જ ડરી ગઈ.

image source

શ્રીદેવીએ તરત સિક્યુરિટીને બોલાવી ત્યારે સંજયને એમના રૂમમાંથી બહાર કરી શકાયા. પછી એક ઇન્ટરવ્યૂમાં જ્યારે સંજય દત્તને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે હું એમના રૂમમાં ગયો જરૂર હતો પણ મેં ત્યાં એમની સાથે શુ વાત કરી, કેવું વર્તન કર્યું મને કંઈ યાદ નથી.

image source

આ ઘટના પછી શ્રીદેવીએ નક્કી કરી લીધું હતું કે એ ક્યારેય સંજય સાથે કામ નહીં કરે. ત્યારે શ્રીદેવી ટોપ પર હતી તો પોતાની શરતો પર કામ કરતી હતી. પણ એક સમય એવો આવ્યો કે સંજય દત્તનું સ્ટારડમ પણ આસમાને અડી ગયું. એવામાં શ્રીદેવીને ન ઈચ્છવા છતાં પણ સંજય દત સાથે એક ફિલ્મ જમીન સાઈન કરવી પડી.જો કે શ્રીદેવીએ એ શરત ર આ ફિલ્મ સાઈન કરી હતી કે સંજયની સાથે એ ફિલ્મમાં કોઈપણ સીન નહિ કરે. એ અલગ વાત છે કે કોઈ કારણસર એ ફિલ્મ બની જ ન શકી.

image source

એ પછી શ્રીદેવીને સંજયની સાથે મહેશ ભટ્ટની ગુમરાહ ફિલ્મમાં કામ કરવું પડ્યું. કહેવામાં આવે છે કે જ્યારે મહેશ ભટ્ટ શ્રીદેવી પાસે ફિલ્મની ઓફર લઈને ગયા ત્યારે પહેલા તો એમને ફિલ્મમાંથી સંજય દત્તને કાઢી નાખવાની શરત મૂકી. પણ મહેશ ભટ્ટ તૈયાર ન થયા. ત્યારે સંજયનો સક્સેસ ગ્રાફ ઝડપથી વધી રહ્યો હતો અને શ્રીદેવીની ચમક ફીકી પડવા લાગી હતી.એટલે એમને સંજય સાથે આ ફિલ્મ સાઈન કરવી પડી. પણ કહેવાય છે કે સેટ પર શ્રીદેવી અને સંજય વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી. સીન શૂટ થતો ત્યારે કટ બોલવા પર તરત જ શ્રીદેવી સંજયથી દૂર જતી રહેતી.

image source

ફિલ્મ રિલીઝ થઈ અને જબરદસ્ત હિટ પણ સાબિત થઈ. દર્શકોને સંજય અને શ્રીદેવીની જોડી ખૂબ જ પસંદ આવી. સમયની સાથે બન્નેના સંબંધ પહેલા કરતા સારા તો થયા પણ ક્યારેય સામાન્ય ન થઈ શક્યા. સંજયે પણ પોતાના તરફથી ક્યારેય એ માટે પ્રયત્ન ન કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong