આ નાનો ભૂલકો ગળી ગયો એવી વસ્તુ કે જે જોઇને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા, દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

પી.જી.આઈ.માં દુર્લભ સર્જરી કરીને બે બાળકોનો જીવ બચાવવામાં આવ્યો છે. એક 21 મહિનાના એક બાળક નિહાલે પેટમાંથી બદામ ગળી ગઈ હતી અને બીજો સ્ક્રૂ ગળી ગયો હતો, જેને સર્જરી બાદ બહાર કાઢવામાં આવ્યો છે. જો સર્જરી સમયસર ન કરાઈ હોત તો બંને બાળકોએ જીવ ગુમાવ્યો હોત. પાણીપતમાં રહેતા 2 વર્ષના બાળકને બદામ ખાધાના 5 દિવસ પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

સાથે ઉધરસની પણ ફરિયાદ શરૂ થઈ

image soucre

સાથે ઉધરસની પણ ફરિયાદ શરૂ થઈ ગઈ હતી. પરિવારે સ્થાનિક હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાર બાદ તેમને પી.જી.આઈ.માં મોકલી દેવામાં આવ્યા હતા. પી.જી.આઇ. એડવાંસ પેડિયાટ્રિક સેન્ટરની ઇમરજન્સીમાં તેમને લાવવામાં આવ્યા હતા, જ્યાં તેનું નિદાન થયું હતું અને છાતીનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. તેને જનરલ એનેસ્થેસિયાની સાથે રિજિડ બ્રોન્કોસ્કોપી કરવામાં આવી હતી.

પરિવારને આ સર્જરીની જાણકારી હતી

image soucre

એક એન્ડોસ્કોપ એર વેના રસ્તાથી મોકલીને લેફ્ટ વિન્ડપાઇપ (શ્વાસની નળી)ના માધ્યમથી બદામના ટૂકડાને બહાર કાઢવામાં આવ્યો હતો. ડોકટરોના જણાવ્યા અનુસાર, શસ્ત્રક્રિયા મુશ્કેલ હતી કારણ કે બાળકની ઉંમર ઓછી હતી, જે હંમેશા સારવાર માટે પડકારજનક હોય છે. પરિવારને આ સર્જરીની જાણકારી હતી, ત્યારબાદ સંમતિ આપ્યા બાદ સર્જરી કરવામાં આવી હતી.

લંગ્ઝમાં ફસાઈ ગયો હતો સ્ક્રૂ

image soucre

એક બીજી શસ્ત્રક્રિયાઓમાં ચાર વર્ષના બાળકની પણ દુર્લભ સર્જરી કરવામાં આવી હતી. તેના રાઈટ મેન બ્રોન્ક્સ(લંગ્સ)માં એક સ્ક્રૂ અટવાયો હતો, જેના કારણે તેના પેટમાં દુખાવો થતો હતો. આ ગંભીર સ્થિતિમાં બાળકને પી.જી.આઈ. લાવવામાં આવ્યો હતો. બાળક અંબાલાનો રહેવાસી છે. પ્રથમ કેસનો સંદર્ભ આપતી વખતે, ડોકટરોએ આ બાળકના પરિવારને આ શસ્ત્રક્રિયા વિશે જણાવ્યું, તેની સ્થિતિ વિશે સલાહ આપી. રિજિડ બ્રોન્કોસ્કોપી કાર્યવાહીથી જ ડો. નીતિન જે. પીટરે તે સ્ક્રૂ બહાર કાઢ્યો હતો. એર વેમાં ફોરેન બોડીઝ(શ્વાસની નળીમાં કોઈ બહારની વસ્તુ આવવી) જીવ માટે જોખમ હોય છે અને રીજિડ બ્રોન્કોસ્કોપી પ્રોસીઝરનો ઉપયોગ કરીને તેમને ફોરન બોડીના બહાર કાઢવુ જરૂરી છે.

પેરેંટ ધ્યાન આપે

image source

પી.જી.આઇ. ડિરેક્ટર ડો.જગત રામે આ બંને શસ્ત્રક્રિયા વિશે જણાવ્યું હતું કે માતાપિતાએ જાગૃત રહેવું જોઈએ. બાળકોની આસપાસ આવી વસ્તુઓ ન મૂકો, અથવા તેમને આવી કોઈ વસ્તુ રમવા માટે ન આપો. આવા કિસ્સાઓમાં બાળકોનું મોત પણ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પી.જી.આઇ. બાળ ચિકિત્સકોએ એક સરસ કામ કર્યું છે, જેનાથી બાળકોના જીવ બચાવી શકાયા. પી.જી.આઇ. દર વર્ષે આવા 120 કેસોનું સોલ્યુસન કરે છે જેમાં બાળકો અમુક વસ્તુઓ ગળી જાય છે. પી.જી.આઇ. એડવાન્સ પેડિઆટ્રિક સેન્ટર આવા કિસ્સાઓને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ