હરિયાણાથી લગ્ન કરીને કપલ આવ્યું અમદાવાદ, એવું થયું કે પત્નીને સ્ટેશન પર એકલી મૂકીને પતિ થઈ ગયો ફરાર

રેલવે સ્ટેશન પર દિવસમાં હજારો લોકો એક જગ્યાથી બીજી જવા માટે પહોંચતાં હોય છે અને દરેકના કામ અને કહાની જુદી જુદી હોય છે. હાલમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી એક એવી કહાની સામે આવી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. કેટલાય અરમાનો સાથે અહી પહોંચેલી એક યુવતી સાથે તેનાં જ પતિએ છેતરપિંડી કરી છે. હરિયાણાથી લગ્ન કરી આ કપલ અમદાવાદ પહોંચ્યું હતું. અમદાવાદ આવીને બંને પતિ-પત્ની બે દિવસ સુધી હોટલમાં પણ રોકાયાં હતાં. પરંતુ આ પછી જે થયું તેની આ પત્નીએ કલ્પના પણ નહોતી કરી.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો હરિયાણાનો આ યુવક તેની પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો. આ પછી તેણે પત્નીને ત્યાં સ્ટેશનની સીડીઓ પર બેસવાનું કહ્યું. ત્યાંથી જતી વખતે આ યુવકે કહ્યું હતું કે હું મિત્રને મળવા માટે જાવ છું અને જઈને આપણે રહેવા માટે રૂમનું સેટિંગ કરીને આવું છું, તું અહીંયા રાહ જો. પત્ની ત્યાં બેઠી બેઠી રાહ જોતી રહી. એક કલાક વીતી, બે કલાક વીતી પરંતુ પતિ પાછો આવ્યો નહીં. આ પછી તો ચાર કલાક નો સમય વીતી ગયો હતો પરંતુ હજુ પણ તે પરત આવ્યો ન હતો.

image source

યુવતી શહેરમાં નવી હતી હવે પતિને ક્યાં શોધવો તે પણ સમાજમાં આવી રહ્યું ન હતું. એકલી ગભરાયેલી યુવતીએ ત્યાં એક ટ્રાફિક પોલીસકર્મી જોયાં અને તેમને આખી કહાની કહી. આ પછી તેમની મદદથી મહિલા હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. વાતની જાણ થતાં મહિલા હેલ્પલાઈનની ટીમે ત્યાં મદદ માટે પહોચી હતી. તેમણે તેનાં પતિનો નંબર લઇ અને તેનો સંપર્ક કરવા માટે ફોન કર્યા પરંતુ તેનો ફોન પણ હવે બંધ આવતો હતો. આ પછી યુવતીને નજીકનાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી અને તેના પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરી હતી.

image source

મહિલા હેલપલાઇન દ્વારા મળતી માહિતી મુજબ આ યુવતીએ મહિલા હેલ્પલાઈન 181ની ટીમને ફોન કર્યો હતો. તેમને જણાવામાં આવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન પર એક યુવતી એકલી બેઠી છે અને ગભરાયેલી છે. આ પછી તેની મદદ માટે જેથી સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી હતી. આ પછી યુવતીને પૂછપરછ કરવામા પણ આવી હતી જે દ્વારા સામે આવ્યુ કે તેઓ હરિયાણા આવેલા છે અને થોડાથી લગ્ન કરી અમદાવાદ આવ્યા હતા. અહી આવીને પણ બે દિવસ હોટલમાં રોકાયાં હતાં અને ત્રીજા દિવસે પતિ તેને લઈને રેલવે સ્ટેશન પર આવ્યો હતો.

image source

સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળવાનુ બહાનુ કરીને બાર વાગ્યાથી ગયો હતો જે ચાર વાગ્યે પણ પાછો આવ્યો હતો નહી. આ સાથે તે મોબાઈલ અને સામાન બંને સાથે લઈ ગયો હતો જેથી પત્ની પાસે હવે કઈ પણ હતુ નહી. જેથી યુવતીએ ટ્રાફિક પોલીસકર્મી જોયા ત્યારે યુવતી રડવા લાગી હતી. આ પછી હેલ્પલાઈનની ટીમે આવી અને તેને સાંત્વનાં આપી. પતિનો નંબર પણ હવે બંધ આવી રહ્યો હતો જેથી હવે તેણે યુવતી સાથે છેતરર્પિંડી કરી છે તે સ્પષ્ટ હતુ. આ પછી તેના પતિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નંબર અને ફોટો આપી પતિની શોધખોળ કરવા કાર્યવાહી શરૂ કરાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong