ગૌતમ અદાણીની વધારે એક સિદ્ધિ, મુંબઈ એરપોર્ટની કમાન સંભાળશે, અદાણી ગ્રુપ બન્યું દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર

અદાણી ગ્રૂપે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. અત્યાર સુધીમાં મુંબઈ એરપોર્ટનું સંચાલન જીવીકે ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. પરંતુ હવે અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી હતી. અદાણી ગ્રૂપે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટ પર જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે.

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મુંબઈ એરપોર્ટને તૈયાર કરનારી GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે.

image source

બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે. ત્યારે આ વાત કરતાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું છે કે, વિશ્વકક્ષાના મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું સંચાલન કરવામાં અમને ખૂબ આનંદ છે. મુંબઈને ગૌરવ અનુભવવાનું અમારું વચન છે. અદાણી જૂથ વ્યવસાય, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે. અમે હજારો સ્થાનિક લોકોને નવા રોજગાર આપીશું.

આ ડીલ બાદ અદાણી ગૃપ મુંબઈના છત્રપિત શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાં 74 ટકા હિસ્સો હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. મેનેજમેન્ટ કંટ્રોલને પોતાના હાથમાં લઇ લીધો છે. દિવસની શરૂઆતમાં, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. બોર્ડ બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતીયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે.

image source

જો અદાણી વિશે વધારે વાત કરીએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છે. હવે તેમની પાસે દેશનાં 7 એરપોર્ટની કમાન છે. અદાણીની પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત 6 અન્ય મુખ્ય એરપોર્ટ પણ છે, જેમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગૌહાટી અને તિરુવનંતપુરમનાં એરપોર્ટ સામેલ છે. આ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે જ છે. 2019માં બીડિંગમાં મળેલી જીત પછી ગ્રુપની પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધીની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong